નેશનલ

Delhi: ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટેનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટેનું મોટું નિવેદન બહાર આવ્યું છે. ચૂંટણી કમિશનરોની નિમણૂંકના વિરોધમાં દાખલ લરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં SCએ કહ્યું કે હાલ આ નિમણૂંક પર કોઈ રોક લગાવી શકાશે નહીં. અરજદારે કોર્ટ પાસે આ નિમણૂક પર હાલ માટે રોક લગાવવાની માંગ કરી હતી. આના માટે આપવામાં આવેલી દલીલ એવી હતી કે કોર્ટ પહેલા પણ આવા નિર્ણયો લઈ ચૂકી છે.

અરજદાર વતી કોર્ટને કહેવામાં આવ્યું કે નવા કાયદા મુજબ બે ચૂંટણી કમિશનરની પણ નિમણૂક કરવામાં આવી છે. એડવોકેટ વિકાસ સિંહે ગયા વર્ષે 2 માર્ચે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે પણ માહિતી આપી હતી.

વિકાસ સિંહે કહ્યું કે આ નિર્ણયમાં, SCએ આદેશ આપ્યો હતો કે આ પદો પર નિમણૂક મુખ્ય ન્યાયાધીશ, PM અને વિપક્ષના નેતાની બનેલી સમિતિ દ્વારા કરવામાં આવે. જો SCએ તેના નિર્ણયમાં કોઈ જોગવાઈ આપી હોય તો તેને આ રીતે અવગણી શકાય નહીં.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે આ મામલો પહેલા પણ બે વખત સામે આવ્યો છે. અમે કહ્યું હતું કે સામાન્ય રીતે અમે કાયદા પર પ્રતિબંધ લગાવતા નથી. તેમણે વધુમાં કહ્યું કે અમે વચગાળાના આદેશો દ્વારા કાયદાઓને અટકાવતા નથી.

નોંધનીય છે કે નોકરશાહ સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારને ગુરુવારે દેશના આગામી ચૂંટણી કમિશનર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બંને અમલદારોને ચૂંટણી કમિશનર બનાવવાનો નિર્ણય પીએમ મોદીની આગેવાની હેઠળની પેનલ દ્વારા લેવામાં આવ્યો હતો. આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પણ હતા.

તમને જણાવી દઈએ કે સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમાર 1988 બેચના રિટાયર્ડ IAS ઓફિસર છે. જ્યારે સંધુ આઈએએસના ઉત્તરાખંડ કેડરના છે, જ્યારે કુમાર કેરળ કેડરના છે. સંધુ અગાઉ ઉત્તરાખંડના મુખ્ય સચિવ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સહિત મુખ્ય સરકારી હોદ્દા પર રહી ચૂક્યા છે. કુમારે સંસદીય બાબતોના મંત્રાલય અને અમિત શાહના નેતૃત્વ હેઠળના સહકાર મંત્રાલયમાં સચિવ તરીકે સેવા આપી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…