ટોપ ન્યૂઝનેશનલ

Supreme court: ‘…તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા જ પડશે’ SCનો મહત્વનો ચુકાદો, જાણો શું કહ્યું કોર્ટે

નવી દિલ્હી: કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ(Contract employee)ને કાયમી કરવા અંગે સુપ્રીમ કોર્ટ(Supreme Court)એ મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે જો કોઈ વ્યક્તિ વર્ષો સુધી કોઈ પદ રહીને કામ છે અને કાયમી ધોરણના કર્મચારીની જેમ જ કામ કરે છે, તો તેની સાથે કોન્ટ્રાક્ટ કર્મચારી જેવો વ્યવહાર કરી શકાય નહીં અને તેની નોકરીને કાયમી કરવાથી ઇનકાર કરી શકાય નહીં.

ગત મંગળવારે સુપ્રીમ કોર્ટની જસ્ટિસ પી.એસ. જસ્ટિસ નરસિમ્હા અને સંદીપ મહેતાની ખંડપીઠે કહ્યું કે, કાયમી નોકરી જેવું જ અને બારે મહિના કામ કરતા કર્મચારીઓ સાથે કોન્ટ્રાક્ટ કર્મચારી જેવું વલણ ના રાખી શકાય, તેમણે કાયમી કરવા જોઈએ.


મહાનદી કોલફિલ્ડમાં કામ કરતા સફાઈ કામદારો સાથે જોડાયેલા મામલામાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે બારમાસી અથવા કાયમી પ્રકૃતિનું કામ કરતા કર્મચારીઓને કાયમી નોકરીના લાભોથી વંચિત રાખવા માટે કોન્ટ્રાક્ટ લેબર (રેગ્યુલેશન એન્ડ એબોલિશન) એક્ટ, 1970 હેઠળ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ ન કરાવી શકાય.


અહેવાલ મુજબ, જસ્ટિસ નરસિમ્હાએ આદેશમાં હાઈકોર્ટ અને ઈન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલના નિર્ણયને યથાવત રાખ્યો છે, જેમાં રેલ્વે લાઈનની સફાઈ કરતા કામદારોને કોન્ટ્રાક્ટ કામદારોમાંથી કાયમી કામદારોનો દરજ્જો અને પગારનો લાભ આપવામાં આવ્યો હતો અને એ મુજબ ભથ્થા આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે રેલ્વે લાઇન પરની ગંદકી દૂર કરવાનું કામ માત્ર રૂટિન જ નહીં, પણ બારમાસી અને કાયમી સ્વભાવનું છે. કોર્ટે કહ્યું કે આ કારણોસર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવે.


આ કેસની જાણકારી મુજબ મહાનદી કોલફિલ્ડ્સે 32 માંથી 19 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કર્યા હતા, કામ કરતા તમામ કર્મચારીઓની ફરજો સમાન પ્રકૃતિની હોવા છતાં 13ને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરાયા ન હતા. યુનિયને આની સામે કેન્દ્ર સરકાર અને મહાનદી કોલફિલ્ડને એક મેમોરેન્ડમ આપ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.


ત્યાર બાદ આ કેસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં પહોંચ્યો હતો, જ્યાં ટ્રિબ્યુનલે તમામ 13 કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં, આ જ નિર્ણયને હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો હતો, જેની સામે મહાનદી કોલફિલ્ડ્સે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ કર્મચારીઓના પક્ષે ચુકાદો આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button