અમદાવાદ: SBIએ ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ઈલેક્શન કમિશનને સોંપ્યો હતો. ચૂંટણી પંચે તેની વેબસાઇટ પર આ સંબંધિત માહિતી અપલોડ કરી છે. Supreme Courtએ SBIને 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને electoral bonds ની તમામ વિગતો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેના પર SBIએ 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે SBIની માંગને ફગાવી દીધી છે અને 12 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને તમામ વિગતો આપવાનો આદેશ આપ્યો છે. તેમજ ચૂંટણી પંચને આ તમામ વિગતો 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં વેબસાઈટ પર અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા ડેટામાં જાણવા મળ્યું છે કે ચૂંટણી બોન્ડ દ્વારા ચૂંટણી દાન મેળવનારાઓમાં ભાજપ, કોંગ્રેસ, AIADMK, BRS, શિવસેના, TDP, YSR કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. રાજકીય પક્ષોને દાન આપનારાઓની યાદીમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. , પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંત લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઈન, વેલસ્પન, સન. ફાર્મા અને અન્યનો સમાવેશ થાય છે.
જેમાંથી આજે આપણે વાત કરીશું એવી ગુજરાતી કંપનીઓની કે જેણે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને દાન કર્યું છે. આપને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાંની સૌથી વધુ અનુદાન કરનારી ટોરેન્ટ ગ્રૂપની ફાર્મા અને પાવર કંપનીઓ મોખરે છે. ટોરેન્ટ, ઝાયડસ, એલેમ્બિકા, ઈંટાસ, અરવિંદ અને નિરમાનો પણ સમાવેશ થાય છે.
જો વિગતવાર નજર રાખીએ તો જાણવા મળશે કે કઈ કંપનીએ રાજકીય પાર્ટીઓને કેટલું અનુદાન કર્યું છે.
ટોરેન્ટ ગ્રૂપ – 184 કરોડ રૂપિયા
વેલસ્પન ગ્રૂપ – 55 કરોડ રૂપિયા
લક્ષ્મી મિત્તલ – 35 કરોડ રૂપિયા
ઈન્ટાસ – 20 કરોડ રૂપિયા
ઝાયડસ – 29 કરોડ રૂપિયા
અરવિંદ – 16 કરોડ રૂપિયા
નિરમા – 16 કરોડ રૂપિયા
એલેમ્બિક – 10 કરોડ રૂપિયા