મેટિની

યાદગાર ફિલ્મી ધૂનો જેમા છલકે છે હોળીની મસ્તી

પ્રાસંગિક -કૈલાશ સિંહ

હોળીના અવસરે જેટલો ઉમંગ અને મસ્તી અમારા દિલમાં આવે છે આનાથી વધારે મસ્તી અને ઉમંગનો માહોલ હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતો સર્જે છે. બોલિવુડના આમ તો અનેક ઓઈકોનિક સોન્ગ છે જે હોળીના બીજા દિવસે ધુળેટીમાં દશકોથી આખા દેશમાં વગાડવામાં આવે છે. હકીકત એ છે કે જ્યારથી બોલકી ફિલ્મો બનવા માંડી ત્યારથી ફિલ્મોમાં હોળીના ગીતો મોટે પાયે વાગવા માંડ્યા. હોળીના અવસરે ફિલ્મ શોલેનું ગીત ખાસ સંભળાય છે. જેના શબ્દો છે -હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ, રંગો મેં રંગ મિલ જાતે હૈ.. આ ગીત આનંદ બક્ષીએ લખ્યું છે, પરતુ થોડા લોકોનું માનવું છે કે આવું જ ગીત સાલ ૧૯૪૬માં આવેલી ફિલ્મ ‘રંગીલા રાજા’માં પણ હતું જે હવે અલોપ થઈ ગયું છે, પરંતુ તેની ધુન અને શબ્દો તેને મળતા છે. જે પણ હોય, પરંતુ એક બાબત નિશ્ર્ચિત છે કે આ ગીત ફક્ત તહેવારના સમયે મનમાં હર્ષ ભરે છે એટલું જ નહીં પણ જીવન જીવવાનું દર્શન પણ કરાવે છે. કહેવાનો અર્થ એ છે કે જૂની વેરઝેર ભૂલીને દોસ્તો અને દુશ્મનો એકબીજાને ગળે મળે છે. આના પહેલાં ફિલ્મ ‘મધર ઈન્ડિયા’નું એક ગીત લોકપ્રિય છે જે હોળીના અવસરે વગાડવામાં આવે છે. તેના બોલ છે -હોલી આઈ રે ક્ધહાઈ રંગ છલકે, સુના દે જરા બાસુરી.

૫૦ના દાયકામાં ફિલ્મ ‘જોગન’નું એક ભજન હોળીમાં હિટ હતું. જેના બોલ છે-ડારો રે રંગ ડારો રે રસિયા. આને અલ્લડ ઉંમરની ગીતા દત્તે મીઠા અને રસભર્યા અંદાજમાં ગાયું છે. આ ભજન સાંભળીને મસ્તીનો મૂડ આવે છે. આને બુલો સી રાનીએ સંગીત પીરસ્યું હતું. સંગીતકાર અનિલ વિશ્ર્વાસે હિન્દી ફિલ્મમાં બંગાલી અને આસામી લોકધૂનો જોડીને એક મીઠી ધૂન તૈયાર કરી હતી જે હોળીના મોકામાં દર્શકોને ખુશી, પ્યાર અને મસ્તીમાં ડૂબાડી દે છે. ૧૯૫૩ની ફિલ્મ ‘રાહી’માં તેમણે પ્રેમ ધવનના ગીત ‘હોલી ખેલે નંદલાલ વ્રજ મેં’ આસામની લોકધૂન પર રચવામાં આવ્યું હતું. ઈરા મજુમદારે ગાયેલું આ ગીત સામાન્ય અને પરંપરાગત હોલી ગીતોથી ભિન્ન છે.

જોકે ફિલ્મની નવી શૈલીમાં હોળીના ગીતોનો રિવાજ ઓછો થયો. એક દોર એવોૌ જરૂર હતો કે જ્યારે દર વર્ષે કોઈને કોઈ ફિલ્મના માધ્યમથી હોળીનું યાદગાર ગીત લોકોને મળતું હતું. પચાસના દસકામાં હોળીના અનેક લોકપ્રિય ગીતોની રચના કરાઈ. જેમ કે ફિલ્મ ‘પૂજા’ (૧૯૫૪) નું યાદગાર ગીત ‘હોલી આઈ પ્યારી પ્યારી ભર પિચકારી’. આ ગીતની ખુમારી ઘટી નહોતી કે સાલ ૧૯૫૬માં ફિલ્મ ‘દુર્ગેશનંદીની’નું એક વધુ હિટ ગીત દર્શકોને મળ્યું, આના બોલ હતા-મત મારો શ્યામ પિચકારી. આ ગીતે લોકોને નાચવાની ફરજ પાડી હતી. એ જ રીતે ૧૯૫૯માં ફિલ્મ ‘નવરંગ’ આવી. તેના હોળી ગીત‘ એે જા રે નટખટ’ જબરદસ્ત હિટ થયું. આની ખાસ વાત એ હતી કે રાધા ને શ્યામ બન્નેની ભૂમિકા સંધ્યાએ જ ભજવી હતી.

હોળીથી સામાન્ય માનવી જ નહીં, પરંતુ રાજા-મહારાજા પણ આકર્ષિત થાય છે. આજ કારણ છે કે હિન્દી ફિલ્મોમાં અનેક એવા ગીત અને ધૂન છે જેમાં શાહી હોળીનું ચિત્રાંકન કરાયું છે. દાખલા તરીકે ફિલ્મ ‘કોહિનૂર’માં ટ્રેજેડી કિંગ અને ક્વિનના રૂપમાં દિલીપ કુમાર અને મીના કુમારીએ પોતાના ગંભીર ચોલાને ઉતારીને ઘણી મસ્તી કરી હતી. ગીતના બોલ હતા- તન રંગ લો જી આજ મન રંગ લો. હોળીના ગીતોના માધ્યમથી સમાજના કુરિવાજો દૂર કરવાનો પણ પ્રયાસ થયો હતો. પરંપરાગત રીતે વિધવાને હોળીના રંગોથી દૂર રખાય છે કારણ કે હોળી પ્રેમ અને મિલનનું પ્રતીક છે અને આમાં વિધવાની ઉપસ્થિતી અશુભ ગણાય છે. જોકે આ એક ખોટો સામાજિક રિવાજ છે જેના પર વિરામ લાગવો જોઈએ. આકુરિવાજ પર ત્રણ ફિલ્મમાં પ્રહારો કરાયા. સાલ ૧૯૬૬માં આવેલી ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર‘ માં ધર્મેન્દ્ર હીરો હતો. આ ફિલ્મમાં મીના કુમારી વિધવાની ભૂમિકામાં હતી અને ધર્મેન્દ્રને તેના પર પ્રેમ હતો. આમાં હોળીની સિકવેન્સ પર ગાય છે-લાયી હૈ હજારો રંગ હોલી
આજ રીતે ફિલ્મ ‘કટી પતંગ’માં રાજેશખન્ના વિધવા આશા પારેખ માટે ગાય છે કે -આજ ન છોડેંગે હમજોલી, ખેલેંગે હમ હોલી..

ફિલ્મ શોલેમાં ગબ્બર સિંહની ભૂમિકા ભજવતા અમજદ ખાનનો આ ડાયલોગ આજે પણ દર્શકોના મોંઢા પર છે-હોલી કબ હૈ..કબ હૈ હોલી. અમજદ જેવો એ ડાયલોગ બોલે છે કે પડદા પર હોલીની મસ્તી છવાઈ જાય છે અને ગામડાના લોકો સાથે મળીને ધર્મેન્દ્ર અને હેમા માલીની ‘હોલી કે દિન’ ગીત ગાય છે. આ ગીતનું મુખ્ય પાસું એ છે કે વિધવા જયા ભાદુડી અને અમિતાભ બચ્ચન ઈશારોમાં ઈશારોમાં પ્રેમની અભિવ્યક્તિ કરે છે. હોળીના તરંગમાં વ્યક્તિ તેના મનની જે વાત છુપાવવા માગે છે એ જાહેરમાં આવી જાય છે.

૧૯૮૧ની ફિલ્મ ‘સિલસિલા’માં અમિતાભ બચ્ચનને પ્રેમિકા રેખાને છોડીને જયા ભાદુડી સાથે લગ્ન કરવા પડે છે અને રેખાનો વિવાહ સંજીવ કુમાર સાથે થાય છે. હોળીના અવસરે ચારો એક જગ્યાએ મળે છે અને અમિતાભ બચ્ચન ‘સામાજિક લોકલાજ’ને નેવે મૂકીને પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા સાથે ફ્લર્ટ કરતાં ‘રંગ બરસે ભીગી ચુનર વાલી’ ગીત ગાય છે.

હોળીના બીજા યાદગાર ગીતો છે-‘ફાગુન આયો રે’ (ફાગુન,૧૯૭૩), ‘હોલી આઈ, હોલી આઈ’ (મશાલ,૧૯૮૪), ‘અંગ સે અંગ લગાના’ (ડર. ૧૯૮૩), હોલી ખેલે રઘુવીરા અવધ મેં’ (બાગબાન,૨૦૦૩), ડુ મી ફેવર, લેટસ પ્લે હોલી’ (વક્ત, ૨૦૦૫), ‘બલમ પિચકારી’ ( યે જવાની યે દિવાની, ૨૦૧૩) અને ‘લહૂ મુંહ લગ ગયા’ ( રામલીલા, ૨૦૧૪)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…