મરણ નોંધ

હિન્દુ મરણ

કંસારા
મૂળ સૂરત નિવાસી, હાલ સાંતાક્રુઝ, ગં.સ્વ. સુલોચનાબેન શ્રોફ (ઉં.વ. ૮૧) તે તા. ૧૨-૩-૨૪ને મંગળવારનાં શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. મધુસુદન ઈશ્ર્વરલાલ શ્રોફનાં ધર્મપત્ની. સ્વ. લીલાવતી ઈશ્ર્વરલાલ શ્રોફનાં પુત્રવધૂ. સ્વ. જશકુંવરબેન મોતીલાલ મિસ્ત્રીનાં પુત્રી. પિનાકિનભાઈ, ધર્મેન્દ્રભાઈ તથા કેતનભાઈનાં માતુશ્રી. અ.સૌ. હેમા, અ.સૌ. અનિતા તથા અ.સૌ. દિપ્તીના સાસુજી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. દેવકાબેન પ્રેમજીકારાભાઈ સચદેના સુપુત્ર મહેન્દ્રભાઈ (પપીભાઈ)નાં ધર્મપત્ની. અ.સૌ. કમળાબેન (ઉં.વ. ૬૯) તા. ૧૩-૩-૨૪નાં ચેમ્બુર મુંબઈ અક્ષરનિવાસી થયા છે તે સ્વ. જમનાબેન, સ્વ. ડુંગરશીભાઈ ખટાઉ માથકીયા અંજારવાલાનાં મોટા દીકરી. હરીશભાઈ, સ્વ. મુકેશભાઈનાં બેન. લતાબેન, સ્વ. હરીશભાઈ રાયમંગીયાનાં (સાંગલીવાળા)અને શ્રીમતી. જ્યોતિબેન હરેશભાઈ નકવાણીનાં મોટાબેન. ચી. સંદીપભાઇ (બબલુ)બીનલબેનનાં માતુશ્રી. પ્રાર્થનાસભા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રહેઠાણ: ૧૨/એે, રાધાકૃષ્ણ, ૨જે માળે, ઠઠાનગર પેસ્તમ સાગર રોડ નં. ૩, ચેમ્બુર-મુંબઈ-૪૦૦૦૮૯.
ચીખલી મોઢ વણિક
આશીત ગાંધી (ઉં.વ. ૬૨) તે સ્વ. અરવિંદભાઈ તથા સ્વ. કોકિલાબેનના પુત્ર. સ્વાતિના પતિ. શિવાંગી, ઉન્નતિના પિતા. પ્રણવ-મિતા, માધવી બૈજુભાઈ મહેતાના ભાઈ. ઈન્દુમતી મનસુખલાલ શેઠના જમાઈ. તા. ૧૧-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૫ માર્ચના રોજ સાંજે ૫થી ૬.૩૦, સંન્યાસ આશ્રમ, વિલેપાર્લે (વેસ્ટ).
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મૂળ હાંસોટ, જિલ્લા અંકલેશ્ર્વર નિવાસી હાલ અંધેરી-પાર્લા નિવાસી જાહનવી શેઠ (ઉં.વ. ૫૯) તા. ૧૩-૩-૨૪, બુધવારના દેવલોક પામ્યા છે. તે ચેતનભાઈ શેઠના પત્ની. સ્વ. અરવિંદભાઈ અને અનસુયાબેનના પુત્રવધૂ. જશ અને જીયાના મમ્મી. તેજલ જિજ્ઞાસ ચેરીના ભાભી. સ્વ. સત્યેન્દ્રભાઈ નટવરલાલ વેપારી અને સ્વ. નંદનબેન વેપારીના પુત્રી. કશ્યપ, સ્વ. ભરતભાઈ, અરુંધતિબેનના બહેન. તેમની પ્રાર્થનાસભા તા. ૧૬-૩-૨૪ના શનિવારે ૫.૦૦થી ૭.૦૦ સ્થળ: કિશનચંદ વાલેચા હોલ, વિદ્યાનિધી ઈન્સ્ટિટ્યુટ ઓફ આર્કિટેક્ચર અને એનવાયરમેન્ટલ સ્ટડીસ, વિદ્યાનિધી ભુવન, વિદ્યાનિધી માર્ગ, જેવીપીડી સ્કીમ, જુહુ વિલેપાર્લે. લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા મોઢ માંડલિયા વણિક
રોહા નિવાસી હાલ કાંદીવલી સ્વ. વિજયાબેન રતિલાલ હીરાચંદ ગાંધીના પુત્ર હર્ષદ તા. ૧૧-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. હીનાના પતિ. ધારા હર્ષિલ શાહ, અમિ કરણ બારાઈના પિતાશ્રી. નરેન્દ્રભાઈ, કિરીટભાઈ, મુકેશભાઈ, દિલીપભાઈ, બીનાબેન સુરેશકુમારના ભાઈ. ઉનાવાળા સ્વ. ચુનીલાલ પ્રાણજીવનદાસ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, ૧૬-૩-૨૪ના ૫ થી ૭. સ્થળ: ડિવાઈન બેંકવેટ, સી-૬૧૬, આરડીપી ૧૦, ચીકુવાડી, સ્ટાર બજાર, ઉટોપીયા ગાર્ડન ગ્રોવ મોલ, બોરીવલી (વે).
મેઘવાળ
રાજકોટ (વાવડી) ગામ હાલ દાદર, ગોતમનગર નિવાસી સ્વ. અમૃતભાઈ લાખાભાઈ રાઠોડ (ઉં. વ. ૬૬) ૯-૩-૨૪ના રામશરણ પામ્યા હતા. તેઓ કિરણભાઈ, વિજયભાઈ, વિમળાબેન રાઠોડના કાકા. મુસ્કાન અને માલીની, જયાબેન, જયોત્સનાના સસરા. દીનાબેન, હંસાબેનના ભાઈ. વિનોદ, અજય, લલિતના ંમામાશ્રી. મારૂ પરિવારના ભાણેજ. યશ, ઈશા, પ્રિયલ, રુદ્રેશ, ભાવિકા, પ્રથમના દાદા. બારમું (કારજ) ૧૫-૩-૨૪, શુક્રવારના ૬ કલાકે નિવાસ સ્થાને ગોતમ નગર, દાદા સાહેબ ફાળકે રોડ, જૂની ટ્રાન્ઝીટસ કેમ્પ, ૬૪/૯, દાદર (ઈ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી
વઢવાણ નિવાસી હાલ વાશી ગં. સ્વ. વિમળાબેન શાહ (ઉં. વ. ૮૬) (નાથાભવનવાળા) તા. ૧૨-૩-૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.પ્રમોદકુમાર મુલજીભાઇના ધર્મપત્ની. તે સંદીપકુમાર, બેલા અશોક વોરા તથા લીના સમીર કોટીચાના માતુશ્રી. તે દિપાલી-દિપ્તીના સાસુ. દૃષ્ટિ-વેદ અને કાવ્યના દાદી. તે સ્વ. સુરેશ-કીર્તિ-જગદીશના ભાભી. તે પિયર પક્ષે સ્વ. જીવનલાલ ચુનીલાલ દોશીના પુત્રી. પ્રાર્થનાસભા તા. ૧૫-૩-૨૪ના શુક્રવારે ૪થી ૬. ઠે. એસ. એન. ડી. ટી. કોલેજ, કિંગ સર્કલ, રફી અહેમદ કીડવાઇ રોડ.
કપોળ
મહુવાવાળા સ્વ.તુલસીદાસ મોહનલાલ ચિતલિયાના પુત્ર અનંતરાય ચિતલીયા (ઉં. વ. ૭૮) હાલ વિરાર તા.૧૩/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ. બિંદિયા અસીમ, સ્વીટી રોહિતના પિતા. ગુણવંતરાય, ભાનુબેન ભગવાનદાસ, સ્વ. કંચનબેન વસંતરાય, મધુબેન યોગેશભાઈ, સ્વ. રંજનબેન પ્રવિણકુમારના ભાઈ. ધંધુકાવાળા સ્વ. અમૃતલાલ કેવળદાસના જમાઈ. પ્રાર્થનાસભા ૧૫/૩/૨૪ના ૫ થી ૭. કાંદિવલી લોહાણા મહાજણવાડી, પહેલે માળે, એસ.વી.રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
દસ ગામ પંચાલ
ગામ પલસાણાના હાલ અંધેરી પ્રવિણચંદ્ર નારણદાસ પંચાલ (ઉં. વ. ૮૮) તા:-૧૦-૩-૨૪ને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે વિમલા (શોભાબેન)ના પતિ. તે કૌશિકભાઈ, પરેશભાઈના પિતાશ્રી. તે નિતાબેન, પૂનમબેનના સસરા. તે સ્વ.ગીરધરભાઇ, સ્વ.અરવિંદભાઈ, ભરતભાઇ, ગં. સ્વ. જશુબેન, ગં. સ્વ.પુષ્પાબેન, તથા ગં. સ્વ. પદમાબેનના ભાઈ. સ્વ.ઈશ્ર્વરભાઈ ઘેલાભાઈ દમણવાળાના બનેવી. તેમની પ્રાર્થનાસભા તા. ૧૬-૦૩-૨૪ને શનિવારે ૪ થી ૬. જોગી જાગીર હૉલ, પારસી વાડા સ્મશાનભૂમિ મુક્તિધામ, અંધેરી હાઇવે પાસે, સહાર રોડ અંધેરી પૂર્વ , લૌકીક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button