પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. ૧૫-૩-૨૦૨૪
આચાર્ય સુંદર સાહેબની પુણ્યતિથિ
ભારતીય દિનાંક ૨૫, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૬
પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ગાથા ૧ અહુનવદ
મુુસ્લિમ રોજ ૪થો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર કૃત્તિકા સાંજે ક. ૧૬-૦૭ સુધી, પછી રોહિણી.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૦, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૫-૫૩, મધ્યરાત્રિ પછી ક. ૩-૨૭ (તા. ૧૬)
ઓટ: સવારે ક. ૦૮-૫૬, રાત્રે ક. ૨૧-૩૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – ષષ્ઠી. આચાર્ય સુંદર સાહેબની પુણ્યતિથિ (સચ્ચિદાનંદ સંપ્રદાય), ગોરુપીણી ષષ્ઠી (બંગાળ), મંગલ કુંભમાં સાંજે
ક. ૧૮-૦૯.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: ભૂમિ-ખાત મુહૂર્ત. વિનાયક પૂજા, શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા, ભગવાન સૂર્યનારાયણનું પૂજન અગ્નિ દેવતાનું પૂજન, ઉંબરાના વૃક્ષનું પૂજન, માલ વેચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું. શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન, સાંજ પછી ધ્રુવ દેવતાનું પૂજન, અગાઉ વાસ્તું પૂજા થયેલ ઘરમાં રહેવા જવું, મંદિરમાં પાટ અભિષેક પૂજા, મુંડન કરાવવું નહીં, ધજા કળશ ચઢાવવી. બગીચાનાં કામકજ, દસ્તાવેજ, દુકાન, વેપાર, નોકરી, બી વાવવું, નવાં વસ્ત્રો, આભૂષણ, ધાન્ય ભરવું, ધાન્ય વેચવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નામકરણ, દેવ દર્શન, અન્નપ્રાશન, મિત્રતા કરવી, લાંબા સમયનાં ઉપયોગી કામકાજ. મંગળ કુંભ રાશિમાં તેજીકારક છે. મંગળ કુંભ રાશિમાં તા.૧૫માર્ચથી તા.૨૩ એપ્રીલ સુધી રહે છે. શેરબજારમાં તેજી સામાન્ય રહેશે. અનાજ, સોનું, ગોળ, ખાંડમાં તેજી, રૂ, ચાંદીમાં મોટી વધઘટ.
આચમન: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ પ્રાસંગિક જવાબદારીમાં સાવધાની દાખવવી જરુરી છે. ચંદ્ર-શનિ ચતુષ્કોણ કામકાજમાં પરિવર્તનો રહે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ (તા. ૧૬),
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-મકર/કુંભ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત