શાપિત છે બોલીવૂડની આ બ્યુટીફૂલ એક્ટ્રેસ? જાણો એક્ટ્રેસે શું કહ્યું ઈન્ટરવ્યુમાં….
Aishwarya Rai Bachchan છેલ્લાં કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફ કરતાં પ્રોફેશનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે અને એમાં પણ ખાસ કરીને Bachchan’s સાથેના તેના સંબંધોને કારણે તે દર બીજા દિવસે ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.
ઈન્ડસ્ટ્રીમાં અને સોશિયલ મીડિયા પર એવી ચર્ચા પણ થઈ રહી છે કે બચ્ચન પરિવાર અને Aishwarya વચ્ચે સબ કુછ ઠીક નથી, પરંતુ હજી સુધી ન તો Aishwarya કે ન તો બચ્ચન પરિવાર દ્વારા આ મામલે ખુલીનો કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે. ખેર, આ તો વડે લોગ ઔર વડી વડી બાતેં… પણ આજે અમે તમને અહીં Aishwaryaના એક એવા સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ છે. ચાલો જોઈએ શું છે Aishwaryaનું આ સિક્રેટ…પણ Aishwaryaનું આ સિક્રેટને લઈને કંઈક અલગ જ કહેવું છે..
વાત જાણે એમ છે કે Abhishek Bachchan સાથે Aishwarya Rai Bachchanના આ બીજા લગ્ન છે. જી હા, અભિષેક સાથે લગ્ન કરતાં પહેલાં ઓલરેડી Aishwaryaના એક લગ્ન થઈ ચૂક્યા હતા. અભિષેક સાથે લગ્ન પહેલાં Aishwaryaના લગ્ન એક ઝાડ સાથે કરાવવામાં આવ્યા હતા. આ માટે એવું કારણ આપવામાં આવે છે કે કોઈ ગ્રહદોષના નિવારણ માટે આ લગ્ન કરાવવામાં આવ્યા હતા. રિપોર્ટ્સની વાત માનીએ તો Aishwarya માંગલિક છે અને એટલે જ તેના લગ્ન ઝાડ સાથે કરાવવામાં આવ્યા હતા.
જોકે, આ આખા મામલે Aishwaryaનું કંઈક અલગ જ માનવું છે. 2007માં Aishwarya અને અભિષેકના લગ્ન થયા હતા અને તેના એક વર્ષ બાદ એટલે કે 2008માં આપેલા એક ઈન્ટરવ્યુમાં Aishwaryaએ જણાવ્યું હતું કે મારા લગ્ન પહેલાં મારા માટે ઘણી બધી અલગ અલગ વાતો કરવામાં આવી હતી. એટલું જ નહીં લોકો તો મને શાપિત મહિલા પણ કહેતાં હતા. પણ હકીકતમાં એવું કંઈ જ નથી. એટલું જ નહીં લોકોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે મારા લગ્ન એક ઝાડ સાથે કરાવવામાં આવ્યા હતા અને ખરેખર આ બધું ખૂહ જ ચોંકાવનારું છે.