સ્પેશિયલ ફિચર્સ

Dog lovers: હવે તમે આ 23 બ્રીડના ડૉગ તમારા ઘરે નહીં પાળી શકો, ને જો પાળ્યા હોય તો…

નવી દિલ્હી: રખડતા શ્વાનની સાથે સાથે પાલતુ શ્વાન દ્વારા પણ હુમલાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને પિટબુલ ટેરિયર, અમેરિકન બુલડોગ, રોટવેઇલર અને માસ્ટિફ સહિત 23 જાતિના આક્રમક કૂતરાઓના વેચાણ અને સંવર્ધન પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવેલી સૂચનાઓમાં લોકોને 23 કૂતરાઓની જાતિઓને પાળતુ પ્રાણી તરીકે રાખવા પર પ્રતિબંધ છે. આટલું જ નહીં, કેન્દ્રએ એ પણ નિર્દેશ આપ્યો છે કે જેમની પાસે આમાંથી કોઈ પણ જાતિના પાલતુ કૂતરા છે, તેમને વધુ પ્રજનન ન થાય એટલે કે હવે આ પ્રજાતિના puppies પણ ન આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે.

પશુપાલન અને ડેરી વિભાગે જણાવ્યું હતું કે તેમને નાગરિકો, નાગરિક મંચો અને પશુ કલ્યાણ સંસ્થાઓ તરફથી રજૂઆતો મળી છે કે કૂતરાઓની અમુક જાતિઓને પાળતુ પ્રાણી તરીકે રાખવા અને અન્ય હેતુઓ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. પેનલે 23 કૂતરાઓની જાતિઓ ઓળખી છે, જેમાં મિક્સ અને ક્રોસ બ્રીડિંગનો સમાવેશ થાય છે, જે આક્રમક હોવાથી આસપાસના લોકો માટે જીવનું જોખમ બને છે.

પીટબુલ ટેરિયર, ટોસા ઇનુ, અમેરિકન સ્ટાફોર્ડશાયર ટેરિયર, ફિલા બ્રાઝિલીરો, ડોગો આર્જેન્ટિનો, અમેરિકન બુલડોગ, બોઅરબોએલ કંગાલ, સેન્ટ્રલ એશિયન શેફર્ડ ડોગ અને કોકેશિયન શેફર્ડ ડોગ એ જાતિઓમાં સામેલ છે જે કેન્દ્ર દ્વારા પ્રતિબંધિત કરવાની માંગ કરવામાં આવી છે. અન્ય જાતિઓમાં દક્ષિણ રશિયન શેફર્ડ, ટોર્નજાક, સરપ્લાનિનાક, જાપાનીઝ ટોસા અને અકીતા, માસ્ટિફ, ટેરિયર્સ, રોડેસિયન રિજબેક, વુલ્ફ ડોગ, કેનારીયો, અકબાશ ડોગ, મોસ્કો ગાર્ડ ડોગ, કેન કોર્સો અને બેન્ડોડોગનો સમાવેશ થાય છે.

નિષ્ણાત પેનલની ભલામણોને ટાંકીને, પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પાળેલા કૂતરા તરીકે આયાત, સંવર્ધન, વેચાણ અને અન્ય હેતુઓ માટે ઉપરની પ્રજાતિઓ, જેમાં ક્રોસ બ્રીડ્સનો સમાવેશ થાય છે તેને પ્રતિબંધિત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button