Ranji Trophy Prize Money: મુંબઈની ટીમ પર પૈસાનો વરસાદ, જાણો કેટલી મળશે રકમ?
મુંબઈ: રણજી ટ્રોફી (Ranji Trophy 2024 Prize Money)ની ફાઇનલ મેચમાં મુંબઈએ 169 રનથી જીત મેળવી નવો ઈતિહાસ બનાવ્યો છે. આજની મેચ મુંબઈ જીતતા 42મી વખત રણજી ટ્રોફીનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. અજિંક્ય રહાણેના સુકાનીવાળી મુંબઈ ટીમના મુશીર ખાન, શાર્દુલ ઠાકુર અને શ્રેયસ અય્યરના જોરદાર પર્ફોર્મન્સથી મુંબઈએ શાનદાર જીત મેળવી હતી. જોકે વિદર્ભ સામેની જીત માટે મુંબઈને મોટી રકમ પ્રાઇઝ મની તરીકે મળતા ખેલાડીઓએ પણ મબલખ કમાણી કરી છે.
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા ડોમેસ્ટિક ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ઈનામની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. પહેલા રણજી ટ્રોફીની વિજેતા ટીમને બે કરોડ અને રનર-અપ ટીમને એક કરોડ રૂપિયા આપતા હતા, પણ આ વર્ષથી રણજી ટ્રોફી વિજેતાને પાંચ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરતાં ખેલાડીઓ ખુશ ખુશાલ થયા છે.
વિદર્ભને 169 રનથી હરાવી અજિંક્ય રહાણેની કેપ્ટન્સી હેઠળ મુંબઈને જીત મેળવી હતી. આ ટૂર્નામેન્ટમાં ઈનામ તરીકે મુંબઈને પાંચ કરોડ રૂપિયા મળ્યા છે વિદર્ભને પણ ત્રણ કરોડ રૂપિયાની રકમ મળી છે. એક અહેવાલ મુજબ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મેળવી મુશીર ખાનને તેના શાનદાર પર્ફોર્મન્સ માટે 50 લાખ રૂપિયાની રકમ ઈનામ તરીકે આપવામાં આવી હતી.
વિદર્ભ અને મુંબઈ મેચની વાત કરીએ તો પહલી ઇનિંગ્સમાં 105 રન બનાવી વિદર્ભ ઓલઆઉટ થઈ ગઈ હતી અને બીજી ઇનિંગ્સમાં 368 રન બનાવ્યા હતા. વિદર્ભની સામે મુંબઈએ પહલી ઇનિંગ્સમાં 224 રન અને બીજી ઇનિંગ્સમાં 418 રનોની જોરદાર ફટકાર કરી 169 રનથી જીત પોતાના નામે કરી હતી.