આપણું ગુજરાત

ભાજપના આવાસ કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્તાન ખુલ્લું પડ્યું

પ્રદ્યુમ્ન પાર્ક પાસે ગેરકાયદે ઓરડીઓ અને મકાનો બનાવી ભાડે આપવાની ધંધો ખોલી નાખ્યો હતો. સરકારી જમીન ઉપર કબજો કરી કવાભાઈ ધનપતિ બની ગયા છે. સરકારી જમીન ઉપર 100 ઓરડીઓ બનાવી ભાડે આપી દીધી છે. પોલીસ વેરિફિકેશન વગર ઓરડીઓ ભાડે આપવાની ગોરખધંધો ક્યારથી ચાલે છે તે તપાસનો વિષય છે.

અનેક ઓરડીઓ બારોબાર વેંચી પણ નાખી હોવાની આશંકા સેવાઈ રહી છે. વિગત પ્રમાણે કાર્ય પદ્ધતિ જોઈએ તો વિસ્તારમાંથી જાણવા મળ્યું છે કે પહેલા ઢોર બાંધવાના, ઢોર બાંધી કબ્જો કર્યા બાદ ઓરડી બાંધી વિસ્તારમાં કબજો કરવાનો અને ત્યાર પછી એ ઓરડિઓ ભાડે આપવાની અથવા તો વેચી નાખવાની.

આ સંદર્ભે ભાજપના નગરસેવક વજીબેનનાં ઘરવાળા ને તંત્રનું મુક સમર્થન હોવાનું ચર્ચા રહ્યું છે. આવડું મોટું કૌભાંડ થયું હોય અને ઘણા વખતથી ચાલતું હોય છતાં તંત્રના ધ્યાનમાં ન આવે તો તંત્ર કેવું ઘોર નિંદ્રામાં છે તેવું લોકો પૂછી રહ્યા છે. જોકે છેલ્લા સમાચાર મળ્યા મુજબ બંને મહિલા કોર્પોરેટરો તેમના પતિદેવોના કરતૂતને કારણે અને તેમની મુખ સંમતિ હોય તેવું પ્રથમ દર્શી લાગતા છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ થયા છે. અને તપાસ સમિતિ તપાસ આગળ વધારી વધારે વિગતો આવતીકાલ સુધીમાં આપશે તેવું કહેવાય રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button