નેશનલ

CJI DY ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના રસોઇયાની દીકરીનું કર્યું સન્માન, કારણ જાણો

નવી દિલ્હીઃ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક દ્રશ્ય જોવા મળ્યું જેણે સાબિત કરી દીધું કે પ્રતિભા સંજોગો ઉપર નિર્ભર નથી હોતી. સુપ્રીમ કોર્ટમાં રસોઈયા તરીકે કામ કરનાર અજય કુમારની પુત્રીને કાયદાનો અભ્યાસ કરવા માટે અમેરિકાની બે યુનિવર્સિટીમાંથી સ્કોલરશીપ મળી છે. આ વાતથી CJI DY ચંદ્રચુડ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા અને તેમણે સુપ્રીમ કોર્ટના રસોઈયાની પુત્રીનું સન્માન કર્યું હતું.

સુપ્રીમ કોર્ટનું દૈનિક કામ શરૂ થાય તે પહેલા જ CJI દ્વારા અન્ય સાથે જજોને એકઠા કરવામાં આવ્યા હતા અને તેમને બધાને રસોઇયાની પુત્રી વિશે માહિતી આપવામાં આવી હતી. જ્યારે બધાને ખબર પડી કે ઓછા સંસાધનો હોવા છતાં પણ અજય કુમારની પુત્રીએ સખત મહેનત દ્વારા આ સિદ્ધિ હંસલ કરી છે ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેઓએ બધાએ સાથે મળીને પ્રજ્ઞાનું સન્માન કર્યું હતું. પ્રજ્ઞાના માતાપિતાનું પણ ચાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે પ્રજ્ઞાએ પોતાના દમ પર આ સિદ્ધિ હાંસલ કરી છે અને તેના પર અમને બધાને જ ગર્વ છે. અમને આશા છે કે તે અભ્યાસ કરીને ભારત પરત ફરશે અને દેશની સેવા કરશે. જે રીતે સીજે દ્વારા રસોઈયાનો પુત્રીનું સન્માન કરવામાં આવ્યું અને બધા જજોએ તેમજ ઉપસ્થિત સહુએ રસોઈયાની દીકરીને પ્રોત્સાહિત કરી એ બાબતે બધાના દિલ જીતી લીધા હતા. CJI DY ચંદ્રચુડે તેને ભારતીય બંધારણ પર કેન્દ્રિત ત્રણ પુસ્તકો ભેટમાં આપ્યા હતા.

સન્માનિત થયા બાદ પ્રજ્ઞાએ જણાવ્યું હતું કે સીજેઆઈ ચંદ્રચુડ હંમેશા તેના માટે પ્રેરણારૂપ રહ્યા છે. જ્યારે પણ કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ થતું દરેક વ્યક્તિ ત્યારે તેમને જોઈ શકતો હતો. આ બાબત યુવાન વકીલોને પ્રોત્સાહિત કરે છે. તેમના શબ્દો ઘણા અમૂલ્ય છે અને તેઓ મારા પ્રેરણાસ્ત્રોત છે. CJI DY ચંદ્રચુડે પ્રજ્ઞાને ભારતીય બંધારણ પર આધારિત ત્રણ પુસ્તકો પણ ભેટમાં આપ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button