ટોપ ન્યૂઝસ્પેશિયલ ફિચર્સ

હોસ્પિટલના ચક્કર નહીં, ઘર બેઠા કરો Kidney function Test, આ રીતે રાખો સંભાળ

World Kidney Day 2024: કિડની ફંક્શન ટેસ્ટ (Kidney function test – KFT) એ સૌથી સામાન્ય ટેસ્ટમાંનું એક છે. ખાસ કરીને હૃદયરોગ, ડાયાબિટીસ અને ક્રોનિક કિડની ડિસીઝથી પીડાતા દર્દીઓએ કોઈપણ ગંભીર જોખમને ટાળવા માટે KFT કરાવતા રહેવું જોઈએ. આ ટેસ્ટી ખબર પડે છે કે પોટેશિયમ અને ક્રિએટિનિનનું લેવલ કેટલાલું હોય છે અને ભવિષ્યમાં થનાર ગંભીર ખતરાને ટાળી શકાય છે. પરંતુ આ ટેસ્ટને ટ્રેડિશનલ રીતે કરવા માટે હોસ્પિટલ જવું હેલ્થકેર સિસ્ટમ પર બોજ બની શકે છે.

લાંબી માંદગીમાં પડેલા લોકોને વારંવાર હોસ્પિટલના ધક્કા ખાવા ઘણા તકલીફ આપી શકે છે. હોસ્પિટલના ચક્કર ખાવાથી ન માત્ર દર્દીનો સમય વેડફાય છે પરન્તુય તેનાથી હેલ્થકેર સિસ્ટમ ઉપર વધારાનો બોજ પણ બને છે. એક કિડીની વિશેષજ્ઞ જણાવે છે કે હવે ઘર પર જ કિડની પરીક્ષણની સુવિધાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ઘર પર કિડની ટેસ્ટના ફાયદા

ઘર બેઠા કિડનીની તપાસ કરાવવી એ હેલ્થકેર સેવાઓમાં ક્રાંતિકારી પરિવર્તન છે. આ ટેસ્ટ દર્દીઓને અનુકૂળ પદ્ધતિ પ્રદાન કરે છે, જેથી તેમને વારંવાર હોસ્પિટલમાં જવું પડતું નથી. હૃદયની નિષ્ફળતા, ડાયાબિટીસ અથવા ક્રોનિક કિડની ડિસીઝ જેવા રોગોનું સંચાલન કરતા લોકો માટે, આ પરીક્ષણો ઘરે કરાવવામાં સમર્થ થવાથી તેમના જીવનને અનુકૂળ બનાવવામાં મદદ મળી શકે છે.

ઘરે કઈ રીતે કરવું કિડની ટેસ્ટ?

ઘરે કિડનીના કાર્યનું પરીક્ષણ કરવું એકદમ સરળ છે. માર્કેટમાં એક કીટ ઉપલબ્ધ છે, જેમાં ડાયાબિટીસ ટેસ્ટની જેમ આંગળીમાંથી લોહી કાઢીને કીટ પર લગાવવામાં આવે છે. કેટલીક કીટમાં પેશાબનો ઉપયોગ થાય છે.

જો કે, ઘરે કિડનીઓ ટેસ્ટ કરવું ભલે ઘણું સરળ લાગે, પરંતુ તેમાં ઊભા થતાં સંભવિત પડકારોના સમાધાન પણ લઈ આવવા જરૂરી છે. સૌથી પહેલા તો સાચા રિઝલ્ટની ખાતરી કરવી જરૂરી છે. જેથી કરીને દર્દીને સચોટ પરિણામ મળી શકે અને જરૂરી પગલાં લઈ શકે.

કઈ રીતે રાખવી કિડનીની સંભાળ?

સ્વસ્થ કિડની માટે અને કિડનીને લગતા રોગોથી બચવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીઝ એન્ડ ડાઈજેસ્ટિવ એન્ડ કિડની ડીસીઝ આટલી ટિપ્સને ફોલો કરવાની સલાહ આપે છે.

તમારા આહારમાં આખા અનાજ, લો ફેટ, ઓછી સોડિયમવાળા ખોરાક લો.
તાજા ફળો અને શાકભાજીનું સેવન કરો.
તમારા શરીરનું વજન નિયંત્રણમાં રાખો.
પૂરતી ઊંઘ લો.
શારીરિક પ્રવૃત્તિ કરો.
ધૂમ્રપાન કરશો નહીં.
દારૂનું વધુ પડતું સેવન ન કરો.
તાણ, ડાયાબિટીસ, બીપી અને હૃદય રોગને મેનેજ કરો.

ખાસ નોંધ: આ લેખ વાચકોની રુચિને ધ્યાનમાં રાખીને ફક્ત સામાન્ય માહિતી માટે તૈયાર કર્યો છે. અહી દર્શાવેલા કોઈ પણ પ્રયોગને અમલમાં મૂકતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત