વેપાર

આઇટીસીના શૅરમાં આવ્યો જોરદાર ઉછાળો: એમકૅપ ₹ ૩૨,૧૨૭ કરોડના સ્તરે

મુંબઇ: સ્ટેક સેલના અહેવાલોની ચર્ચા વચ્ચે આઇટીસીના શેરમાં બુધવારે લગભગ નવ ટકા સુધીનો જોરદાર ઉછાળો નોંધાયો હતો અને તેના બજાર મૂલ્યાંકનમાં રૂ. ૩૨,૧૨૭.૧૧ કરોડનો ઉમેરો જોવા મળ્યો હતો. બીએસઇ પર આ સ્ટોક સ્ટોક ૮.૫૯ ટકા વધીને રૂ. ૪૩૯ અને એનએસઇ પર કંપનીનો શેર ૮.૨૯ ટકા વધીને રૂ. ૪૩૮ થયો હતો. સવારના સત્રમાં કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન (એમકેપ) રૂ. ૩૨,૧૨૭.૧૧ કરોડ વધીને રૂ. ૫,૩૬,૪૫૩.૫૯ના સ્તરે પહોંચ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી કંપનીઓમાં તે ટોપ ગેઇનર શેર બન્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button