મરણ નોંધ

જૈન મરણ

ચૌદ ગામ વિશા પોરવાડ જૈન
ઊંઝા હાલ મલાડ અ. સૌ. સ્મિતાબેન પટવા (ઉં. વ. ૬૫) તે સ્વ. શારદાબેન સેવંતીલાલ પટવાના પુત્રવધૂ. તે ડો. સુરેન્દ્રભાઇ પટવાના ધર્મપત્ની. તે સૌરભ, સ્વપ્નિલના માતુશ્રી. ઝરણાના સાસુ. તે શ્રીયા, શ્રિતિના દાદી. તે સ્વ. કંચનબેન રમણલાલ શાહની દીકરી તા. ૮-૯-૨૩ના અરિહંતશરણ થયેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૦-૯-૨૩ના ૩થી ૫. ઠે.કપોળ વાડી હોલ, રામચંદ્રલેન એકસ્ટનસન, કાચપાડા, મલાડ (વેસ્ટ).
ઝાલાવાડી વીશા શ્રીમાળી દિગંબર જૈન
નાગનેશ સ્વ. મંજુલાબેન તથા ચંદુલાલ લાલચંદ શાહના સુપુત્ર પ્રશાંતનું દેહપરિવર્તન તા. ૫-૯-૨૩ના મંગળવારે થયેલ છે. તે ઉદયના પિતા. કાશ્મીરા, કેતકી વીરેન્દ્ર શેઠ, જયોતિના ભાઇ. સમીર અને તનવીના મામા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયણના શાંતીલાલ નાનજી ગડા (ઉં. વ. ૮૩) તા. ૫-૯-૨૩ના રાયણ મધ્યે અવસાન પામેલ છે. માતુશ્રી નાનબાઇ નાનજીના સુપુત્ર. મંજુલાબેનના પતિ. સ્વ. મુલચંદ, સ્વ. પ્રવિણ, ધનવંતી, વિનોદના ભાઇ. ગંગાબાઇ ખેતશીના જમાઇ. તુંબડીના મણીબેન કાનજી અને સુરજી (વેલજી)ના બનેવી. પુનડીના વેજબાઇ તેજશી પુંજાના દોહીત્રી વર. પ્રાર્થના રાખેલ નથી.
ભુજપુરના અમૃતલાલ ભેદા (ઉં. વ. ૮૫) તા. ૭-૯ના અવસાન પામેલ છે. વેજબાઇ શામજી પુંજાના સુપુત્ર. સરલા (સાકર)ના પતિ. ઇલાના પિતા. બચુબેન, સં.પક્ષે પૂ.સા.શ્રી ચિરતનાશ્રીજી મ.સા., કંકુબેન, ઝવેરીલાલ, રતન, મધુરી, ઉષા, હેમલતાના ભાઇ. બિદડાના હીરાવંતી વિશનજી હીરજી મારૂના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈ. શ્રા. સં.સં. કરસન લધુ હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦. ત્વચાદાન કરેલ છે.
પુનડી હાલે લાખાબાવળના ભદ્રા (સ્વ. કેતન જેવંતી કાંતિલાલ મામણીયા) બકુલ સવિતાબેન ઝવેરીલાલ શાહ (ઉં. વ. ૪૬) તા. ૭/૯/૨૩ના અવસાન પામેલ છે. ટ્વીંકલ, હર્ષ, રોનકના માતૃશ્રી. ઇન્દુબેન કાંતિલાલના પુત્રી. મનીષના બહેન. ત્વચા, ચક્ષુ અને દેહ દાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. સરનામું બકુલ શાહ, ડી/૩, સાઈ આંગણ, આંબાવાડી, નાલાસોપારા-૪૦૧૨૦૯.
હાલાપુરના ખેરાજ હંસરાજ છેડા (ઉં. વ. ૯૬) તા. ૭-૯-૨૩ના અવસાન પામેલ છે. રાણબાઇ હંસરાજના પુત્ર. હંસાબેનના પતિ. વસંત, મહેન્દ્ર, ચંદ્રિકા, નીતાના પિતાશ્રી. મેઘજી, તલકશી, કેશવજી, ખેતબાઇ, રતનબેન, જવેરબેનના ભાઇ. હાલાપુર સુંદરબેન કાનજી મારૂના જમાઇ. પ્રા. રવિવાર, તા. ૧૦-૯-૨૩ના ૪ થી ૫.૩૦ ક. ઠે. હીરાવતી હોલ, ટાગોર રોડ, પોદાર સ્કુલની બાજુમાં, સાંતાક્રુઝ (વે).
માપરના રતનશી મેઘજી જાગાણી (ગાલા) (ઉં. વ. ૮૩) ૭-૯ ના અવસાન પામેલ છે. રતનબાઇ મેઘજી હંસરાજના પુત્ર. વિજયાબેનના પતિ. વાસંતી, મૂકેશ, હીના, મયુરના પિતા. હેમલતા, ખીમજી, માવજી, કાંતીલાલ, ઝવેરચંદના ભાઇ. નારણપુરના નાથબાઇ/ બાયાંબાઇ કોરશી નરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મૂકેશ ગાલા, ૧૦૧, માતૃછાયા, કિશન નગર નં.૧, મુલુંડ ચેકનાકા, થાણા-૬૦૪.
નાની તુંબડીના જયાબેન ગાંગજી સાવલા (ઉં. વ. ૮૪) તા.૮-૯-૨૩ના અવસાન પામેલ છે. પાનબાઈ ધરમશીના પુત્રવધૂ. સ્વ.ગાંગજીના પત્ની. ચેતન, હેમંત, સ્વ.પંકજ, ભાવનાના માતુશ્રી. ફરાદ્રી લક્ષ્મીબેન મેઘજી ખીમજી ગાલાના પુત્રી. જાદવજી, ખુશાલ, જતીન, કસ્તુર, સરોજના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ડો. દીના હેમંત સાવલા. સી-૯૦૫, જલારામ પાર્ક, એલ.બી.એસ.રોડ, સોનાપુર સિગ્નલ, ભાંડુપ (વે).
મહેસાણા દશા શ્રીમાળી જૈન
મહેસાણા નિવાસી સ્વ. શારદાબેન જયંતીલાલ કેશવલાલ વોરાના સુપુત્ર જતીનના ધર્મપત્ની આશા (ઉં. વ. ૬૨) તા ૮.૯.૨૩ના અરિહંતશરણ પામેલ છે. જે જીમીતના માતુશ્રી. સોનમના સાસુ. તે હસુબેન, હેમેન્દ્રભાઈ, કેતનભાઇના ભાભી. તેમજ પિયર પક્ષે સુઈગામ નિવાસી સ્વ. શાંતિબેન રમણીકલાલ દોશીના સુપુત્રી. તેમની પ્રાર્થના સભા તા. ૧૦. ૯.૨૦૨૩ ના રવિવારના ૩ થી ૫. સ્થળ: શ્રી મુંબઈ પાટીદાર સમાજ વાડી, ૬, ફ્રેન્ચ બ્રિજ, મફતલાલ બાગ, મુંબઈ-૭. પિયર પક્ષનું બેસણું પણ ઉપરના સ્થળે
રાખેલ છે.
કાળધર્મ
અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજીમ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી, અચલગચ્છાધિપતિ પ.પુ.આ.ભ.શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના આજ્ઞાવર્તીની પ.પૂ. સાધ્વીશ્રી ગુણોદયશ્રીજી મ.સા.ના શિષ્યા સંઘસ્થવીરા પ.પૂ. સાધ્વીશ્રી વિશ્ર્વોદયશ્રીજી મ.સા. ૯૦ વર્ષની ઉંમરે શનિવાર, તા. ૯-૯-૨૩, કચ્છમાં કાળધર્મ પામ્યા છે. તે સંસાર પક્ષે વેલબાઇ (આસુડીબાઇ) વિજપાર ધનાભાઇ દેઢીયા કચ્છ ગામ-ભુજપુરવાલાની સુપુત્રી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?