મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ એરુ (હાલ મલાડ)ના સ્વ. શાંતાબેન બાબુભાઈ પટેલના પતિ બાબુભાઈ (કીકાભાઈ) સુખાભાઈ પટેલ (ઉં.વ. ૮૩) શનિવાર, તા. ૨-૯-૨૩ના દેવલોક પામ્યા છે. તે મિલનભાઈ, અંજુબેન, મનીષાબેન, વૈશાલીબેનના પિતા. વર્ષાબેન, પ્રવિણભાઈ, ભરતભાઈ, સતીષભાઈના સસરા. ઈશાનના દાદા. રોહિત, ચિરાગ, પ્રિયલ, હર્ષીલ, રોમિલના નાના. તેમની બારમાની પુષ્પાણીની ક્રિયા બુધવાર, તા. ૧૩-૯-૨૩ના ૩થી ૫ રાખેલ છે. સ્થળ: મિલન બાબુભાઈ પટેલ, વિનાયક ટાવર, પમા માળે, પુષ્પા પાર્ક, મલાડ (પૂ.).
ઔદિચ્ય સહસ્ત્ર બસીયા બ્રાહ્મણ
અડપોદરા હાલ ભિવંડી વિનોદભાઈ પંડ્યા (ઉં.વ. ૬૩) તે શકરીબેન અને સ્વ. વાડીલાલ પંડ્યાના પુત્ર સ્વ. ચંદ્રિકાબેનના પતિ. સ્વ. કલ્પેશ પંડ્યા, ભાવના હાર્દિક પંડ્યા, શીતલબેન રવિભાઈ ત્રિવેદી, ફાલ્ગુનીબેન હર્ષદભાઈ હરિયા, મીત્તલબેન સુમીતભાઈ ગુઢકાના દીકરી-જમાઈ. પુનમબેન દિનેશભાઈ પંડ્યા, સ્વ. પદ્માબેન બાલાશંકર પંડ્યા, ગં.સ્વ. અરુણાબેન ભૂપેન્દ્રભાઈ પંડ્યાના ભાઈ. ડુગરવાળાના શકુંતલા લક્ષ્મીદાસ પંડ્યાના જમાઈ તા. ૩-૯-૨૩ના રવિવારના કેલાશવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૧૦-૯-૨૩, રવિવારના બપોરે ૩થી ૫ ઠે: શ્રી હાલારી વિશા ઓશવાળ મહાજન વાડી, અંજુરફાટા ભિવંડી ઉત્તરક્રિયા મુંબઈ મુકામે રાખેલ છે.
સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ગં.સ્વ. ઈન્દુમતીબેન ઉપાધ્યાય તા. ૮-૯-૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વાસુદેવ હરગોવિંદ ઉપાધ્યાયના ધર્મપત્ની. સ્વ. જેઠાલાલ કરુણાશંકર દવેના સુપુત્રી. તે કનૈયાલાલ, બાલમુકુંદ, બિપિન પંકજ, હિતેન્દ્ર, ગુણવંતીબેન, આશાબેન, અલકાના માતુશ્રી. માલા, જયશ્રી, મનીષા, કૃપાલી, જલ્પા, સ્વ. દિલીપકુમાર શુકલ ગુણવંતકુમાર આચાર્ય, બ્લેઝ આમીકાટના સાસુ. તેમની પ્રાર્થનાસભા તા. ૧૦-૯-૨૩ના રવિવારે ૫થી ૭, ઠે: બ્રહ્માંડેશ્ર્વર મહાદેવ મંદિર, ગાલા નગરની સામે, જે.એન. રોડ, મુલુંડ (વે).
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
જતીન અજમેરા (ઉં.વ. ૫૭), શુક્રવાર, તા. ૮-૯-૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. પદ્માબેન અને સ્વ. પરમાણંદ હીરાચંદ અજમેરાનાં પુત્ર. તૃપ્તિબેનનાં પતિ. ઉમંગના પિતાશ્રી. સ્વ. ભારતીબેન અને કિરીટભાઈ મહેતાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ ૫થી ૭ ઠે: જલારામ હોલ, જેવીપીડી સ્કીમ, જુહુ. ચક્ષુદાન કરેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ સુમરીરોહાવાળા સ્વ. મનજી ખટાઉ કોઠારી તથા સ્વ. વિમળાબેનના મોટા સુપુત્ર ભરતભાઈ (ઉં.વ.૭૭) તે લક્ષ્મીબેનના પતિ. રાજેશ અને દિપાલી જીતેનભાઈ મોદીના પિતાશ્રી. તે સ્વ. ઉંમરશીભાઈ કોટેચાના મોટા જમાઈ તથા અશોક-પ્રજ્ઞા, સ્વ. મહેન્દ્ર-સુરેખા, જીતેન્દ્ર-મેગી-અનિલ-સ્વ. મીના, પંકજ, દક્ષા તથા ઈન્દુ મુલજીભાઈ મજેઠિયા, મૃદુલા દિલીપભાઈ ઠક્કર, નયના નીતિનભાઈ પવાણીના મોટાભાઈ. અમેરિકા મધ્યે તા ૨-૯-૨૩ના રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
સ્વ. ઠા. માવજી લીલાધર ખીયા (ધીરાવાણી) કચ્છ ગામ લખપત (કૈયારી) વાલાના ધર્મપત્ની ગં. સ્વ. સાકરબેન (ઉં. વ. ૯૦) સ્વ. ઠા. કાનજી હીરજી ગણાત્રાના સુપુત્રી. શંભુભાઈ, અ.સૌ. નયનાબેન અશોકભાઈ ઠક્કર, સ્વ. અરૂણાબેન, સ્વ. ચંદ્રકાંતના માતાજી. ઉષાબેન તથા અશોકભાઈ છગનલાલના સાસુમા. સ્વ. રામજીભાઈ, સ્વ. કરશનદાસ, તુલસીદાસ, સ્વ. બચુબેન પ્રાગજી, સ્વ. મંગળાબેન ધનજી, સ્વ. જમનાબેન નારાયણજીના ભાભી. સ્વ. સુરેશભાઈ, હંસરાજભાઈ, સ્વ. વસુબેન રાવજી, શાંતાબેન પ્રેમજીના બેન ગુરૂવાર, તા. ૭-૯-૨૩ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૦-૯-૨૩ના ૫.૩૦થી ૭. ગોપૂરમ હોલ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ રોડ, મુલુન્ડ (પશ્ર્ચિમ). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
ગં. સ્વ. સરસ્વતીબેન નારાયણજી ગાવડિયા (ઉં. વ. ૮૪) કચ્છ ગામ નલિયા હાલે ભુજ તે સ્વ. હરિરામ જેઠા રાઘવજીના પુત્રવધૂ. સ્વ. મંગલદાસ વેલજી પુરખાના પુત્રી. મુકેશ તથા સુનીલના માતા. આશા તથા હર્ષાના સાસુ. આનંદ, માનવ તથા તુલસીના દાદી તા. ૭-૯-૨૩ના પલાવા સિટી, ડોમ્બીવલી (ઈસ્ટ) શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ ભાટિયા
શૈલેષ પ્રાગજી કાપડિયા (મોરારજી વેલજીવાળા) (ઉં.વ. ૬૬) તે હેમાબેનના પતિ. સ્વ. પન્ના પ્રાગજી હરીદાસના પુત્ર. સ્વ. દિનેશભાઈના નાના ભાઈ. શીતલ નૈમિષ સીમરિયા અને રોહિતના પિતા. સ્વ. જયાબેન હંસરાજ પારેખના જમાઈ. માહિર અને ટિયારાના નાના મુંબઈ મુકામે તા. ૮-૯-૨૩ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૦-૯-૨૩ના ભાટિયા ભાગીરથી દાદીશેઠ અગિયારી લેન, મુંબઈ-૪૦૦૦૦૨માં પાંચથી છ. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
અ.સૌ. ડૉ. કિરણ (વસંતબેન) જ્યોતિપ્રકાશ ભોરકર (મહેતા) (ઉં. વ. ૮૧) તે રાજુલાવાળા સ્વ. ભાયચંદ હરગોવિંદદાસ મહેતાના પુત્રી. તે સ્વ. અમૃતલાલ, સ્વ. રમણિકલાલ, સ્વ. જશવંતરાય, સ્વ. ભુપતરાય, સ્વ. રૂક્ષ્મણીબહેન, સ્વ. પ્રભાવતીબહેન, સ્વ. રમાબહેન, જશવંતીબહેનના બહેન. તે અ.સૌ. શિલ્પા-અનિરુધ્ધ, અ.સૌ. શાલિની-સંદિપના માતુશ્રી. આરુષિ, ઓજસ, અમોઘાના દાદી. અમરેલીવાળા નારણદાસ ગોબરભાઈ વોરાના ભાણેજ તા. ૨-૯-૨૩ના નાશિક ખાતે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
ગં. સ્વ. જયાબેન (ઉં. વ. ૭૯) કુમનદાસ (બચુભાઈ) જમનાદાસ અમલાણીના ધર્મપત્ની. તે જયંતીભાઈ દીલીપભાઈ, વિનોદભાઈ, જતીનભાઈ, મનીષભાઈ તથા ગીતાબેન, ઉદયકુમાર બાટવીયાના માતુશ્રી. તે સ્વ. કસ્તુરબેન વિઠ્ઠલદાસ પ્રેમજી કાનાણીની દીકરી. તે સ્વ. જયશ્રી, સ્વ. નંદીની તથા સોનલ, નીતાના સાસુ. તે વિકાસ, ભાવીન, તેજ તથા હીરના દાદી. તે હીરાલી હર્ષ બાટવીયાના નાનીજી. તે માહીરના મોટા નાની તે તા. ૮-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેની બન્ને પક્ષની પ્રાર્થનાસભા સવારે ૧૦થી ૧૧.૩૦. સોમવાર, તા. ૧૧.૯.૨૩. સ્થળ: કાંદીવલી હાલાઈ લોહાણા મહાજનવાડી, ૨જે માળે, એસ. વી. રોડ, શંકર મંદીરની બાજુમાં, કાંદીવલી (વેસ્ટ).
મેઘવાળ
મૂળ ગામ તોતણીયાળા, જી. ભાવનગરના હાલ અંધેરી ભૂપેન્દ્ર (ભાણજી) બધાભાઇ મકવાણા (ઉં. વ. ૭૧) તે સ્વ. જેઠીબેન અને સ્વ. બધા દેવજીભાઇ મકવાણાના દીકરા મોંઘીબેનના પતિ. તે સ્વ. નારણભાઇ હીરાભાઇ સોલંકીના જમાઇ. તે નવીન અને અમિતના પપ્પા. તે જયાબેન નવીન મકવાણા અને દક્ષાબેન નિલેશ મકવાણાના સસરાનું તા. ૫-૯-૨૩ના રોજ અવસાન થયું છે. બારમાની વિધિ સોમવાર, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૩, ૫-૦૦ કલાકે. સ્થળ: કમલાદેવી જૈન હાઇસ્કૂલ અને જૂનિયર કોલેજ, સર્વે નંબર ૧૧૧-ડી, ૧૪એ આરટીઓ ઓફિસ પાસે, ચાર બંગલો, અંધેરી (વેસ્ટ).
કપોળ
ભાવનગરવાળા હાલ કાંદિવલી ગં. સ્વ. જયાલક્ષ્મી રજનીકાંત જયંતીલાલ કોઠારી (ઉં. વ. ૮૫) તે ૮/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે પિયરપક્ષે સ્વ. નર્મદાબેન ખુશાલદાસ રેશમીયા ડુંગળવાડાના દીકરી. ચેતન, અમિત, સાધના તથા કેતકીના માતુશ્રી. તૃપ્તિ, પરેશ, કિરણ ચિતલિયાના સાસુ. ગં. સ્વ. ચંદ્રિકાબેન વિનોદચંદ્ર, સ્વ. ઇન્દીરાબેન અરવિંદભાઈ, સ્વ. જયાલક્ષ્મીબેન કનૈયાલાલના વેવાણ, સાર્થક-ફોરમ, જાનવી, આયુષી, શુભમ, શ્રદ્ધા ચિંતન, મનાલી કેતન, રિદ્ધિ રાહુલના બા. પ્રાર્થનાસભા ૧૦/૯/૨૩ ના ૪ થી ૬. લોહાણા બાળાશ્રમ હોલ, અતુલ ટાવરની પાસે, મથુરાદાસ રોડ, કાંદિવલી વેસ્ટ.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
માંગરોળ હાલ મુંબઈ સ્વ. રમેશ સિંઘવડ (ઉં. વ. ૬૮) તે સ્વ. ભાગરથીબેન તથા સ્વ. હરિલાલ તુલસીદાસ સિંઘવડના પુત્ર. પુષ્પાબેન મેર, ચંદ્રિકાબેન છાટબાર, મીનાબેન દિવેચા, સુધીર તથા યોગેશના ભાઈ. મધુબેન તથા તનુજાના જેઠ. ચંદુભાઈ જગડના ભાણેજ. ૬/૯/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૦/૯/૨૩ ના ૪ થી ૬. પંચનાથ મહાદેવ મંદિર, એસ. વી. રોડ, મલાડ વેસ્ટ.
કપોળ
મોટા ખૂંટવડાવાળા હાલ કાંદિવલી સ્વ. હરિલાલ પુરુષોત્તમદાસ મથુરીયાના પુત્ર રમેશચંદ્ર (ઉં. વ. ૯૦) તે સ્વ. પદમાબેનના પતિ. ડોલર, વૈશાલી તથા શ્રેયસના પિતા. હેમા, સત્યેન સંઘવી તથા તેજલના સસરા. વાસાવડવાળા સ્વ. મણિલાલ શામજી મહેતાના જમાઈ. ૫/૯/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
સિહોરવાળા સ્વ. અમુલખરાય (બાબુભાઇ) દામોદરદાસ મહેતાના પત્ની ગં.સ્વ. પુષ્પાવતી (ઉં. વ. ૮૨) તા.૬-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.ભાનુબહેન રમણિકલાલ પારેખ, સ્વ. કનૈયાલાલ, સ્વ.મંગળદાસ, સ્વ. જશવંતરાય, સ્વ.હસમુખરાય, સ્વ.રસિકભાઇના ભાભી. કેતન, કમલ, દેવ્યાનીબહેન સંદીપકુમાર મહેતા, અસ્મિતાબહેન (દર્શનાબહેન) યોગેશકુમાર મહેતાના માતુશ્રી. હીના, પ્રતિમાના સાસુજી રાજુલાવાળા કેસુરદાસ હરજીવનદાસ દોશીના દીકરી. જયદીપ, ધીમંત, ભાવિકના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૦-૯-૨૩, રવિવારે પાંચથી સાત, વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે વેસ્ટ. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઈ સુથાર
ચૂડા હાલ વિરાર સ્વ. ભગવાનદાસ અમરસી કાપડિયાના ધર્મપત્ની ગં.સ્વ. શાંતાબેન કાપડિયા (ઉં. વ. ૯૮), ગુરૂવાર, તા. ૭-૯-૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે જ્યોત્સનાબેન હસમુખલાલ, ભારતીબેન મહેશકુમાર, વીણબેન રાજેશકુમાર, જયશ્રીબેન વામનરાવ, મુકેશના માતુશ્રી. રશ્મીબેન મુકેશના સાસુ. ધવલ, બ્રિજેશ, અમૃતાના દાદી. જ્યોતિ ધવલ, નેહ બ્રિજેશ, વિપ્લવકુમાર ધંધુકિયાના દાદી સાસુ. સ્વ. તુલસીદાસ ખેતસીદાસ ચાણપુરાના પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૦-૯-૨૦૨૩ના ૪.૦૦ થી ૬.૦૦. સ્થળ- તેરાપંથી ભવન, જૈન મંદિર રોડ, શ્રેય હોટલની ગલીમાં, વિરાર-વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
સ્વ. કુ. ભારતીબેન ઉમેષચંદ્ર જોષી (ઉં. વ. ૭૨) મૂળ સુરત અને હાલ મુંબઈ , જે સ્વ. ઉમેષચંદ્ર જોષી અને સ્વ. અ.સૌ. શારદા જોષીના સુપુત્રી. સ્વ. જતીન જોષી અને શ્રી પ્રકાશ જોષીના મોટાબહેન સોમવાર તા. ૪-૯-૨૦૨૩ના રોજ દેવલોક પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?