આપણું ગુજરાત

અમદાવાદમાં ૬૦ કરોડના ખર્ચે મનપાએ ૭ માળ ઊંચું મલ્ટિલેવલ પાર્કિંગ બનાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટને સમગ્ર દેશમાં નામના મળી હોવાથી તેની શોભામાં વૃદ્ધિ કરવા માટે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ગત શનિવાર તા. ૨ સપ્ટેમ્બરે રૂ. ૨૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના રિવરફ્રન્ટના બંને કાંઠા પરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું અને હવે રિવરફ્રન્ટ પર વાહનના પાર્કિંગની સમસ્યાનો પણ અંત આવી જવાનો છે. કેમ કે રિવરફ્રન્ટના પશ્ર્ચિમ કાંઠે અટલબ્રિજની સામેના મલ્ટિલેવલ પાર્કિંગમાં શહેરીજનો ૭૦૦ કાર સહિત કુલ ૧૭૦૦ વાહનનું પાિંર્કગ કરી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ તેનાં અવનવાં આકર્ષણોથી સતત લોકોથી ઊભરાતો રહ્યો છે.શહેરના રિવરફ્રન્ટ પર લોકોના ભારે ધસારા વચ્ચે વાહનનું પાર્કિંગ ક્યાં કરવું તેની મોટી સમસ્યા રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે મનપા સત્તાવાળાઓએ રિવરફ્રન્ટ પરના આઇકોનિક અટલબ્રિજની સામે રૂ. ૬૦ કરોડના ખર્ચે સાત માળ ઊંચા મલ્ટિલેવલ પાર્કિંગનું નિર્માણ હાથ ધર્યું હતું. આ મલ્ટિલેવલ પાર્કિંગ તૈયાર થઈ જતાં તેનું મેયર , ડેપ્યુટી મેયર, સ્ટેન્િંડગ કમિટી ચેરમેન વગેરેની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. અટલબ્રિજની સામે અને એસવીપી હોસ્પિટલની બાજુમાં આવેલા રિવરફ્રન્ટ રોડ પરના આશરે ૮૭૧૦ ચોરસ મીટરના પ્લોટમાં આ મલ્ટિલેવલ પાર્કિંગ બનાવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button