નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

બિહારમાં સીટોની વહેંચણી મુદ્દે માથાકૂટ વધી, 40 બેઠકો માટે NDAની 6 પાર્ટીઓ દાવેદાર, કોકડું ક્યા ગુંચવાયું છે?

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અને કેન્દ્રમાં સત્તારૂઢ ર ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં બેઠકોની વહેંચણીની કવાયત તેજ થઈ ગઈ છે. બિહારમાં સીટોની વહેંચણીને લઈને પટનાથી દિલ્હી સુધી બેઠક બાદ બેઠક યોજાઈ રહી છે. બિહાર ભાજપના અધ્યક્ષ અને નીતિશ કુમારની આગેવાની હેઠળની સરકારમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, ભાજપ અને સહયોગી પક્ષોના અગ્રણી નેતાઓ સાથે દિલ્હીમાં ધામા નાખ્યા હતા. મેરેથોન મંથન ચાલ્યું પરંતુ સીટ વહેંચણી અંગે કોઈ ફોર્મ્યુલા પર સહેમતી બની નથી.

બિહાર ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ દાવો કર્યો છે કે ચૂંટણી પહેલા સીટ શેયરિગની જાહેરાત કરી દેવામાં આવશે. જો કે તેનાથી વિપરીત ચિરાગ પાસવાને 10 માર્ચના રોજ મુઝફ્ફરપુરમાં યોજાયેલી એક રેલીમાં કહ્યું હતું કે અમારૂ ગઠબંધન માત્ર બિહારના લોકો સાથે છે, ચિરાગની આ જાહેરાતથી સીટોની વહેચણીમાં તેની નારાજગી જોવા મળે છે.

બિહારની 40 લોકસભા સીટોમાંથી એનડીએએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 39 સીટો જીતી હતી. જેમાં ભાજપને 17, જેડીયૂને 16 અને લોકજનશક્તિ પાર્ટીના 6 ઉમેદવારો જીત્યા હતા.જો કે હવે પાસવાનની લોકજન શક્તિ પાર્ટીનું વિભાજન થઈ ગયું છે. એક પશુપતિ પારસની અને રાષ્ટ્રિય લોક જનશક્તિ અને બીજી છે લોકજનશક્તિ પાર્ટી રામવિલાસ. હવે બંને પાર્ટીઓ રાજ્યમાં 6-6 સીટો માગી રહી છે. જેડીયૂ વર્ષ 2019 વખતના ફોર્મ્યુલાને વળગી રહી છે અને પોતાની સીટો ઘટાડવા માંગતી નથી. તે જ પ્રકારે ભાજપ પણ ઓછી સીટો માટે રાજી નથી. આ પરિસ્થિતીમાં બિહારમાં કોકંડુ ગુંચવાયું છે.

બિહારમાં એનડીએની સૌથી મોટી ચિંતા જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને એડજસ્ટ કરવાની છે. માંઝી પણ બે સીટો માંગી રહ્યા છે, તો કુશવાહની પાર્ટી પણ બેથી ત્રણ સીટો માગી રહી છે. આટલું જ નહી આ બંને નેતાઓ સીતામઢી અને કાલીકટ અને ગયા સીટ માટે દાવેદારી કરી રહ્યા છે, જ્યારે આ સીટો પર વર્તમાનમાં જેડીયૂના સાંસદો છે. જેડીયૂં કોઈ પણ સ્થિતીમાં આ સીટો છોડવા તૈયાર નથી. તે જ પ્રકારે હાજીપુર સીટ માટે ચિરાગ પાસવાન અને પશુપતિ પારસ દાવો કરી રહ્યા છે, હાલ આ સીટ પરથી પશુપતિ પારસ પોતે સાંસદ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button