નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘માતાને આપેલું વચન પૂરું કરવા…. ‘ લોકસભા ચૂંટણી લડવાની પવનસિંહની જાહેરાત

પટણાઃ ભોજપુરી સુપરસ્ટાર પવનસિંહે લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આજે તેણે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી આ અંગે જાહેરાત કરી હતી.

પવન સિંહે લખ્યું હતું કે, “હું મારા સમુદાય, જનતા, જનાર્દન અને માતાને આપેલા વચનને પૂર્ણ કરવા માટે ચૂંટણી લડીશ. તમારા બધાના આશીર્વાદ અને સહકારની અપેક્ષા છે. જય માતા દી.”

ભાજપએ આશ્ચર્યજનક રીતે પવનસિંહને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. ભાજપે તેમને આસનસોલ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ અવાજો ઉઠવા લાગતા તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો.

તેમણે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જોકે, તેણે ઉમેદવારી પાછી ખેંચવાના કારણ અંગે કોઇ ખુલાસો નહોતો કર્યો. તેમણે આસનસોલથી ઉમેદવારી આપવા બદલ ભાજપના ટોચના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કેટલાક કારણોસર તેઓ ચૂંટણી લડી શકશે નહીં.

પવનસિંહે ચૂંટણી લડવાનો ઇનકાર કરતા જ એવા સમાચાર વહેતા થયા હતા કે ભાજપ આ સીટ પરથી અક્ષરા સિંહને ટિકિટ આપી શકે છે. જોકે, ભાજપ કે અક્ષરા સિંહ તરફથી આ દાવાની પુષ્ટિ થઇ નહોતી.

ભાજપે પવનસિંહના નામની જાહેરાત કરતા જ ટીએમસીના ઘણા નેતાઓએ તેમને ઘેરવાનું શરૂ કર્યું હતું. તેમના એક ગીતને લઇને તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ પવન સિંહે જાહેરાત કરી હતી કે તેઓ આસનસોલથી ચૂંટણી લડી શકશે નહીં.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker