આપણું ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આયોજનના અભાવે સરકારી રૂપિયાનો વેડફાટ

રાજકોટ: સરકારની લાખોની ગ્રાન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તાધીશોની અણઆવડતને કારણે ફરી જમા કરાવી પડી છે. 20 લાખ વેડફાયા છે. 19 લાખના ખર્ચે તૈયાર થયેલ શેડ જોતા ખર્ચ અંગે પણ પ્રશ્નો ઊભા થાય તેવું છે. ઘોડાની જગ્યાએ કોઈ બીજું તો ચરી નથી ગયું ને? તેવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે.

મળતી માહિતી મુજબ રાજ્યસરકારે 2010-11 મા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાઠિયાવાડી અશ્વસંવર્ધન અને સંશોધન પ્રોજેક્ટ અંતર્ગત રૂ 51 લાખ ગ્રાન્ટ આપી હતી.

કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે કરેલી આરટીઆઈમા આશ્ર્યજનક બાબતો સામે આવી હતી. 51 લાખની ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટ માટે સેડ,ફેંસીન્ગ,સમ્પ,ઓફિસ – તૈયાર કરવા 20 લાખ ખર્ચ કર્યો હતો.
2017 સુધી પ્રોજેક્ટનુ કામ આગળ નહીં વધતા સરકારે બાકીની ગ્રાન્ટ વ્યાજ સહિત પરત જમા કરાવા સૂચના આપી હતી. 2020 મા સૌ.યુનિ. એ સરકારના પશુપાલન વિભાગને 30 લાખ ગ્રાન્ટ જમા કરાવી, પરંતુ ભરવા પાત્ર વ્યાજ હજુ બાકી છે.

સૌરાષ્ટ્રની ઓળખ સમા કાઠીયાવાડી અશ્વના સંવર્ધન, સંશોધન અને તાલીમ માટેનો પ્રોજેક્ટનું બાળ મરણ થવા પામ્યું છે. આ મહત્વલક્ષી પ્રોજેક્ટ ફરી શરૂ કરાવવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટાર આ.જી.પરમારનું નિવેદન લેતા જણાવ્યું હતું કે વર્ષ 2010-11 માં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા રૂપિયા 50 લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી.

ડિપ્લોમા ઇન ફોર્સ રાઇડિંગ અને અશ્વ પાલન અને રિસર્ચ માટે ગ્રાન્ટ આપી હતી, પરંતુ બે વાર અમે અશ્વ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી.જેમાં કોઈએ રસ ન દાખવ્યો જેના કારણે પ્રોજેકટ શરૂ ન થઈ શક્યો અને રાજ્યના પશુપાલન વિભાગને 30 લાખની ગ્રાન્ટ પરત કરવામાં આવી.

વેટરનરી સાયન્સની બાબત હોવાના કારણે રિસર્ચ ન કરી શક્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બે વાર ઘોડા અને ઘોડીની ખરીદી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button