મનોરંજન

બીજી વાર માતા બનશે અભિનેત્રી, ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી મોહિના કુમારી બીજા વાર પ્રેગનેન્ટ છે. ફરી એક વાર તેના ઘરે પારણું બંધાવવાનું છે. મોહિનાએ તાજેતરમાં જ તેનો બેબી બમ્પ ફ્લોન્ટ કરીને તેની પ્રેગનેન્સી વિશે જાહેરાત કરી હતી.
જ્યારથી અભિનેત્રીએ તેની પ્રેગનેન્સીની જાહેરાત કરી છે ત્યારથી તેના ચાહકો તેના પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે.


મધ્ય પ્રદેશના રીવાના રાજવી પરિવારમાંથી આવતી મોહિનાએ બિઝનેસમેન સુયશ રાવત સાથે લગ્ન કર્યા હતા. તેના પતિ સુયશ ઉત્તરાખંડના કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજના પુત્ર છે. તેણે 2022માં તેના પહેલા બાળકને જન્મ આપ્યો હતો.


મોહિનાએ અનોખા અંદાજમાં તેની પ્રેગનેન્સીની માહિતી આપી હતી. મોહિના ક્લાસિકલ ડાન્સ કરી રહી છે. તેણે પીંક ટોપ, પેન્ટ અને મેચિંગ દુપટ્ટો પહેર્યો છે. તેણે ગીત અને ડાન્સ આવનારા બાળકને ડેડિકેટ કર્યો હતો. તે આઓગે તુમ જબ ઓ સાજના ગીત પર ડાન્સ કરી રહી હતી. વીડિયોમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. વીડિયો સાથે તેણે સુંદર કેપ્શન લખ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે બાળકના રડવાનો અવાજ તેના ઘરમાં ગુંજવા માંડ્યો છે. તે હાલમાં તેના ગર્ભાવસ્થાના બીજા તબક્કામાં છે.

‘હું મારી છેલ્લી ગર્ભાવસ્થા દરમિયાન આ ટ્રેક સાંભળતી હતી, જ્યારે હું આયંશની આ દુનિયામાં આવવાની રાહ જોઈ રહી હતી, આશા હતી કે તે ગીતની જેમ આનંદદાયક હશે. મારા પ્રથમ બાળકના જન્મનો અનુભવ કર્યા પછી આ શબ્દો મારા માટે વધુ અર્થપૂર્ણ થવા લાગ્યા. આયંશ અમારા જીવનમાં આવ્યો છે અને તેણે અમારા જીવનને સુંદર અને સમૃદ્ધ બનાવ્યું છે. હું આ શબ્દોને નૃત્ય દ્વારા જીવંત કરવા માંગુ છું કારણ કે હું નવી ખુશીના આગમનની રાહ જોઈ રહી છું.’ મોહિનાએ આવી અનોખી રીતે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.

મોહિનાની અભિનય કારકિર્દીની વાત કરીએ તો તેણે 2012માં ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે આ શોમાં સ્પર્ધક તરીકે સામેલ થઇ હતી. ત્યાર બાદ તે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘દેઢ ઈશ્કિયા’ અને ‘યે જવાની હૈ દીવાની’ સહિત ઘણી ફિલ્મોમાં રેમો ડિસોઝાને કોરિયોગ્રાફીમાં આસિસ્ટ કરતી જોવા મળી હતી. 2015માં તેણે ‘દિલ દોસ્તી ડાન્સ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ‘ ટીવી સિરિયલથી તે ઘરે ઘરે જાણીતી થઇ ગઇ હતી. છેલ્લે 2019માં તે ટીવી શો ‘ખતરા ખતરા ખતરા’માં જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button