નેશનલ

વિશ્ર્વના હિતમાં સાથે ચાલવાનો સમય: મોદી

નવી દિલ્હી: યુક્રેનના યુદ્ધને પગલે વિશ્ર્વના દેશોના સંબંધો અને સંગઠિતતામાં તિરાડોના વાતાવરણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરસ્પર વિશ્ર્વસનીયતામાં ઘટાડાને એકબીજામાં વિશ્ર્વાસમાં ફેરવી નાખવા અને જૂના પડકારોના ઉકેલ શોધવાનો અનુરોધ કર્યો હતો. તેમણે તમામ દેશોને એકબીજાને સાથ આપીને ચાલવાનો અનુરોધ કર્યો હતો. જી-૨૦ લીડર્સ સમિટના પ્રારંભિક પ્રવચનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મવિશ્ર્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો વિશ્ર્વ કોવિડ પર વિજય મેળવી શકતું હોય તો યુદ્ધને કારણે ઊભા થયેલા વિશ્ર્વાસના અભાવ પર પણ વિજય મેળવવો જોઇએ. આ સમય વિશ્ર્વના હિતમાં તમામ દેશોએ સાથે મળીને ચાલવાનો સમય છે. તેઓ જી-૨૦ રાષ્ટ્રોના ‘એક પૃથ્વી’ સત્રને સંબોધી રહ્યા હતા. ભારત મંડપમ્ ક્ધવેન્શન સેન્ટર ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોરોના રોગચાળાને પગલે
આખી દુનિયાએ વિશ્ર્વાસના અભાવના નવા પડકારનો સામનો કર્યો છે. કમનસીબીથી યુદ્ધોએ એ વાતાવરણને વધુ ઊંડું બનાવ્યું છે.
આપણે એ યાદ રાખવું જોઇએ કે આપણે જો કોરોના રોગચાળાને હરાવી શકીએ તો વિશ્ર્વસનીયતાના અભાવને પણ હરાવી શકીશું. આજે જી-૨૦ના પ્રમુખ તરીકે ભારત સમગ્ર વિશ્ર્વને વૈશ્ર્વિક સ્તરે વિશ્ર્વાસના અભાવને આત્મવિશ્ર્વાસમાં બદલવાનો અનુરોધ કરું છું. આપણે જૂના પડકારોના નવા ઉકેલ શોધવાની જરૂર છે. તેથી માનવલક્ષી અભિગમ સાથે આપણે જવાબદારીઓ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધવાનું છે. ૬૦થી વધુ શહેરોમાં ૨૦૦થી વધુ કાર્યક્રમો યોજાતાં જી-૨૦ ભારતમાં જનતાનું જી-૨૦ બની ગયું છે. ભારતનું જી-૨૦નું પ્રમુખપદ આંતરિક રીતે અને દેશની બહાર સર્વસમાવેશકતા અને સહિયારાપણાનું પ્રતીક બન્યું છે.
બે દિવસની શિખર પરિષદમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડન, જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ, ફ્રાન્સના પ્રમુખ એમેન્યુઅલ મૅક્રોેન, બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, ટર્કીના પ્રમુખ રેસેપ તાયિપ એર્ડોગન, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, સાઉથ કોરિયાના પ્રમુખ યૂન સુક યેઓલ અને બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા ભાગ લઈ રહ્યા છે. ચીનના પ્રમુખ શી જિન પિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિન શિખર પરિષદમાં સામેલ થયા નથી. (એજન્સી)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત