નેશનલ

શહેનાઝ ગિલના પિતાએ ‘સિક્યોરિટી’ મેળવવા માટે કર્યું મોટું કારસ્તાન, પોલીસનો ખુલાસો

બિગ બોસ ફેમ બોલિવૂડ અભિનેત્રી શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ ગિલના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેમને પાકિસ્તાનથી ધમકીભર્યો કોલ આવ્યો હતો અને તેમની પાસે 50 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે સંતોખ સિંહ ગિલ સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે. તેઓ એક સંસ્થાના પ્રમુખ હોવાને કારણે તેમને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે, પણ તેમણે ભૂતકાળમાં પણ પોલીસ સુરક્ષાનો દુરૂપયોગ કરી રહ્યા હતા ત્યારબાદ તેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. આ મામલાની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.

શહેનાઝ ગિલ ખૂબ જ લોકપ્રિય સ્ટાર છે. આ પંજાબી કુડીએ બિગ બોસ સ્ટાર સાથે સમગ્ર ભારતમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. ગિલના પિતા સંતોખ સિંહ ગિલે બે મહિના પહેલા પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેમને પાકિસ્તાન તરફથી ધમકી મળી છે અને તેમની પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ફોન કરનારે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.


ફોન કરનાર પાકિસ્તાનથી ફોન કરી રહ્યો હતો. ધમકી આપનારે એમ પણ કહ્યું કે તેમની દીકરી ઘણા પૈસા કમાઈ ચૂકી છે જેના માટે 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી બહુ જ મામુલી વાત છે તમે જો પૈસા નહિ આપો તો પહેલા તમારી દીકરીને મારી નાખીશ અને પછી તમને મારી નાખીશું. તેમણે આ ધમકીનો વીડિયો પણ પોલીસ સાથે શેર કર્યો હતો.

આ મામલે સઘન તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે તેમને (સંતોખ સિંહ ગિલને) કોઈ વિદેશી નંબર પરથી ધમકી મળી છે તેમાં કોઈ તથ્ય નથી. આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે. તેઓ અગાઉ પણ સિક્યોરિટીનો દુરૂપયોગ કરી રહ્યા હતા, તેથી તેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.


જોકે, શહેનાઝના પિતાએ આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે તેમના કહેવા પ્રમાણે વિડીયો વાયરલ થયાના બે મહિના પછી આ પ્રકારના આરોપો પોલીસ દ્વારા લગાડવામાં આવી રહ્યા છે જેમાં કોઈ સત્ય નથી. પોલીસ કોઈ પગલાં લઈ રહી નથી અને પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. પોલીસ અગર જો એમ કહેતી હોય કે શેર કરવામાં આવેલો ધમકીનો વીડિયો નકલી છે તો તેઓએ મારી સામે એફઆઇઆર કેમ નોંધી નથી? એવો સવાલ તેમણે કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button