Biden vs Trump: બાઈડેન અને ટ્રમ્પ વચ્ચે ટક્કર નક્કી, USના 70 વર્ષના ઈતિહાસમાં પહેવાર આવું બનશે
વોશિંગ્ટન: આ વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી(USA President election) યોજવાની છે, જેના પર દુનિયાભરના રાજકીય વિશ્લેષકો અને પત્રકારોની નજર છે. આ ચૂંટણીમાં ફરી એક વાર જો બાઈડેન(Joe Biden) અને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આમને-સામને હશે એવી પૂરી શક્યતા છે. બુધવારે આ બાઈડેન અને ટ્રમ્પ બંને નેતાઓએ પોતપોતાના પક્ષોની પ્રાથમિક ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી લગભગ નિશ્ચિત કરી લીધી છે.
નોંધનીય છે કે યુએસની ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીઓ પોતપોતાના પક્ષની પ્રાથમિક ચૂંટણીઓ જીતનાર ઉમેદવારને જ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મેદાનમાં ઉતારે છે. પ્રાથમિક ચૂંટણી જીતવા માટે ઉમેદવારોને કન્વેન્શનમાં ડેલિગેટ્સના બહુમતી મતોની જરૂર હોય છે. યુએસના વર્તમાન 81 વર્ષીય રાષ્ટ્રપતિ જો બાઈડેન વોશિંગ્ટનમાં ડેમોક્રેટિક પક્ષની પ્રાથમિક ચૂંટણી જીત્યા હતા, જ્યારે 77 વર્ષ વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી પ્રાથમિક ચૂંટણી જીત્યા છે.
અમેરિકાના લગભગ 70 વર્ષના એવા પ્રથમ વખત એવું બનશે કે સતત બે ચૂંટણીમાં બંને પક્ષે એ જ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. ગત વખતેની રાષ્ટ્રપતિ ચૂંટણી 2020માં પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. જેમાં ડેમોક્રેટિક પક્ષ તરફથી જો બઈડન જીત્યા હતા.
યુએસ મીડિયા અનુસાર, જો બાઈડેનને નોમિનેશન જીતવા માટે 1,968 ડેલિગેટ્સના સમર્થનની જરૂર હતી, તેણે જ્યોર્જિયામાં પ્રાથમિક ચૂંટણીમાં આ આંકડો પાર કર્યો હતો, જ્યારે મિસિસિપી, વોશિંગ્ટન અને નોર્થ મારિયાના ટાપુઓમાં બાઈડેન તરફી પરિણામો આવે એવી પૂરી શક્યતા છે.
યુસ મીડિયા રીપોર્ટસ અનુસાર ટ્રમ્પને ઘણા મોટા રાજ્યોમાં સારું સમર્થન મળી રહ્યું છે. ટ્રમ્પના પ્રતિસ્પર્ધી મૂળ ભારતીય નિક્કી હેલી આ રેસમાંથી બહાર થઈ ગયા છે. અગાઉ અન્ય ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ ટ્રમ્પને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. એવામાં ટ્રમ્પની ઉમેદવારી નક્કી માનવામાં આવી રહી છે.
ટ્રમ્પ અંગે બાઈડેને કહ્યું કે ટ્રમ્પનું અભિયાન રોષ અને નફરતનું અભિયાન છે. આના કારણે અમેરિકાની જોખમમાં મુકાય તેવી શક્યતા છે.
ટ્રમ્પ એવા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ છે જેમની સામે ફોજદારી કેસ ચાલી રહ્યો છે. તેના પર આરોપ છે કે તેણે એક પોર્ન સ્ટારને સિક્રેટ પેમેન્ટ છુપાવવા કહ્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ કોર્ટમાં પોતાની હાજરી આપી રહ્યા છે.
ટ્રમ્પ સામે 91 ગુનાહિત આરોપોનો છે, જેમાં 2020ની ચૂંટણીને ઉથલાવી દેવાનો પ્રયાસ પણ સામેલ છે. તેઓ એકમાત્ર અમેરિકન રાષ્ટ્રપતિ છે જેમની સામે બે વખત મહાભિયોગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય.
બીજી તરફ યુએસના મતદારોએ એવો પણ મત ધરાવી રહ્યા છે કે તેમની ઉંમર ખૂબ વધુ છે, તેમને આગામી ચાર વર્ષ માટે સત્તા ન આપી શકાય. યુએસ-મેક્સિકો સરહદ પર ચાલી રહેલી કટોકટીને કારણે પણ બઈડેન ઘેરાયેલા છે.
તાજેતરમાં જ્યોર્જિયામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ દ્વારા એક વિદ્યાર્થીની હત્યાને કારણે પણ બાઈડેન સરકાર દબાણ હેઠળ છે.
નોંધનીય છે કે ચાર વર્ષ પહેલા વર્ષ 2020માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બઈડેન ટ્રમ્પનો પરાજય થયો હતો. ચૂંટણીની હારથી નિરાશ ટ્રમ્પના સમર્થકોએ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, ત્યર બાદ વોશિંગ્ટનના કેપિટોલ હિલ પર ટ્રમ્પ સમર્થકોએ હુમલો કર્યો હતો. યુએસના ઈતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની હતી, એ દિવસને અમેરિકન લોકશાહીનો કાળો અધ્યાય માનવામાં આવે છે.