નેશનલ

Tara Deshpandeનો આ વીડિયો શા માટે થઈ રહ્યો છે વાયરલ?

Actress અને VJ રહી ચૂકેલી તારા દેશપાંડે આમ તો સમચારોની દુનિયાની દૂર છે, પરંતુ તાજેતરમાં તેણે ટ્વીટ કરેલો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયો ખૂબ જ ફની છે, પણ તેની સાથે જીવનમાં બે મહત્વના પાઠ ભણાવી જાય છે.

આ વીડિયોમાં એક 70-78 વર્ષ ઉપરના ફોરેનર પોતાનો એક અનુભવ જણાવી રહ્યા છે. તેઓ કહે છે કે હું એકવાર એક જાણીતી ફૂડ કંપનીના પાર્લરમાં ફૂડ લેવા માટે લાઈનમાં ઊભો હતો આ પાર્લરમાં તમે કારમાં બેઠા બેઠા ડ્રાઈવ કરતા ફૂડ પાર્સલ મેળવી શકો છો. તેમની પાછળ એક યુવાન છોકરી વારંવાર હોર્ન વગાડી રહી હતી અને તે કંઈક બડબડતી હતી જે આ સિનિયર સિટિઝનને કંઈક કહેતી હોવાનું જણાતું હતું.


આથી સિનિયર સિટિઝને તેની આ ઉદ્ધતાઈનો બદલો ભલમનસાઈથી દેવાનું નક્કી કર્યું અને તેણે તેના માટે ફૂડ ઓર્ડર કરી તેનું બિલ પણ ચૂકવી દીધું. પેલી છોકરીને આ જ્યારે ખબર પડી ત્યારે તેણે સિનિયર સિટિઝનને ખૂબ ઓહાભાવથી થેંક્યું કહ્યું અને પોતાના વ્યવહાર બદલ તેને શરમ પણ આવી. પણ પછી કહાની મેં ટ્વીટસ્ટ. સિનિયર સિટિઝને બીજા કાઉન્ટરમાં જઈ પોતાના ફૂડ સાથે તેનું પાર્સલ પણ લઈ લીધુ અને ત્યાંથી નીકળી ગયા અને પેલી છોકરીએ ફરીથી બહાર જઈ લાઈનમાં ઊભવાનો વારો આવ્યો.

https://twitter.com/Tara_Deshpande/status/1767435432147763702

આ વાત ઓડિયન્સને કહેતા કહેતા વૃદ્ધે ક્હયું કે ક્યારેય તમારા શિંગડા મોટી ઉંમરના લોકો સાથે ભરાવા નહીં. તેઓએ તમારા કરતા વધારે સમય અહીંયા વિતાવ્યો છે.

તારાએ લખ્યું છે કે એક તો ધીરજ રાખવી અને બીજું મોટી વયનાઓનું સન્માન કરવું તે આ વીડિયો આપણને શિખવે છે. તો તમે પણ જૂઓ મજા કરાવતો આ વીડિયો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button