ચંડીગઢ: લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે, ગઈ કાલે મંગળવારે જનનાયક જનતા પાર્ટી (JJP)એ મનોહર લાલ ખટ્ટર સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેતા સરકાર પડી ગઈ હતી. ત્યાર બાદ એકલા હાથે નવી સરકાર રચવા ભાજપે તાજવીજ શરુ કરી હતી. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈની(Nayab Singh Saini)એ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે હરિયાણાની નવી સરકારે વિધાનસભા(Haryana Assembly)માં બહુમતી સાબિત કરવી પડશે
આજે સવારે 11 વાગ્યે હરિયાણા વિધાનસભામાં ભાજપ સરકારનો ફ્લોર ટેસ્ટ થશે. 90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં ભાજપના 41 વિધાનસભ્યો છે. અહેવાલો મુજબ આ સિવાય ભાજપને સાતમાંથી છ અપક્ષ વિધાનસભ્યોનું સમર્થન છે.
Also Read:
https://bombaysamachar.com/national/nayab-singh-saini-to-be-new-haryana-chief-minister/
હરિયાણા લોકહિત પાર્ટી(HLP)ના ગોપાલ કાંડા પણ ભાજપ સાથે છે. આમ ભાજપ પાસે હાલમાં કુલ 48 ધારાસભ્યોનું સમર્થન છે. આ ઉપરાંત JJPના પાંચ વિધાનસભ્યો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
ગઈ કાલે મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે અમે રાજ્યપાલને વિધાનસભા સત્ર બોલાવવા વિનંતી કરી છે. અમે ગૃહમાં અમારી બહુમતી સાબિત કરીશું.
Also Read:
https://bombaysamachar.com/national/nayab-singh-saini-to-be-new-haryana-chief-minister/
લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી બબાતે ભાજપ અને જેજેપી વચ્ચે સહમતી બની ન હતી, જેના કારને ગઠબંધન તૂટી ગયું હતું. ભાજપ તમામ 10 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છે છે કેમકે 2019 લોકસભા ચૂંટણીમાં જેજેપી એક પણ બેઠક જીતી શકી ન હતી, આ વખતે જેજેપીએ ગઠબંધન હેઠળ ઓછામાં ઓછી બે બેઠકોની માંગ કરી હતી, ભાજપે આ માંગ સ્વીકારી ન હતી.