મરણ નોંધ

હિન્દુ મરણ

ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ
ગામ શિયાનગર, હાલ અંધેરી સ્વ. અ. સૌ. અનીલાબેન ત્રિવેદીનું અવસાન ૯-૩-૨૪, શનિવારે થયેલ છે. તે સોમેશ્ર્વરભાઈ ત્રિવેદીના ધર્મપત્ની (ઉં. વ. ૭૯) મનોજ, તોરલ, ભૂમિકા તથા જતિનના માતુશ્રી. એકતા (આશા), જીગ્નેશ પાઠક, નિલેશ પંડ્યા અને તૃપ્તિના સાસુમા. ક્રિષી, ભવ્યના દાદીમા. દૃષ્ટિ, નિપાર્થ તથા શ્રીયાના નાનીમા. હેમલતાબેન, સ્વ. લીલાબેન, રસિલાબેન તથા રજનીકાંતભાઈના ભાભી. ઈન્દુમતીના જેઠાણી. ભાવનગર નિવાસી સ્વ. શાંતાબેન નાનાલાલ મહેતાના દીકરી. સાદડી ૧૪-૩-૨૪, ગુરુવારના ૫ થી ૭. ઠે: સોમેશ્ર્વર કાશીરામ ત્રિવેદી, અન્તુસિંગ નિવાસ, લેન નં. ૨, કોલડુંગરી, સહાર રોડ, અંધેરી (ઈ.).
નવગામ વિસનગર વણિક સમાજ
ગામ પીલવાઈ, હાલ મુંબઈ સુભદ્રાબેન શાહ (ઉં. વ. ૮૯) સોમવાર, ૧૧-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. બાલમુકુંદ વૃજલાલ શાહના ધર્મપત્ની. ડૉ. કમલેશભાઈ, અલકાબેન અને તૃપ્તિબેનના માતુશ્રી. આરતીબેન, દીપકભાઈ અને પરેશભાઈના સાસુ. અંકુર, નિધિ, ભવ્ય, જય, ઉદિતિ અને સાક્ષીના દાદી. અયાન, અમાયરાના બા. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૪-૩-૨૪ના ૫ થી ૭. ઠે: હોલ ઓફ કલ્ચર, નેહરુ સેન્ટર, ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ-૧૮.
દશા શ્રીમાળી સ્થાનકવાસી
હાથસણી નિવાસી હાલ મીરારોડ સ્વ. અમૃતબેન નરભેરામ બાખડાના પુત્ર ચંદુભાઇ (ઉં. વ. ૮૯) તે ઉષાબેનના પતિ. જસ્મીન, મેહુલના પિતાશ્રી. રૂપલ, નીતાના સસરા. જીલ, જીયાના દાદા. સાવરકુંડલા નિવાસી પ્રભુદાસ હરખચંદ વિરાણીના જમાઇ. સ્વ. હર્ષદભાઇ, સ્વ. જયંતિભાઇ, સ્વ. મનહરભાઇ, સ્વ. શશીકાંતભાઇ, સ્વ. જયોતિબેનના ભાઇ. તા. ૧૦-૩-૨૪ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા પોરવાળ વૈષ્ણવ વણિક
મુંબઇ નિવાસી નિરંજનભાઇ રામલાલ બિસરા (ઉં. વ. ૮૨) તે દિવ્યાબેનના પતિ. કિર્તીષા, કુણાલ, દિપેનના પિતાશ્રી. સેજલ, મનાલીના સસરા. કૃતીન અને આરવના દાદા. તા. ૧૨-૩-૨૪ મંગળવારના અવસાન પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
પરાગ ઠક્કર (ઉં. વ. ૫૪) ગામ કચ્છ ઉધેડી હાલ કાંદિવલી તે અ. સૌ. લતા ઠક્કર અને ભરત પુરષોતમ ઠક્કરના પુત્ર. તે ચૈતાલીના પતિ. ચી. તન્વીના પિતા. અ. સૌ. હસુમતી વિનોદ ચત્રભુજ કિંગર ગામ મીઠિયારીના મોટા જમાઇ તા. ૧૧-૩-૨૪ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૪-૩-૨૪ના ગુરુવારે ૪થી ૬, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. વિસ્પરીંગ પામ્સ એક્સકલૂઝીવ, ડી-૧, લોખંડવાલા ટાઉનશિપ, આકુર્લી રોડ, કાંદિવલી (ઇસ્ટ).
મોડાસા દશાનીમા વણિક
જયાબહેન વ્રજલાલ બુટાલા (ઉં. વ. ૯૨) સોમવાર તા. ૧૧-૩-૨૪ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વિમલેશ, નરેશ, પારૂલના માતુશ્રી. જયોસના, પ્રેરણા, તથા વાલ્મિકીના સાસુ. પૂજા, રુચીતના દાદી. રીયા, શીવાનના નાની. મોસાળ પક્ષ સ્વ. ગીરધરલાલ શેઠના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વીશા પોરવાડ વણિક
જૂનાગઢ નિવાસી હાલ માટુંગા મુંબઇ નલીનકાન્ત મુગટલાલ પારેખના ધર્મપત્ની અ. સૌ. વર્ષાબેન (ઉં. વ. ૮૧) તા. ૧૧-૩-૨૪ના સોમવારના માટુંગા મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે ધરિત્રી અમીત અડાલજા તથા સોનાલી શૈલેષ નાદેલાના માતુશ્રી. તથા શ્રેયાના નાની. સ્વ. કાન્તિલાલ ભોગીલાલ પરીખની દીકરી. સ્વ. મુગટલાલ વલ્લભદાસ પારેખની પુત્રવધૂ. રાજીવ, તેજસના માતા તુલ્ય. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
હાલાઈ લુહાણા
હાલ બોરીવલી નિવાસી (કરાચીવાળા) ગં.સ્વ. નિર્મલા કારીયા (ઉં. વ. ૮૪) ૧૧-૩-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ગોરધનદાસભાઈના ધર્મપત્ની. રાજુભાઈ, ભાવીનભાઈ, નીશાબેન, છાયાબેનના માતુશ્રી. નેહાબેન, હીમાંશુકુમારના સાસુ. દીયા, ધ્યાનના દાદીમા. ગોવીંદજી પાબારીના દીકરી. ધ્વની, મહેક, મનનના નાનીમાની પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૪-૩-૨૪ના ૧૦થી ૧૨ કલાકે, લુહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, કાંદીવલી (વેસ્ટ).
કચ્છી ભાટિયા
ગં. સ્વ . તરલા મુકેશ આશર (રંગવાલા) (ઉં. વ. ૭૧) તે સ્વ. મુકેશ રણછોડદાસ આશર (રંગવાલા)ના ધર્મપત્ની. સ્વ. લાલજી મથુરાદાસ રામૈયાના દીકરી. ચી સમીર તથા અ. સૌ પલ્લવી હર્નીશ આશરના માતુશ્રી. ચી. યુગના નાની તા ૧૧/૩/૨૪ સોમવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
નસિરાબાદવાળા હાલ જળગાંવ સ્વ. ઈશ્વરદાસ રામદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. શશીકળાબેન (ઉં. વ. ૮૪) તા.૧૧/૦૩/૨૦૨૪ ને સોમવારે શ્રીજી ચરણ પામ્યા છે. તે રાકેશ અને સ્વ. સ્મિતા કિરીટ વળીયાના માતુશ્રી. તે અ.સૌ. જાગૃતિના સાસુ. રાજુલાવાળા સ્વ. ચંપકલાલ પ્રેમજી મહેતાની પુત્રી. તે સુરેશભાઈ, હેમેન્દ્રભાઈ, સ્વ. વિદ્યાબેન તથા વિમળાબેનના ભાભી. સ્વ.ચંદ્રકાંતભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈ, રમેશભાઈ, સ્વ. જ્યોતિબેન, ગં.સ્વ. દીનતાબેનના બહેન. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી ભાટિયા
વિજય પલીચા (ઉં. વ. ૮૯), અલપાઈવાળા. હાલ સાંતાક્રુઝ તે સ્વ. બબુબાઈ મથુરાદાસ પલીચાના સુપુત્ર. તે સ્વ. વર્ષાબેનના પતિ. તે સ્વ. જયમાલા કમલેશ વેદ, અ.સૌ. ગુંજન અરુણ ટોપરાણી, રાજુ લોઢીયાના પિતા. તે સ્વ. ખીમજી કેશવજી પડછના જમાઈ. તે સ્વ. દેવજી, સ્વ. નેણશી, સ્વ. જીતેન્દ્ર, સ્વ.કુસુમબેન, સ્વ. કુમુદબેન અને ચંદ્રકાંત જયરામ સંપટના ભાઈ. તા. ૧૧-૩-૨૪ (સોમવાર)ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા બુધવાર તા. ૧૩-૩-૨૪ના ૫ થી ૭. ખાર એજ્યુકેશન સોસાયટી, પુપીલ્સ સ્કુલ, એસ.વી.રોડ, ખાર (વેસ્ટ) લૌકિક ક્રિયા બંધ છે.
કપોળ
ડેડાણવાળા હાલ નાસિક નિવાસી સ્વ. હરીલાલ વચ્છરાજ ગોરડીયાના પુત્ર સ્વ. કાંતીલાલના ધર્મપત્ની ગં.સ્વ. મીનાક્ષી (ઉં. વ.૭૧) તે સોનલ હિમાંશુ ગોરડીયા તથા અલ્પા યોગેશકુમાર મહેતાના માતુશ્રી. તે સ્વ.વસુમતીબેન, સ્વ.નવનીતભાઈ, સ્વ.અરવિંદભાઈ તથા અ.સૌ. સ્મિતાબેન હસમુખભાઈ તથા વિમુબેન, મંજુલાબેન, હિરાબેન, જશુબેન, રમાબેન, સુશીલાબેન તથા સુધાબેનના ભાભી. પિયરપક્ષે રાજુલાવાળા સ્વ. અમૃતલાલ દુર્લભદાસ ગાંધીના દિકરી તા. ૧૧-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સર્વે લોકિક પ્રથા બંધ છે.
દશા સોરઠીયા વણિક
બગસરા નિવાસી હાલ બોરીવલી સ્વ. વસંતરાય મનસુખલાલ સાંગાણીના ધર્મપત્ની ગં. સ્વ અરુણાબેન (ઉં. વ. ૭૮) તે સ્વ. દેવકુંવરબેન ભોગીલાલ ઝવેરીના દીકરી. કેતનના માતુશ્રી. ઊર્મિના સાસુ. ગં.સ્વ ભાનુબેન નટવરલાલ કાંચલિયા, સ્વ. સુધાબેન મણિલાલ ધાબળીયા, ઉષાબેન મહેન્દ્રકુમાર શ્રીમાંકર, સ્વ. રશ્મિબેન દેવેન્દ્રકુમાર શાહ, ભદ્રાબેન પ્રફુલકુમાર મહેતા, જયેશભાઈ તથા મુકુંદભાઈના ભાભી તે તા.૧૦/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
પરવડી નિવાસી સ્વ. જશવંતી વૃજલાલ દાણીના પુત્ર દોલતરાય દાણીના ધર્મપત્ની અ. સૌ. રમાગૌરી (ઉં. વ. ૭૨) તે જીતેન તથા જીજ્ઞાના માતુશ્રી. બિનિતા તથા રાજેશભાઈ પારેખના સાસુ. રાજુલાવાળા અમૃતલાલ હરજીવનદાસ મહેતાના દીકરી તે તા. ૮/૩/૨૪ના વડોદરા મુકામે શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મેવાડા મહેમદાવાદી
અ.સૌ.પૂર્વિ ભાવેશ શાહ (ઉં. વ. ૪૯) તે ગીતાબેન સતીષભાઈ શાહની પૂત્રવધૂ. વિશાખાબેન કુમુદચંદ્ર શાહની દિકરી. ભાવેશ સતીષભાઈ શાહની પત્ની. ધૃતિ અને ક્રીતીની માતુશ્રી. હાર્દિક, બિન્દી અને શીતલની બહેન. ચેતના તરુણ શાહની ભત્રીજાવહુ તે તા.૧૦/૦૩/૨૪ના રવિવારે શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૪/૦૩/૨૪, ૪ થી ૬ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે લોકમાન્ય ટિળક રોડ બોરીવલી (પશ્ર્ચિમ).
ગોડ મેડતવાળ બ્રાહ્મણ
માણાવદર નિવાસી હાલ કાંદિવલી કિરણભાઈ જયંતીલાલ ત્રિવેદી (ઉં. વ. ૭૩) તે ૧૧/૩/૨૪ના દેવલોક પામેલ છે. તે પ્રફુલ્લાબેનના પતિ. ભાવેશ તથા ક્ધિનરીના પિતા. અમીના સસરા. સ્વ. કનૈયાલાલ, જયાબેન, ઇન્દુબેન, અમિતાબેન, ભાવનાબેનના ભાઈ. ગં.સ્વ. દમયંતીબેન મુગટલાલ ઓઝાના જમાઈ. મીરેકના દાદા. તેમની પ્રાર્થનાસભા ૧૪/૩/૨૪ના ૪ થી ૬. પાવનધામ, મહાવીર નગર, પિઝાહટની ગલ્લી, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી લોહાણા
મુંબઈ નિવાસી હાલ મીરારોડ સ્વ. કૃષ્ણલાલ (કાકુભાઇ) અમૃતલાલ વાઘાણીના પત્ની ગં.સ્વ. ઊર્મિલાબેન વાઘાણી (ઉં. વ. ૯૩) શુક્રવાર, તા. ૮/૩/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ભાવનાબેન, શરદભાઈ, યોગેશભાઈ, અંજલિબેન, જાનવીબેનના માતુશ્રી. સ્વ. દિલ્પભાઈ, રણજીતભાઈ, દયાનંદભાઈ, જયશ્રીબેન, વર્ષાબેન, હેતાલીના સાસુજી. તે સ્વ. મુળજીભાઈ ધીરભાઈ વાજાણીના દીકરી. સ્વ. ધ્રુવકુમારભાઈ, ચિ.ગૌરાંગ, જીનલના દાદી. લોપા, હેમલ, કપિલ, જેશન, તાન્યાના નાનીમા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દરજી દમણીયા
વિલેપારલા નિવાસી ગં.સ્વ. લીલાબેન ગિરધરલાલ દમણીયા (ઉં. વ. ૮૯) તારીખ ૨ માર્ચ ૨૦૨૪ને શનિવારે કૈલાસવાસી થયા છે તે સ્વ. જશોદાબેન અને સ્વ. ગિરધરલાલ દમણીયાના પુત્રી. તે સ્વ. આનંદીલાલ અને સ્વ. કાન્હાલાલ ગિરધારીલાલના બહેન. તે સ્વ. વિનોદીની આનંદીલાલના ભાભી. તે શ્રીમતી તૃપ્તિ વિજય કાપડિયાની ફોઈ. કૈલાશવાસી થયા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button