પારસી મરણ
આદીલ કેકી મેધોરા તે બખતાવર આદીલ મેધોરાના ખાવીંદ. તે મરહુમો કેકોબાદ તથા નરગીશ મેધોરાના દીકરા. તે જેનીફર ફરીદ ભીવંડીવાલા તથા મરહુમ મેહરાજના બાવાજી. તે ફરીદ આફરીદ ભીવંડીવાલાના સસરાજી. તે ક્યોમઝ તથા હીરાઝ મેધોરાના ભાઈ. તે ફ્રીયાના ફરીદ ભીવંડીવાલાના મમઈજી. (ઉં. વ. ૭૨). રહે. ઠે: ૧૧, પટેલ બિલ્ડિંગ, ૧લે માળે, કામા રોડ, અંધેરી (વે.). મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા ૧૩-૩-૨૪એ બપોરના ૩-૪૫ વાગે. બેહરામ બાગ અગીયારીમાં છેજી. (જોગેશ્ર્વરી-મુંબઈ).
કેરસી ફરામજી ટાટા તે મરહુમ ગુલુ કેરસી ટાટાનાં ખાવીંદ. તે મરહુમો ફરામજી તથા આલાંમાય ટાટાનાં દીકરા. તે ફરઝાના બારીયા, સરોશ ટાટા તથા નવાઝ કોલાબાવાલાના બાવાજી. તે શહારૂખ બારીયા, પીનાઝ ટાટા તથા ક્યોમઝ કોલાબાવાલાના સસરાજી. તે ધન નાગપુરવાલા તથા મરહુમ રતન ટાટાનાં ભાઈ. તે ઝીનીયા, જેસીકા, રેઅ, શોન અને શયાનના મમઈજી. (ઉં. વ. ૯૨). રહે. ઠે: રૂમ નં. ૨૨, જમશેદજી ટાટા બિલ્ડિંગ, ટાટા બ્લોક્સ, એસ. વી. રોડ, બાન્દ્રા (વે.), મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા ૧૩-૩-૨૪એ બપોરના ૩-૪૫ વાગે ટાટા અગીયારીમાં છેજી. (બાન્દ્રા-મુંબઈ).
ફ્રેદ જહાંગીર ગીમી તે મરહુમો નાજામાય તથા જહાંગીર ગીમીના દીકરા. તે મરહુમ પીલુ રૂસ્તમ સુનાવાલાના ભાઈ. તે જેનાઈ બરજોર બનાજી, કમલ નેવીલ ટાટા, ડૉ. બેહરામ આર. સુનાવાલા તથા ડૉ. ફીરોઝ રૂસ્તમ સુનાવાલાના મામાજી. તે ડૉ. રૂસ્તમ પી. સુનાવાલાના બનેવી. (ઉં. વ. ૯૧). રહે. ઠે: ૬૨૧, ખુશ વીલા, ખરેગાત રોડ, દાદર પારસી કોલોની, દાદર (ઈ), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા ૧૪-૩-૨૪એ બપોરના ૩-૪૫ વાગે ભાભા બંગલી નં. ૧માં છેજી. (ડુંગરવાડી – મુંબઈ).
મેહેરૂ બજી બીલીમોરીયા તે મરહુમ બજી એદલજી બીલીમોરીયાના ધણિયાની. તે મરહુમો રતનબાઇ અને જહાંગીર રાનીના દીકરી. તે કયોજ બીનાયફર અને જેસમીનના માતાજી. તે જીલુ, યુઝુદ અને જહાંગીરના સાસુજી. તે હોશંગ અને મરહુમ દારાયસના બહેન. તે નેવીલ અને રેહાનના બપઇજી. (ઉં. વ. ૯૫) રે. ઠે. સુનીતા-૧૦/બી, બી. જી. ખેર માર્ગ, રીઝ રોડ, મલબાર હીલ, મુંબઇ-૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૩-૨૪ના બપોરે ૩.૪૫ વાગે હોડીવાલા બંગલીમાં છેજી.
જીમી ધનજી શાહ ગરદા તે બચી જીમી ગરદાનાં ખાવીંદ. તે મરહુમો આલામાય તથા ધનજી શાહ ગરદાનાં દીકરા. તે યાસમીન કાર્લ બેન્ડ્રાવાલા તથા ફરીદા જીમી ગરદાનાં બાવાજી. તે કાર્લ ફિરોઝ બેન્ડ્રાવાલાનાં સસરાજી. તે મરહુમ બાનુ બેહરામ બાગવાલાનાં ભાઇ. તે ઝરાન અને સીમોન કાર્લ બેન્ડ્રાવાલાનાં મમઇજી. (ઉં. વ. ૮૬) રે. ઠે. ૧-૫, નવજબાઇ ટાટા બિલ્ડિંગ, એસ. વી. રોડ, ટાટા બ્લોક, બાન્દ્રા (વે), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૪-૩-૨૪ એ બપોરના ૩.૪૫ વાગે, ટાટા અગિયારીમાં છેજી. (બાન્દ્રા-મુંબઇ).
સિકંદરાબાદ
હવોવી કેરસી પટેલ તે કેરસી રતનશા પટેલના પત્ની. તે નાઓઝર રોહિન્ટન, પર્સી બહેરામશા અને ફરીદા ઇરાનીના બહેન. તે ઉમૈઝ અને શાહિનના માતા. તે કવિના અને બખ્તાવરના સાસુ. તે રેયોન, જેહાન, આરિયા, ઝેવ અને લાનાના ગ્રાન્ડમધર. (ઉં. વ. ૬૮).