ઇન્ટરનેશનલ

પોખરણમાં ‘ત્રિશક્તિ’નું શક્તિપ્રદર્શન

કવાયત: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે અને ચીફ ઑફ ઍર સ્ટાફ ઍર ચીફ માર્શલ વી. આર. ચોધરીએ રાજસ્થાનના પોખરણ ખાતે મંગળવારે હાથ ધરવામાં આવેલી ભારતશક્તિ કવાયતમાં હાજરી આપી હતી. (એજન્સી)

પોખરણ : દર્શકોએ આશ્ર્ચર્યમાં ગરકાવ થઈને રાજસ્થાનમાં મંગળવારે ‘ભારત શક્તિ’ કવાયત જોઈ હતી. આ પ્રસંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પોખરણ ભારતની આત્મનિર્ભરતા, શ્રદ્ધા અને સ્વમાનની ત્રિશક્તિનું સાક્ષી છે.

પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ૫૦ મિનિટ સુધી સંકલિત ત્રિસેવાએ હથિયારોનું શક્તિપ્રદર્શન અને પરિચાલન તત્પરતા દાખવી હતી. આમાં સંરક્ષણના દેશી ઉપકરણોની તાકાત બતાડી હતી.

એલસીએ તેજસ, હવાથી ભરેલા એએલએચ-એમકે-ચારની ગર્જના સાંભળવા મળી હતી. મુખ્ય યુદ્ધ ટેંક અર્જુન અને કે-નવ વાજરા, ધનુષ અને શારંગ આર્ટિલરી ગન સિસ્ટમે જમીન પરના ફાયરિંગ રેન્જમાં ધમધમાટી બોલાવી હતી. પનિકા સેટેલાઈટ સિસ્ટમ અને ડ્રોનના કાફલાએ દર્શકોને હેરતમાં નાખી દીધા હતા.

વડા પ્રધાને આ વેળાએ સંબોધન કરતાં કહ્યું હતું કે હવામાં વિમાનોની ગર્જના અને જમીન પર ટેન્કના પરાક્રમ એ નવા ભારતનું આવહાન છે. તેમણે એ યાદ કર્યું હતું કે ભૂતકાળમાં ભારતનું અણુ પરીક્ષણ પોખરણમાં કરાયું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button