ઓન સ્ટેજ Aishwarya Rai Bachchanએ કોને આપી Flying Kiss?? Farah Khanએ આપ્યું આવું રિએકશન?

Aishwarya Rai Bachchan and Abhishek Bachchan ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પોપ્યુલર, પાવરફુલ કપલ છે અને બંનેને સાથે જોવા એ દર્શકો માટે એક ટ્રીટ સમાન છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી બંને વચ્ચે કઈક ઠીક નથી ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે, કારણ કે બંને જણ ઘણા સમયથી એક સાથે નથી રહેતા અને તેમના સંબંધ તૂટવાના આરે પહોંચી ગયો છે એવી ચર્ચા ચાલી રહી છે.
કપલના લગ્નને 16 વર્ષનો સમય થઈ ગયો છે અને તેમ છતાં આજે પણ જ્યારે ફેન્સ બંનેની કેમેસ્ટ્રીના જૂના વીડિયો જોઈને એકદમ ખુશ થઈ જાય છે અને એના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. હાલમાં બંનેમો આવો જ એક જૂનો વીડિયો થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને જણ જાહેરમાં એક બીજા પર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે.
વાઈરલ થઈ રહેલો આ વીડિયો કોઈ એવોર્ડ સેરેમનીનો છે. જેમાં ઐશ્વર્યા બચ્ચન સ્ટેજ પર છે જ્યારે અભિષેક બચ્ચન, ફરાહ ખાન અને રિતેશ દેશમુખ હોસ્ટિંગ પેનલમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. સ્ટેજ પર આવીને ઐશ્વર્યા અભિષેકને ફલાઈંગ કિસ આપે છે અને કહે છે કે much love baba…
જેના જવાબમાં અભિષેક પણ ઐશને ફ્લાઈંગ કેસ કરે છે. ઐશ્વર્યા બેક ટુ બેક અભિષેક પર બે ત્રણ ફલાઈંગ કિસ આપે છે. આ જોઈને ફરાહ ખાને એવો સવાલ કર્યો કે તને ઘરે બધું મળે છે ને? એવોર્ડ ફંક્શનમાં કપલ એકબીજા પર પ્રેમ અને લાગણી વરસાવતો જોવા મળે છે એ ફેન્સને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયોએ ફેન્સના દિલ જીતી લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે 2007માં ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન થયા હતા. બંને જણ એકબીજા સાથે ઉભા રહે તો એકબીજાને કોમ્પ્લીમેન્ટ કરે છે અને એની એમની કેમેસ્ટ્રી દમદાર છે.
છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવારને લઈને ઈન્ડસ્ટ્રીમાં દરરોજ જાત જાતની ચર્ચા ચાલી રહી છે અને એવું કહેવાઈ રહ્યું છે કે બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા વચ્ચે ફૂટ પડી ગઈ છે. આ જ કારણે ઐશ્વર્યા અભિષેક સાથે રહેવાના બદલે પોતાની માતા સાથે પિયરમાં રહે છે.