ઉજ્જૈનના મહાકાલેશ્વરના દર્શને પહોંચ્યો ગોવિંદા અને…
ઉજ્જૈન: ‘ચીચી’ના હુલામણા નામે જાણીતા બોલિવૂડના ગોવિંદા હાલ મધ્ય પ્રદેશમાં છે અને તે ઉજ્જૈન મહાકાલના દર્શને ગયા છે. તેમણે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા હતા અને ગર્ભગૃહની બહારથી મહાદેવ સામે માથું ઝુકવ્યું હતું. ગોવિંદાએ નંદીજીના કાનમાં પણ જે રીતે સામાન્ય ભક્તો કરતા હોય છે તેમ પોતાની મનોકામના કહી હતી.
મહાકાલ સમક્ષ પ્રાર્થના કરતા આરાધના કરતા ગોવિંદાના વીડિયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહ્યા છે. ગોવિંદાને મહાકાલના દર્શન કરતા જોઇને તેના ચાહકો પણ ટોળે વળ્યા હતા અને ગોવિંદાને જોવા માટે પડાપડી કરી રહ્યા હતા જેને પગલે મંદિરમાં સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવાની જરૂર હતી.
છેલ્લાં અમુક દિવસોમા અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ ઉજ્જૈન મહાકાલના દર્શને પહોંચ્યા હતા. સુનિલ શેટ્ટી, આયુષ્માન ખુરાના, ભારતી સિંહ, કરણ ગ્રોવર જેવા સિતારાઓ હાલમાં જ ઉજ્જૈન મહાકાલના દર્શને આવી ગયા છે.
હવે તેમાં ગોવિંદાનું નામ પણ સામેલ થયું છે. મળતી માહિતી મુજબ ગોવિંદાએ ગર્ભગૃહની બહારથી જ ભગવાન શિવના દર્શન કર્યા હતા અને મહાદેવના ગણ નંદીજીની પૂજા અર્ચના પણ કરી હતી. તેએ ભગવાન શંકરને દંડવત પ્રણામ કરતા પણ વીડિયોમાં જોવા મળે છે.
આ સિવાય તેમણે નંદીજીના કાનમાં પોતાની મનોકામના પણ કહી હતી. હવે નંદીજીના કાનમાં ગોવિંદાએ શું મનોકામના માગી હશે, તેનો તો ફક્ત તર્ક લગાવી શકાય. હવે તો ગોવિંદા ફિલ્મમાં જોવા મળતો નથી, પરંતુ ફિલ્મી કાર્યક્રમોમાં અચૂક જોવા મળે છે.