આપણું ગુજરાત
ગોકુલ નગર આવાસ યોજનાના કૌભાંડનો મામલે ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીનુ નિવેદન
![Apologies for our mistake, thank you for pointing out: Mukesh Doshi City BJP President](/wp-content/uploads/2024/03/Dhiraj-2024-03-11T215607.233.jpg)
રાજકોટ: છેલ્લા ત્રણ ચાર દિવસથી આવાસ યોજના ની ફાળવણી સંદર્ભે કોંગ્રેસે ભ્રષ્ટાચારના બેફામ આક્ષેપો કર્યા છે અને આવેદનપત્રો પણ આપ્યા છે. તે સંદર્ભે ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશી એ પ્રેસ અને મીડિયા ને જણાવ્યું હતું કે,બંને કોર્પોરેટરને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે.
વોર્ડ નંબર 5 દેવુબેન જાદવ.વોર્ડ નંબર 6 વાજીબેન ગલોતર ને નોટિસ પણ આપવામાં આવી છે. 48 કલાકમાં નોટિસનો જવાબ આપવા જાણ કરવામાં આવી છે. જવાબ નહી આવે તો મોવડી મંડળ માંથી જે નિણર્ય આવે કાર્યવાહી કરવામાં આવશે. હાલ તપાસના રિપોર્ટ બાબતે કે તેમની સંડોવણી બાબતે કશું કહેવાનું રહેતું નથી.
આમ સમગ્ર રાજકોટ શહેરમાં બરાબર લોકસભા ની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે આ મુદ્દો ગરમી પકડી ચુક્યો છે.