દેશભરમાં CAA લાગુ થતાં કંઈક આવી પ્રતિક્રિયા આપી Seema Haiderએ… વીડિયો થયો વાઈરલ…
નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા CAA આખા દેશમાં લાગુ કરી દેવામાં આવ્યો છે અને લોકો એના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ બધા વચ્ચે હંમેશાં કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતી સીમા હૈદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સીમા હૈદરે CAA લાગુ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને તે સેલિબ્રેશન કરતી જોવા મળી રહી છે. આવો જોઈએ શું કહ્યું સીમા હૈદરે…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં સીમા હૈદર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારા લગાવતી જોવા મળી રહી છે અને આ સિવાય તે ફટકડાં ફોડતી પણ જોવા મળી રહી છે. સીમા હૈદર CAA કાયદો આખા દેશમાં લાગુ થતાં ખુશીથી ઝૂમી ઉઠી હતી અને મિઠાઈ વહેંચતી જોવા મળી હતી.
આ વીડિયોમાં સીમા હૈદર પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથનો ફોટો લઈને પરિવાર સાથે ઉભેલી જોવા મળી રહી છે. તેણે CAA લાગુ થવા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે લોકો CAA અમલમાં મૂકાવવાની ખુશીમાં રસગુલ્લા વહેંચી રહી છે કારણ કે પીએમ મોદીએ જે કહ્યું છે તેમણે એ કરી દેખાડ્યું છે. આ સાથે સીમા પોતાના પતિ સચિન સાથે ફટકડાં ફોડતી પણ જોવા મળી રહી છે.
આ સાથે તેણે પોતાના માનેલા વકીલ ભાઈ એપી સિંહને પણ શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તેમની મહેનત રંગ લાવી છે અને હવે મારી સિટીઝનશિપની સમસ્યા પણ ઉકેલાઈ જશે. જય શ્રી રામ, રાધે રાધે… ભારત માતા કી જય
સીમા હૈદર વિશે વાત કરીએ તો તે એક પાકિસ્તાની મહિલા છે અને તે પોતાના ચાર બાળકો સાથે 2023માં નેપાળ થઈને ભારતમાં પોતાના પ્રેમી સચિન પાસે પહોંચી હતી. સચિન અને સીમાની મિત્રતા ઓનલાઈન પબજી રમતા રમતા થઈ હતી અને બંને જણ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તેમણે નેપાળમાં લગ્ન કરી લીધા હતા. ત્યારથી તે પતિ સચિન સાથે ભારતમાં જ રહે છે.