ચંડીગઢ: ચૂંટણી પંચ ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણી(Lok sabha Election) માટે તારીખોની જાહેરાત કરી શકે છે, એ પહેલા દેશના ઘણા રાજ્યોમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે, એવામાં હરિયાણાના રાજકારણ(Haryana Politics)માં પણ મોટી ઉથલપાથલ થઇ રહી છે, ભારતીય જનતા પાર્ટી(BJP) અને જનનાયક જનતા પાર્ટી(JJP)નું ગઠબંધન તૂટી ગયું છે. મનોહર લાલ ખટ્ટરે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. સાથે સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપ્યું છે.
અહેવાલો મુજબ ચંદીગઢમાં બીજેપી વિધાનસભ્ય દળની બેઠક બાદ મનોહર લાલ ખટ્ટર કેબિનેટ પ્રધાનો સાથે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. હવે નવી સરકાર માટે શપથ ગ્રહણ સમારોહ બપોરે 1 વાગ્યે યોજાશે.
અહેવાલો મુજબ ભાજપ નાયબ સિંહ સૈનીને રાજ્યની કમાન સોંપવામાં આવી શકે છે. OBC સમાજમાંથી આવતા નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના અધ્યક્ષ છે. જો કે આ અંગે સત્તાવાર માહિતી મળી નથી.
લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણી પર સહમતી ન બનતા ગઠબંધન તૂટ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ મનોહર લાલ ખટ્ટરને કરનાલથી લોકસભા ચૂંટણી માટે ટીકીટ આપવામાં આવશે.
હરિયાણાના નાયબ મુખ્ય પ્રધાનદુષ્યંત ચૌટાલા ગઈકાલે સોમવારે રાત્રે ભાજપના ટોચના નેતૃત્વને મળ્યા હતા. ભાજપે JJPની માંગણી સ્વીકારી નથી. જેજેપી રેલી કરીને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે.
Taboola Feed