ટોપ ન્યૂઝનેશનલ

CAA મુદ્દે કેન્દ્ર સરકારે આપ્યું સ્પષ્ટીકરણ, આ ભ્રમ દૂર કરવાની કરી અપીલ

મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાની જાહેરાત કરી છે. તે ભાજપના 2019ના મેનિફેસ્ટોનો અભિન્ન ભાગ હતો. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે CAA કોઈની નાગરિકતા છીનવી લેતું નથી. તે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અત્યાચારિત ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપે છે.

CAA કાનૂન લાગુ થઇ ગયા બાદ લોકોમાં ઘણા ગેરસમજ છે. ખાસ કરીને લઘુમતિઓનું માનવું છે કે આ કાયદા હેઠળ તેમની નાગરિકતા છિનવી લેવામાં આવશે. જોકે, આ ગેરસમજને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશની લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમ સમુદાયે CAA કાનૂનથી ડરવાની જરૂર નથી.

CAA Citizenship (Amendment) Act, 2019 Guide ( Ministry of Home Affairs)

લોકોની મૂંઝવણને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા જારી કરીને દેશમાં રહેતા લોકોને ખાતરી આપી છે કે ભારતના લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમ સમુદાયે ડરવાની જરૂર નથી. CAA કાયદાને કારણે કોઈની નાગરિકતા છીનવાઈ રહી નથી. આ કાયદાથી ભારતીય મુસ્લિમોને કોઈ ખતરો નથી. મુસ્લિમોનો કોઈ અધિકાર છીનવાશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદો નાગરિકતા આપવા માટે છે, નાગરિકતા લેવા માટે નથી. આ કાયદો કોઇ પણ ભારતીયની નાગરિકતા છિનવી લેવા માટે નથી પછી ભલે તે કોઇ પણ ધર્મનો હોય.

CAA Citizenship (Amendment) Act, 2019 Guide ( Ministry of Home Affairs)

CAA કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો છે જેઓ 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવ્યા હતા. આ દેશમાં ધર્મના આધારે લઘુમતિઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. તેમના જાનમાલને નુક્સાન કરવામાં આવતું હતું. તેમને જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરવાની ફરજ પાડવામાં આવતી હતી. પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવતા હિન્દુ, જૈન, શીખ, ખ્રિસ્તી અને પારસીઓ આ કાયદાના દાયરામાં આવશે.

Also Read: https://bombaysamachar.com/national/central-governments-big-announcement-caa-implemented/

નોંધનીય છે કે CAA કાનૂન 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. એને રાષ્ટ્રપતિ દ્વારા માન્યતા પણ મળી ગઇ હતી, પણ દેશભરમાં થયેલા ભારે વિરોધને કારણે આ કાયદાનો અમલ થઇ શક્યો નહોતો. સરકારે જણાવ્યું હતું કે દેશભરમાં CAAને લઈને ઘણી ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી છે.

સરકારે જણાવ્યું છે તે CAAના અમલ થકી કાયદાકીય અવરોધોને દૂર કરી દાયકાઓથી પીડાતા શરણાર્થીઓને નાગરિકતા આપીને તેમના માટે સન્માન નક જીવન સુનિશ્ચિત કરશે. એમાં કોઈની પણ નાગરિકતા છિનવી લેવામાં આવવાની નથી. આ કાયદો ફક્ત એ લોકો માટે છે જેમણે વર્ષોથી અત્યાચાર સહન કર્યા છે અને જેમને ભારત સિવાય દુનિયામાં અન્ય કોઈ દેશમાં આશ્રય નથી.

CAAના અમલની જાહેરાત બાદ કૉંગ્રેસ, ટીએમસી, ડીએમકે , એઆઇએમઆઇએમ જેવી પાર્ટીઓએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. દરમિયાનમાં જોધપુરમાં રહેતા પાકિસ્તાની શરણાર્થીઓ દેશમાં CAAના અમલીકરણની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તેઓએ ફટાકડા ફોડ્યા અને ‘મોદી હૈ તો મુમકીન હૈ’ જેવા મોદી તરફી નારા લગાવ્યા હતા.

પાકિસ્તાનના ભૂતપૂર્વક ક્રિકેટર ડેનિશ કનેરિયાએ ભારતમાં CAAના અમલીકરણ પર તેમની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. કનેરિયા પણ પાકિસ્તાનનો હિન્દુ છે. તેમણે દાવો કર્યો હતો કે તેમને પોતાના દેશ માટે રમતી વખતે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. કનેરીયા ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાનો એક છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાની હિન્દુઓ હવે ખુલ્લા હવામાં શ્વાસ લઈ શકશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…