ભારતીય બેડમિન્ટનની સ્ટાર જોડી સાત્વિક-ચિરાગે ફ્રેન્ચ ઓપન 2024માં બેડમિન્ટન મેન્સ ડબલ્સનો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. તેમણે ફ્રેન્ચ ઓપન 2024ની ફાઇનલમાં ચાઈનીઝ તાઈપેઈના લી ઝે-હુઈ અને યાંગ પો-હુઆનને માત્ર 37 મિનિટમાં 21-11, 21-17થી હરાવીને વર્ષ 2024નું તેમનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. ક્રિકેટ પ્રેમીઓના આપણા દેશમાં ક્રિકેટ સિવાયની અન્ય રમતોને જોઇએ તેટલું મહત્વ મળતુ ના હોવા છતાં પણ આ બંને ભારતીયની સિદ્ધિ બિરદાવવાને લાયક તો છે જ.
ALSO READ
: https://bombaysamachar.com/sports/good-news-satvik-chirag-reached-the-top-of-the-world-badminton-rankings/
ફ્રેન્ચ ઓપન 2024ની ફાઇનલ પેરિસના એરેના પોર્ટે ડે લા ચેપેલમાં રમાઇ હતી, જેમાં સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ બેડમિન્ટન મેન્સ ડબલ્સનો ખિતાબ જીતી લીધો હતો. તેમણે તેમની કારકિર્દીમાં બીજી વખત ફ્રેન્ચ ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતી છે.
The dance of glory ft. @satwiksairaj
— SAI Media (@Media_SAI) March 10, 2024
Video Credit: @BAI_Media pic.twitter.com/K4ZCYqsN0S
ALSO READ:
https://bombaysamachar.com/sports/china-defeated-by-india-sindhus-hand-to-win-16-year-old-anmol-delivers-decisive-victory/
આ ભારતીય જોડીએ અગાઉ 2022માં આ ખિતાબ જીત્યો હતો. આ જોડી 2019માં ફ્રેન્ચ ઓપનમાં રનર્સ અપ રહી હતી. નોંધનીય છે કે 27 જુલાઈથી 5 ઓગસ્ટ, 2024 દરમિયાન ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઑલિમ્પિક યોજાવાની છે. ફ્રેન્ચ ઓપનના આ પરિણામોની ગણતરી પેરિસ 2024 ઓલિમ્પિક માટે ખેલાડીઓની ક્વોલિફિકેશન રેન્કિંગ માટે કરવામાં આવશે, જેમાં ખેલાડીઓ પાસે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા માટે જરૂરી પોઈન્ટ હાંસલ કરવા એપ્રિલ 20224 સુધીનો સમય છે.