નેશનલ

અંતે એન્જિનિયરિંગની અજાયબી સમા મુંબઈના કૉસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન

કૉસ્ટલ રોડનું ઉદ્ઘાટન:

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પણ આ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. (એજન્સી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય એકનાથ શિંદેએ સોમવારે દક્ષિણ મુંબઈના મરીનડ્રાઈવથી વરલી વચ્ચે તૈયાર કરવામાં આવેલા કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું સોમવારે ઉદ્ઘાટન કર્યું હતું. શિંદેએ આ કૉસ્ટલ રોડને ઍન્જિનિયરિંગની અજાયબી લેખાવ્યો હતો.
અગાઉ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં આ કૉસ્ટલ રોડના 10.5 કિ.મીના પટ્ટાને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે અને મૉટરચાલકો વરલી સી ફૅસ, હાજીઅલી ઈન્ટરચૅન્જ અને અમરસન્સ ઈન્ટરચૅન્જ પૉઈન્ટથી કૉસ્ટલ રોડ પર પ્રવેશ કરી શકશે અને મરીન લાઈન્સ પૉઈન્ટથી બહાર નીકળી શકશે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર સહિત અન્ય મહાનુભવોએ પણ આ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી.
ઉદ્ઘાટન બાદ મુખ્ય પ્રધાન અને અન્ય મહાનુભવોએ મહિલાપ્રવાસીઓ માટેની બૅસ્ટની ઈલેક્ટ્રીક બસ તેમ જ વિન્ટેજ કાર રેલીને લીલીઝંડી દેખાડી હતી.
આ મહત્ત્વાકાંક્ષી યોજનાનું કામ 13 ઑક્ટોબર 2018ના શરૂ થયું હતું અને આ યોજનાનો ખર્ચ રૂ. 12,721 કરોડ હતો.
રોડને અડીને અનેક એકર જમીન પર વિશ્વકક્ષાનો સેન્ટ્રલ પાર્ક ઊભો કરવામાં આવશે એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ કૉસ્ટલ રોડને ધર્મવીર સંભાજી મહારાજ રોડ નામ આપવામાં આવશે.
આ કૉસ્ટલ રોડ અત્યાધુનિક ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આ રોડ ઍન્જિનિયરિંગની અજાયબી છે.
આ રોડ પર લોકોની સુરક્ષા માટેનાં તમામ પગલાં લેવામાં આવ્યાં છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કૉસ્ટલ રોડના બીજા તબક્કાનું મે મહિનામાં ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ કૉસ્ટલ રોડને બાંદ્રા-વરલી સી લિન્ક સાથે જોડવામાં આવશે અને ત્યાર બાદ તેને દહિંસર સુધી લંબાવાશે, એમ તેમણે કહ્યું હતું.
દહિંસર સુધી તૈયાર કરવામાં આવનારો 53 કિ.મી.નો કૉસ્ટલ રોડ લોકોને ઈંધણ અને સમય બચાવવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થશે, એમ તેમણે કહ્યું હતું.
આ કૉસ્ટલ રોડને મરાઠા યોદ્ધા મહારાજા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજનું નામ આપવામાં આવ્યું અને તેમની મૃત્યુતિથિ નિમિત્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
કૉસ્ટલ રોડની બાજુમાં વરલી ખાતે છત્રપતિ સંભાજી મહારાજની પ્રતિમા ઊભી કરવામાં આવશે, એમ શિંદેએ કહ્યું હતું.
120 એકરના રેસકોર્સ જમીન ઉપરાંત કૉસ્ટલ રોડ પ્રોજેક્ટના ભાગરૂપ 175 એકર વિસ્તારમાં ગ્રીન ઝોન તૈયાર કરવામાં આવ્યો છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નામનો ઉલ્લેખ કર્યા વિના શિંદેએ આ યોજનામાં અવરોધ ઊભો કરવાનો તેમના પર આક્ષેપ કર્યો હતો.
કૉસ્ટલ રોડ વિકસાવવાનો યશ લેવાને મામલે રેલી ટીકા બદલ શિંદે તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે પર પ્રહાર કર્યા હતા.
ફડણવીસે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ ત્યારે શિલારોપણ વિધિમાં મને આમંત્રણ નહોતું આપ્યું.
શહેરના સિદ્ધિવિનાયક મંદિર વિસ્તારને વિકસાવવા બીએમસીએ રૂ. 500 કરોડની જોગવાઈ કરી હોવાનું શિંદેએ કહ્યું હતું. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?