ઓસ્કારમાં પોતાના ડ્રેસને લઈને આ અભિનેત્રીને પડી મુશ્કેલી…
લોસ એન્જલસ: હૉલીવૂડ ફિલ્મો માટે ઑસ્કાર એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. જગપ્રસિદ્ધ ઑસ્કાર એવોર્ડમાં બનેલી દરેક ઘટના પર દુનિયાભરની નજર હતી. આજના ઑસ્કાર એવોર્ડમાં અનેક એવી ઘટના બની હતી જેને લઈને અનેક એક્ટર્સ ચર્ચાનો વિષય બન્યા હતા.
ઑસ્કાર એવોર્ડમાં સામેલ થયેલા દરેક સેલિબ્રિટીઝે જુદા જુદા પ્રકારના આઉટફિટમાં જોવા મળ્યા હતા, પણ આવા વિચિત્ર કપડાં પહેરવાને લીધે અનેક સેલિબ્રિટીઝ મુશ્કેલીમાં મૂકાઈ હતી. તો મળીએ એવી અભિનેત્રીઓને જેની સાથે ઑસ્કાર એવોર્ડ દરમિયાન વિચિત્ર ઘટના બની હતી.
ઑસ્કાર એવોર્ડ 2024 અભિનેત્રી એમ્મા સ્ટોન માટે ખૂબ જ યાદગાર રહ્યું હતું. ફિલ્મ ‘પૂઅર થિંગ્સ’ માટે એમ્મા સ્ટોનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોડ પણ મળ્યો હતો. જોકે આ એવોર્ડ સ્વીકારતી વખતે એમ્મા સ્ટોનની ડ્રેસ થોડી નીચે સરકી ગઈ હતી પણ એમ્માએ આ પરિસ્થિતિને સાંભળી લીધી હતી, એવું તેણે કહ્યું હતું.
હૉલીવૂડ અભિનેત્રી લિઝા કોશીને પણ આવી જ એક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ઑસ્કાર એવોર્ડ પહેલાના રેડ કાર્પેટ ઈવેન્ટમાં એક બ્યુટીફુલ રેડ ગાઉન પહેરીને જ્યારે લિઝા ચાલી રહી હતી તે વખતે તેની હિલ્સ તૂટી પડતાં તે પડી ગઈ હતી. જોકે લિઝાએ પડ્યા બાદ હસી પડી હતી, જેની તસવીરો ત્યાં રહેલા પાપારાઝીએ કૅમેરામાં કેદ કરી હતી.
2013માં થયેલા ઑસ્કાર એવોર્ડમાં પણ અભિનેત્રી જેનિફર લોરેન્સ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ લેવા સ્ટેજ પર આવી હતી. આ દરમિયાન સ્ટેજ પર જવા માટે દાદરા ચડતી વખતે તે પડી ગઈ હતી. આ દરમિયાન લોકો તેની મદદ માટે આવ્યા અને જેનિફરે પોતાની સ્ટાઈલમાં ઊભી થઈને એવોર્ડ સ્વીકાર્યો હતો.
ચાર્લિઝ થેરોન આ અભિનેત્રી માટે તેનો પહેલો ઑસ્કાર એવોર્ડ યાદગાર બન્યો હતો. એક હૉટ બ્લેક ડ્રેસ પહેરીને ચાર્લિઝ થેરોન ઇન્ટરવ્યૂ આપતી હતી, પણ તેનો ડ્રેસ પાછળથી ફાટી જતાં તેણે બાથરૂમમાં જાઈને એક સેફ્ટી પિનથી ડ્રેસને એડજસ્ટ કર્યો હતો.