અંધેરીનો આ સ્વિમિંગ પૂલ હવે ઓળખાશે આ નામથી
![This swimming pool of Andheri will be known as 'Chhatrapati Sambhaji Maharaj Taran Lake'](/wp-content/uploads/2024/03/Dhiraj-2024-03-11T203408.141.jpg)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફક્ત ૧૭ મહિનામાં તૈયાર થયેલો કોંડિવિટા અંધેરી (પૂર્વ)નો સ્વિમિંગ પૂલ બે એપ્રિલ, ૨૦૨૪થી નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે. એ અગાઉ તેનું નામકરણ કરવામાં આવ્યું હતું. હવેથી આ પુલ ‘છત્રપતી સંભાજી મહારાજ તરણ તળાવ’ તરીકે ઓળખાશે.
અંધેરી (ર્પૂ)માં કોંડિવિટા પરિસરમાં સ્વિમિંગ પૂલનું સોમવારે, ૧૧ માર્ચ, ૨૦૨૪ના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્વિમિંગ પૂલ માટે છ માર્ચથી મેમ્બરશીપ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે અને બીજી એપ્રિલ, ૨૦૨૪થી તેને નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવવાનું છે.
સ્વિમિંગ પૂલ માટે છ માર્ચ, ૨૦૨૪થી ઑનલાઈન પદ્ધતિએ રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે. વહેલો તે પહેલોના ધોરણે રજિસ્ટ્રેશન ચાલુ છે. બીજી એપ્રિલ, ૨૦૨૪થી આ સ્વિમિંગ પૂલ નાગરિકો માટે ખુલવાનું છે. અત્યાર સુધી લગભગ ૨,૮૦૦ નાગરિકોએ તે માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ સ્વિમિંગ પૂલ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન https://swimmingpool.mcgm.gov.in વેબસાઈટ પર કરી શકાશે.
અંધેરી (પૂર્વ)માં આવેલા આ સ્વિમિંગ પૂલ કુલ ૩,૧૬૦ ચોરસ મીટર જગ્યામાં બાંધવામાં આવ્યો છે. તેમ જ ૧,૩૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળ તળાવ પરિસરમાં ઉદ્યાન બનાવવામાં આવ્યું છે.