આ કારણે Jaya Bachchan દીકરી Shweta Bachchan પર વરસી પડ્યા, કહ્યું કે…

જયા બચ્ચન કોઈ પણ મુદ્દા પર હંમેશા કોઈ પણ મુદ્દા પર પોતાની વાત અને રાય મૂકવા માટે એકદમ પ્રખ્યાત છે. એ જ રીતે Jaya Bachchan and Amitabh Bachchanની Shweta Bachchan પણ પોતાના વિચારો ખૂલીને રજૂ કરવામાં વિશ્વાસ રાખે છે. પરંતુ હાલમાં જ Shweta Bachchanએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તે પણ મમ્મી Jaya Bachchanના ગુસ્સાનો ભોગ બની હતી અને જયા બચ્ચને શ્વેતાને ખરી ખોટી સંભળાવી દીધી હતી. આવો જોઈએ આખરે થયું શું હતું અને જયાને કેમ ગુસ્સો આવ્યો…
વાત જાણે એમ છે કે Navya Naveli Nandaના પોડકાસ્ટ શો What The Hell Navya?ની બીજી સિઝન શરૂ થઈ ગઈ છે અને દરેક એપિસોડમાં નવ્યા, તેની નાની જયા, મમ્મી શ્વેતા અને ભાઈ અગસ્ત્ય સાથે વિવિધ મુદ્દા પર વાત કરતી, ચર્ચા કરતી જોવા મળે છે અને હાલના એપિસોડમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું હતું.
અત્યારના એપિસોડમાં નવ્યા નવેલી નાની જયા બચ્ચનને પૂછે છે કે અત્યારના ઈન્ટરનેટના જમાનાના લોકોના જીવન પર ઈન્ટરનેટની કેવી અને કેટલી અસર જોવા મળી રહી છે? જેના જવાબમાં જયા બચ્ચન પોતાના વિચારો વ્યક્ત કરી જ રહ્યા હોય છે કે એટલામાં જ શ્વેતા વચ્ચે જ પોતાની રાય આપવાનું શરૂ કરી દે છે. આ જોઈને જયા બચ્ચને પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને તેઓ એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વિના જ શ્વેતાને ઠપકો આપ્યો હતો.
જયાએ શ્વેતાને સંભળાવતા કહ્યું હતું કે હંમેશાં બીજાને પણ પોતાના વિચારો વ્યક્ત કરવાનો મોકો આપવો જોઈએ. આટલા સેલ્ફ સેન્ટર્ડ બનવાની બિલકુલ પણ જરૂર નથી.
આગળ તેમણે એવું પણ કહ્યું હતું કે બધાનો અભિપ્રાય મહત્વનો હોય છે અને આપણે લોકોને પણ સાંભળવા જોઈએ. એવું ન બનવું જોઈએ કે દરેક મુદ્દા પર બસ તમે તમારી જ રાય આપ્યા કરો. દરેક માણસના વિચારો અલગ હોય છે, તેમનો દ્રષ્ટિકોણ અલગ હોય છે. શ્વેતા તારે બીજાના અભિપ્રાયનું માન જાળવવું જોઈએ.
જયા બચ્ચનની આ વાત સાંભળીને શ્વેતા કહે છે કે પોડકાસ્ટનો અર્થ જ એવો છે કે તમે પોતાના વિચારો વ્યક્ત કરો.. દીકરીની આ દલીલ સાંભળીને જયા કહે છે કે હા પણ એનો અર્થ એવો પણ તો નથી ને કે તમે બસ તમારા જ વિચારો, રાય અને મંતવ્યને મહત્વ આપો. બીજાના વિચારો પણ એટલા જ મહત્વના છે, એટલે પોતાનો ઈગો બાજુ પર રાખીને બીજાને સાંભળવાનું પણ શિખવાનું એટલું જ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવ્યાના આ પોડકાસ્ટ શોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને દર એપિસોડના બચચન પરિવારની મહિલાઓ વિવિધ મુદ્દા અને સામાજીક સમસ્યાઓ પર પોતાના વિચારો ખૂલીને વ્યકત કરે છે.