35,000 રૂપિયામાં વેચાયું એક લીંબુ, શું છે આટલું મોંઘુ વેચાવવાનું કારણ?
હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો, ચાલો તમને આનું કારણ જણાવી જ દઈએ. ભારત એ શ્રદ્ધાનો દેશ અને અને અહીં ભક્તોની ભાવના અને લાગણીનો કોઈ મોલ નથી. પોતાની શ્રદ્ધા માટે ભક્તો કોઈ પણ કિંમત મોજવા માટે તૈયાર હોય છે અને આજે આપણે અહીં આવી જ એક ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ચેન્નઈના ઈરોડ ખાતે આવેલા એક મંદિરમાં એક લીંબુ 35,000 રૂપિયાના ભાવે વેચાયું હતું.
ઈરોડથી 35 કિલોમીટરના અંતરે આવેલા શિવગિરી ગામ પાસે આવેલા પાઝાપૌસિયન મંદિરમાં ભગવાન ભોલેનાથને અર્પણ કરેલાં લીંબુ સહિત અન્ય વસ્તુઓની લીલામી કરવામાં આવી હતી અને આ લીલામીમાં લીંબુની કિંમત 35,000 રૂપિયા લગાવવામાં આવી હતી. આ લીંબુની આટલી ઉંચી કિંમત આપવાનું કારણ એવું છે કે જે વ્યક્તિ આ લીંબુ ખરીદશે અને ઉંચી બોલી લગાવશે અને એને આવતા વર્ષે ધન અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે, એવી માન્યતા છે.
ગયા શુક્રવારે મહાશિવરાત્રી નિમિત્તે ઈરોડથી 35 કિલોમીટર અંતરે આવેલા શિવગિરી નજીકના પાઝાપૌસિયન મંદિરમાં શિવને અર્પણ કરવામાં આવેલી લીંબુ સહિતની અન્ય વસ્તુઓની લીલામી કરવામાં આવી હતી. આ લિલામીમાં 15 વ્યક્તિઓએ ભાગ લીધો હતો. ઈરોડથી એક ભાવિકે આ લીંબુ માટે 35,000 રૂપિયાથી વધુની બોલી લગાવી હતી.
મંદિરના પૂજારીએ મંદિરમાં રહેલાં દેવ સામે લીંબુ રાખ્યું હતું અને પૂજા બાદ આ લીંબુની લીલામી કરવામાં આવી હતી. સૌથી વધુ પૈસાની બોલી લગાવનાર ભક્તને ભગવાનના આશીર્વાદ પેટે આ લીંબુ આપવામાં આવ્યું હતું.