મજૂરની સતર્કતાને કારણે પશ્ચિમ રેલવેમાં મોટી હોનારત ટળી ગઈ
મુંબઈ: પશ્ચિમ રેલવેના મિરા રોડ રેલવે સ્ટેશન નજીક ટ્રેક બેન્ડ થયાનું રેલવે પરિસરમાં કામ કરતાં મજદૂરના ધ્યાનમાં આવી હતી. જોકે, રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થયા પહેલા જ મજૂરની સતર્કતાને કારણે મોટી રેલવે દુર્ઘટના થતાં ટળી ગઈ હતી. રેલવે ટ્રેક નજીક રાખવામાં આવેલા પથ્થર ખસી જવાથી ટ્રેક બેન્ડ થઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
મિરા રોડ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર પરથી રવિવારે બપોરે એક ગૂડ્સ ટ્રેન પસાર થવાની હતી. ગૂડ્સ ટ્રેન એ જ ટ્રેક પરથી પસાર થતાં ગૂડ્સ ટ્રેનના વેગન હલી રહ્યા હોવાની બાબત ત્યાં કામ કરી રહેલા મજદૂરોના ધ્યાનમાં આવી હતી ત્યાર બાદ રેલવે મજૂરોએ રેલવે લાઇનની તપાસ કરતાં રેલવે ટ્રેક બેન્ડ થયો હતો.
રેલવે ટ્રેક પર કામ કરી રહેલા મજૂરોએ આ બાબતની માહિતી રેલવે પોલીસને જાણકારી આપી હતી, જેથી અપ લાઈનમાં ચર્ચગેટ તરફ જનારી લોકલ ટ્રેનને રોકી પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યાર બાદ રેલવે ટ્રેકને ફરી સીધા કરી ટ્રેન સેવાને શરૂ કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેમાં મિરા રોડ સ્ટેશનના ટ્રેક પરથી એક ગૂડ્સ ટ્રેનની સ્પીડ ઝડપથી જવાને લીધે ટ્રેકની આસપાસના પથ્થર જગ્યા પરથી ખસી ગયા હતા, પરિણામે રેલવે ટ્રેક બેન્ડ થઈ ગયા હતા. આ બાબતની માહિતી મળતા જ ટ્રેકનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ બાબતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહીં હોવાથી રેલવે પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.