આમચી મુંબઈ

આજથી લોકો માટે ખુલ્લો મૂકાયો Coastal Road, પણ આ લોકોની Entry પર પ્રતિબંધ, જતાં પહેલાં વાંચી લો નિયમો…

મુંબઈઃ મુંબઈના વરલીથી મરીન ડ્રાઈવ સુધીના દસ કિલોમીટર લાંબાં કોસ્ટલ રોડનું આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન Eknath Shinde, Dy. CM Devendra Fadanvis, Ajit Pawarના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો તમે પણ આ Coastal Road પર પ્રવાસ કરવાના છો તો આ સમાચાર તમારા માટે જ છે. આ રોડ પર પ્રવાસ કરતાં પહેલાં નિયમો જાણી લેવાની જરૂર છે. આવો જોઈએ શું છે આ નિયમો…

આજથી ખુલ્લા મૂકાયેલા આ Coastal Roadપર ભારે વાહનોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં ટ્રેક્ટર, માલવાહક વાહન, ટ્રેલર, મિક્સર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય દિવ્યાંગ વ્યક્તિઓ માટેના સ્કુટર, મોટર સાઈકલ, સાઈડ કાર, સાઈકલ વગેરેને પણ આ રોડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય ટુવ્હીલર, સાદી સાઈકલ, થ્રી વ્હીલર્સ, ઘોડા ગાડી, હાથ ગાડી, બળદ ગાડી, રિક્ષા વગેરેને પણ કોસ્ટલ રોડ પર નો એન્ટ્રી રહેશે.


Coastal Roadના પહેલાં તબક્કાનું ઉદ્ધઘાટન આજે થયું હોઈ દસ કિલોમીટર પ્રવાસ કરી શકાશે. મરીન ડ્રાઈવથી વરલી એવો રસ્તો હશે. સવારે 8થી રાતે આઠ વાગ્યા સુધી કોસ્ટલ રોડ પ્રવાસ માટે ખુલ્લો મૂકવામાં આવશે. પ્રકલ્પનું બાકીનું કામ આગામી ત્રણ મહિનામાં પૂરું થઈ રહ્યો છે. આ કોસ્ટલ રોડને કારણે 14,000 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત છે. આ Coastal Roadને છત્રપતિ સંભાજી મહારાજનું નામ આપવામાં આવ્યું હોવાની માહિતી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા આપવામાં આવી છે.


મનપાના એડિશનલ કમિશનર અશ્વિની ભીડેએ લોકાર્પણ સમારોહમાં વાત કરતાં જણાવ્યું હતું કે Coastal Road પ્રોજેક્ટ સર્વસમાવેશક એવો છે. નુકસાનભરપાઈ પેટે માછીમારોને આશરે 137 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે Coastal Road ટોલ ફ્રી હશે અને મનપાના મહિલા અધિકારી અને કોળી મહિલાઓને કોસ્ટલ રોડ પર પહેલી વખત પ્રવાસ કરવાની તક આપવામાં આવી છે. આ પ્રકલ્પમાં એન્જિનિયરિંગના ફીચર છે અને આ સિવાય એમાં ટ્વીન ટનલ પણ છે. આ પ્રકલ્પને કારણે મુંબઈગરાના ટ્રાવેલ ટાઈમમાં 70 ટકાની બચત થશે અને 35 ટકા જેટલું ફ્યુઅલ સેવિંગ પણ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button