મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી દેરાવાસી સોરઠ વિશા શ્રીમાળી જૈન
જૂનાગઢ નિવાસી હાલ અંધેરી અ. સૌ. હેમાબેન (હસુબેન) (ઉં. વ.75) તે નવીનભાઇ રમણીકલાલ દોશીના ધર્મપત્ની. તે રાજકોટ નિવાસી કાકુભાઇ, જયોતિન્દ્રભાઇ, ડો. કિશોરભાઇ, નીલુબેન તથા માલતીબેનનાં ભાભી. તે સ્વ. નરોત્તમદાસ જીવણભાઇ વોરાના સુપુત્રી. તે સ્વ. ધીરજલાલભાઇ, ડો. ભૂપેન્દ્રભાઇ, ચંદ્રકાન્તભાઇ, સ્વ. તારાબેન, સ્વ. રસીલાબેન તથા સ્વ. રમાબેનના બેન. તા. 9-3-24ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. દેહદાન કરેલ છે તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ થાણા સ્વ. નિર્મળાબેન ધનસુખલાલ ગાંધીના પુત્ર ભૂપેન્દ્રભાઇ (ઉં. વ. 72) શનિવાર, તા. 9-3-24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મીનાબેનના પતિ. ભાવિની, યતિન, હેતલ, હર્ષલના પિતા.ગૌરવકુમાર કોઠારી, અ. સૌ. પૂજા, સુજીતકુમાર પાઠક, નિલેશકુમાર દોશીના સસરા. તે સ્વ. રાજેન્દ્રભાઇ, અ. સૌ. નયનાબેન જયસુખભાઇ મહેતા, અ. સૌ. પ્રિતીબેન કિશોરભાઇ જશવાણી તથા સ્વ. હિતેન્દ્રભાઇના નાનાભાઇ.સસરા પક્ષ સ્વ. અમૃતલાલ જીવણલાલ શાહ (બોટદરા) ના જમાઇ.લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બારોઇ (હાલે અંજાર)ના કુ. ભાગ્યવંતી ખીમજી કેનીયા (ઉં. વર્ષ 88) તા. 7-3-24ના અંજાર-કચ્છ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. પાંચીમા ખીમજી સારંગ કેનીયાના પુત્રી. સ્વ. દામજીભાઇ, સ્વ. વિજયા લક્ષ્મીબેન, નેમજીભાઇ, કેશવજીભાઇ, ડો. ઉર્મીલાબેન ખીમજી કેનીયા (કેનીયા હોસ્પીટલ)ના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: ડો. ઉર્મીલાબેન કેનીયા, કેનીયા હોસ્પીટલ, વર્ષા મેડી રોડ, અંજાર-કચ્છ.
ભચાઉના હીરબાઇ ગડા (ઉં.વ. 80) ગુરૂવાર, તા. 7-3-24ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. માતુશ્રી મેઘીબેન આશધીર ગોવર ગડાના પુત્રવધૂ. સ્વ. થાવરભાઈના પત્ની. ધીરજ, વિનોદ, સ્વ. પ્રેમિલા, નયનાના માતુશ્રી. ગૌરીબેન માડણ અરજણ ગાલાની પુત્રી. મેઘજી, નાનજી, સ્વ. શાંતિલાલ, પોપટ, નાનબાઈના બેન. પ્રાર્થના સભા સ્થળ: યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઇ.). સમય: 3 થી 4.30.
રામાણીયાના જ્યોતિ નવિન રાંભીયા (ઉં.વ. 67) તા. 8-3-24ના અવસાન પામેલ છે. માતુશ્રી ગંગાબેન મોરારજી વેલજીના પુત્રવધૂ. ગામ પત્રીના મણીબેન પોપટલાલ શીવજી ધરોડના સુપુત્રી. પુનડીના કલ્પના ગીરીશ, સ્વ. શૈલેષ, કોડાયના કિરણ ધૈર્યના માતુશ્રી. મંજુલા બાબુલાલના બેન. સ્નાયુબંધનું દાન, હાડકાનું દાન, ત્વચાદાન અને નેત્રદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. 12 નવકાર ગણવાં. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ફોન આવકાર્ય. સરનામું : નવિન મોરારજી રાંભીયા, 301, સાઇ શ્રધ્ધા (2) વિજયનગર, નાલાસોપારા (ઇ.)
બાડાના પ્રેમજી વસનજી વિસરીઆ (ઉં.વ. 74) તા. 7-3-24 ના અરિહંતશરણ પામ્યા છે. તેજબાઈ વસનજીના સુપુત્ર. શાંતાબેનના પતિ. હીના, હેમાંગીના પિતાજી. ઝવેરબેન, સુંદરજી, મહેન્દ્ર, જ્યોતિના ભાઈ. ગોધરાના કુંવરબાઈ કાનજી લાલજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રેમજી વિસરીઆ, 36, મિસ્ત્રી બિલ્ડીંગ, સનમિલ રોડ, લોઅર પરેલ (વેસ્ટ), મુંબઈ-13.
સાભરાઇ હાલે વિદિશાના હેમલતા ખીમજી શાહ (ગડા) (ઉં.વ.77) તા.7-3-24 ના અવસાન પામેલ છે. માતુશ્રી સ્વ. શાંતાબેન-દેવાંબેન ગોવિંદજી નરશીના પુત્રવધૂ. સ્વ. ડો.ખીમજીના પત્ની. દિનેશ, સ્વ. કુમુદ, મનીષના માતુશ્રી. ભોજાય સ્વ. મુલબાઈ કુંવરજી ગાલાના પુત્રી. સ્વ. રતનશી, સ્વ. તિલકશી, સ્વ.ખેતશી, સ્વ.ચાંપશી, હીરજી, ડુમરા દેવકાંબેન હીરજી, સ્વ. વિજયા અમૃતલાલના બેન. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી. નિ. સ્વ.ડો. ખીમજી ગોવિંદજી ગડા, માતૃઆશિષ, કિરી મોહલ્લા, વિદીશા (મ.પ્ર.), પીન-464001.
શ્રી ઝાલાવાડી દેરાવાસી જૈન
ચુડા નિવાસી હાલ બોરીવલી વનિતાબેન ધીરજલાલ કોઠારી ના પુત્ર સમીરભાઈ (ઉં.વ.58) તે પાલબેનના પતિ, જેસીકા નિશિતકુમાર શાહ, ઇશિતા પાર્થકુમાર શાહના પિતા, કમલેશભાઈ, મમતાબેન નિલેષકુમાર કામદારના ભાઈ, જાંબુલપાડા નિવાસી સ્વ. પ્રભાબેન જમનાદાસ કાનાબારના જમાઈ. તેમની બંનેપક્ષની પ્રાર્થનાસભા 11/3/24 ના રોજ 4 થી 5.30 કલાકે સ્થા જૈન ઉપાશ્રય, પાંચમે માળે, લોહાણા મહાજન વાડીની સામે, કાંદિવલી વેસ્ટ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન તથા ત્વચા દાન કરેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
બગસરા નિવાસી હાલ અંધેરી, સ્વ. અનુપચંદ રાજપાળ દેસાઈ (ઝાટકીયા) ના ધર્મપત્ની ગુણવંતાબેન (ઉં.વ. 87) ગં.સ્વ. સુશીલાબેન ખૂશમનભાઈ દેસાઈના જેઠાણી, સ્વ. પુષ્કરભાઈ, અશ્વિનભાઈ, કમલેશ-વર્ષા, ચા તુષારભાઈ સંઘરાજકા, કાશમીરાના કાકી, મિનતી-અનીષ આચાર્ય, વૃતીના દાદી, હેતવી, વિનીત- તવી, વીધી-શૈલના નાની, સ્વ. દલીચંદ રાયચંદ દોશી, સ્વ. ભાનુમતી જગજીવન ઝાટકીયા, સ્વ. નરભેકુંવર ઉમેદલાલ ઉદાણી, સ્વ. હિરાબેન હીરાલાલ શેઠ,ગં.સ્વ. વિજયાબેન વનેચંદ દડિયાના બહેન તા.9-3-24 રોજ અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભાતા. 12-3-24 , મંગળવારે સાંજે 4 થી 6, ચતવાની બાગ, તેલી ગલી, અંધેરી ઈસ્ટ માં રાખેલ છે. વેલે પાર્કિંગ ની વ્યવસ્થા રાખેલ છે. ચોવિહારની વ્યવસ્થા રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…