નેશનલ

તુષ્ટીકરણનું ઝેર’ અનેપરિવારવાદ’ વિકાસને નબળો પાડે છે: મોદી

આઝમગઢ (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે તુષ્ટીકરણનું ઝેર' અનેપરિવારવાદ’ વિકાસને નબળો પાડે છે. ઉત્તર પ્રદેશ હાલમાં વિકાસના નવા શિખર સર કરી રહ્યું છે.
તેમણે ઉત્તર પ્રદેશમાં અબજો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું અને મુલાયમસિંહ – અખિલેશ યાદવના પરિવારના સગાંવાદને વખોડતા જણાવ્યું હતું કે જનતા પરિવારવાદ'થી કંટાળી ગઇ છે. આઝમગઢ અગાઉ એક પરિવાર દ્વારા ચલાવાતા પક્ષ (સમાજવાદી પાર્ટી)નોરાજકીય ગઢ’ ગણાતો હતો, પરંતુ અહીં ગયા વખતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના દિનેશલાલ યાદવે આ બેઠક જીતી હતી. મોદીનો પરિવાર તો દેશના 1.4 અબજ લોકો છે.
મોદીએ જણાવ્યું હતું કે એક સમયે આઝમગઢ પછાત વિસ્તાર ગણાતો હતો, પરંતુ અત્યારે તેનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે.
મોદીએ ઉત્તર પ્રદેશમાંના રૂપિયા 34,700 કરોડના ખર્ચે તૈયાર થનારા પ્રકલ્પો સહિત દેશમાંના કુલ રૂપિયા 42,000 કરોડના પ્રૉજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.
વડા પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે હું હાલમાં જે વિકાસકાર્યોનું લોકાર્પણ કરી રહ્યો છું, તેને આગામી ચૂંટણીની સાથે સંબંધ નથી. અમે દેશનો ઝડપી વિકાસ કરીને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માગીએ છીએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉની સરકારના નેતાઓ સંસદમાં બેસીને રેલવેની વિકાસ યોજના જાહેર કરતા હતા, પરંતુ બાદમાં તેમાં કેટલી પ્રગતિ થઇ, તે નહોતા જોતા.
મોદીએ આઝમગઢ, સરસ્વતી, ચિત્રકુટ અને અલીગઢના વિમાનમથકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, લખનઊમાં ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલને શરૂ કરાવ્યું હતું.
વડા પ્રધાને આઝમગઢમાં રૂપિયા 108 કરોડના ખર્ચે તૈયાર થયેલી મહારાજા સુહેલ દેવ રાજ્ય વિદ્યાપીઠનું લોકાર્પણ કર્યું હતું. તેમણે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ગ્રામ સડક યોજના હેઠળ તૈયાર થયેલા કુલ 5,342 કિલોમીટરના રસ્તાને ખુલ્લો મૂક્યો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button