આપણા સ્વામી પોતાના હૃદયમાં સમસ્ત સંસારના ભક્તોની સાથે આપણને પણ એક મહત્ત્વનું સ્થાન આપી રહ્યા છે, આથી વિશેષ શું હોઈ શકે?
શિવ રહસ્ય – ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
માતા લક્ષ્મીની પાંચેય બહેનોની તપસ્યાનો ધ્વનિ ત્રણેય લોક સુધી ગૂંજી રહ્યો હતો, ભગવાન શ્રીહરિ વિષ્ણુએ તેમની પાસે પહોંચવું અનિવાર્ય હતું. ભગવાન શ્રીહરિ વિષ્ણુ ત્યાં પહોંચે છે. તેજ સમયે સુવેશા કહે છે, બહેનો મને લાગે છે કે આપણી ભક્તિમાં કંઈક ખોટ છે, શ્રીહરિ વિષ્ણુ નથી આવવાનાં. હવે વધુ જીવિત રહેવું યોગ્ય નથી. આપણે આ અગ્નિમાં સમાઈ જવું જોઈએ. આટલું સાંભળતાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે, હું પ્રસન્ન છું વરદાન માગો. આ સાંભળી સુકેશી કહે છે,હે શ્રીહરી, જો તમે પ્રસન્ન હોવ તો, સમસ્ત સંસારને ભૂલી પતિ તરીકે અમારી સાથે રહો એવું વરદાન માગીએ છીએ.’ ભગવાન શ્રીહરિ વિષ્ણુ તેમને તથાસ્તુ… કહેતા જ સંસારને ભૂલી જાય છે અને સુવેશા, સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતા સાથે રહેવા માંડે છે.
કૈલાસ ખાતે ભગવાન શિવના મુખ પર વિષાદ ઘેરી વળતાં માતા પાર્વતી પૂછે છે
માતા પાર્વતી: સ્વામી તમારા મુખ પર આ વિષાદને રેખા કેમ? તમારો કોઈ ભક્ત મુસિબતમાં છે?’ ભગવાન શિવ:મારો ભક્ત નહીં પણ શ્રીહરિ વિષ્ણુ એક ચક્રવ્યૂહમાં ફસી ગયા છે. દેવી લક્ષ્મીની પાંચ બહેનો સુવેશા, સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતાએ શ્રીહરિ વિષ્ણુ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું છે અને વરદાનમાં તેમણે શ્રીહરિ વિષ્ણુની સમસ્ત સંસારને ભૂલી ગયેલા પતિ તરીકે વરણી કરી છે.
માતા પાર્વતી: `શું શ્રીહરિ વિષ્ણુ દેવી લક્ષ્મીને પણ નહીં ઓળખે.’
ભગવાન શિવ: `નહીં.’
વૈકુંઠલોક ખાતે માતા લક્ષ્મી એકલતા અનુભવે છે અને તેમની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડે છે. આ અશ્રુની ધારા મહાસાગરમાં પડતાં માતા લક્ષ્મીના પિતા દરિયાદેવ અસ્વસ્થતા અનુભવે છે. તેઓ માતા લક્ષ્મી સમક્ષ પ્રગટ થાય છે.
માતા લક્ષ્મી: પ્રણામ પિતાશ્રી’. દરિયાદેવ:સૌભાગ્યવતીભવ’.
માતા લક્ષ્મી: `પિતાશ્રી તમે આશીર્વાદ તો આપ્યા પણ મારા સ્વામીને તમારી પુત્રીઓ અને મારી બહેનોએ જ પાતાળ લોકમાં પોતાના સાથે રાખ્યા છે. હું દુ:ખી છું કે મારી બહેનોએ જ મને આ સ્થિતિમાં મૂકી દીધી છે.’
દરિયાદેવ: મારી ખુશી તને ખુશ જોવામાં જ છે પુત્રી પણ તમારે એ ધ્યાન રાખવું જોઈતું હતું કે ભગવાન શ્રીહરિ વિષ્ણુ તમારા સ્વામી જ નહીં સમસ્ત સંસારના પાલનહાર પણ છે. તેમના હૃદયમાં બીજું કોઈ ન હોય એવું કઈ રીતે શક્ય બને. જેમના હૃદયમાં સમસ્ત બ્રહ્માંડ સમાયેલું છે તેમના હૃદયમાં ફક્ત પોતાને જ સ્થાન માગવું અનુચિત છે.’ માતા લક્ષ્મી:હું મારા નારાયણને પાછા મેળવીશ એ પણ તેમના પૂર્ણ પ્રેમ સહિત.’
આટલું કહી માતા લક્ષ્મી તેમના પિતા સાથે કૈલાસ તરફ પ્રયાણ કરે છે.
દેવરાજ ઇન્દ્ર અને સમસ્ત દેવગણો માતા લક્ષ્મીની હઠ જોઈ નિરાશ થઈ રહ્યા હતા. દેવર્ષિ નારદે તેમને સલાહ આપી કે આનો ઉકેલ બ્રહ્માજી પાસેથી મળી શકશે. સંપૂર્ણ દેવગણ બ્રહ્માજી પાસે પહોંચે છે.
દેવરાજ ઇન્દ્ર: `પ્રણામ પરમપિતા, માતા લક્ષ્મી પોતાની હઠ છોડશે નહીં અને પાતાળ લોક ખાતે ભગવાન શ્રીહરિ વિષ્ણુ સુવેશા, સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતા સાથે સંસાર નિભાવી રહ્યા છે. સંસારના પાલનહારની અનુપસ્થિતિમાં સંસારનું સંચાલન સુચારું રીતે નથી ચાલી રહ્યું. અસુરો પોતાની શક્તિપ્રદર્શન ફરી કરી શકે છે. શ્રીહરિ વિષ્ણુને તેમની જવાબદારીનું ભાન કરાવી ફરી વૈકુંઠલોક લાવવા પડશે.’
બ્રહ્માજી: `દેવરાજ, તમને એ ખબર હોવી જોઈએ કે શ્રીહરિ વિષ્ણુ સંસારના પાલનહાર છે તેઓને પોતાની જવાબદારીનું ભાન છે, તેઓ પોતાની મરજીથી ગયા છે એમ પોતાની મરજીથી પરત પણ આવશે. તમે નિશ્ચિંત રહી તમારી જવાબદારી નિભાવો.’
કૈલાસ ખાતે માતા પાર્વતી ભગવાન શિવને કહે છે: `સ્વામી હું જ્યારે જ્યારે મુસિબતમાં હોઉ છું ત્યારે દેવી લક્ષ્મી હંમેશાં મારી સહાયતા માટે ઉપસ્થિત રહે છે. મારે પણ વૈકુંઠ લોક જઈ તેમને સહકાર આપવો જોઈએ.’
એ જ સમયે માતા લક્ષ્મી અને દરિયાદેવ કૈલાસ પધારે છે.
માતા લક્ષ્મી: હે શિવ, મારી રક્ષા કરો, મારા પિતા કહે છે કે મારી ભૂલ છે, મેં એવું તે શું કહી દીધું કે મારા સ્વામીએ મારો ત્યાગ કરી દીધો.’ દરિયાદેવ:હે ભગવાન શિવ મારી તમને અરજ છે, શ્રીહરિ વિષ્ણુને પાતાળ લોકથી પરત લાવી મારી પુત્રી અને સંસારની રક્ષા કરો.’
માતા પાર્વતી: અમારા સંસારમાં આવેલા દરેક દુ:ખ વખતે તમે મારી પડખે રહી મને માર્ગદર્શન આપ્યું હતું ને આજે તમે જ ઉચિત અને અનુચિત વચ્ચેનો ભેદ નથી સમજી શકતાં, આપણે એ સમજવું જોઈએ કે આપણા સ્વામી પોતાના હૃદયમાં સમસ્ત સંસારના ભક્તોની સાથે આપણને પણ એક મહત્ત્વનું સ્થાન આપી રહ્યા છે, આથી વિશેષ શું હોઈ શકે?’ ભગવાન શિવ:દેવી લક્ષ્મી તમે સાક્ષી છો એ વાતના કે તમારી જેમ જ દેવી સતીએ મારા પર શંકા કરી હતી, તેનું પરિણામ તમે તો જોયું.’
માતા લક્ષ્મી: હે મહાદેવ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, તમે કોઈ યુક્તિ બતાવો જેથી હું ફરી તેમની પ્રાપ્ત કરી શકું’ ભગવાન શિવ:શ્રીહરિ વિષ્ણુ પોતાની સ્મરણશક્તિ ખોઈ બેઠા છે તેઓ મને ઓળખતા જ નથી, હવે તેમને લાવવા અસંભવ છે.’
માતા પાર્વતી: સ્વામી, હું પણ મારા ભાઈને ફરી મળવા માગું છું, હવે તમે જ શ્રીહરિ વિષ્ણુને પાછા લાવી શકો છો.’ ભગવાન શિવ:સંસારના સંચાલન હેતુ હું શ્રીહરિ વિષ્ણુને પરત લાવીશ.’
પાતાળ લોકમાં અચાનક ભયાનક કંપન આવે છે.
શ્રીહરિ વિષ્ણુ: `મારા મનોરંજનના સમયે પાતાળ લોકમાં આ શું થઈ રહ્યું છે.’
એજ સમયે તેમનો દરવાન ત્યાં આવી પહોંચે છે અને કહે છે: `હે પ્રભુ આપણા પાતાળ લોક પર એક મહાકાય વૃષભ ઉતર્યો છે અને એ આપણા રાજમહેલ તરફ આવી રહ્યો છે, તેનો આ કંપન છે.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ તુરંત રાજમહેલની બહાર આવીને જુએ છો તો તેમની સામે એક મહાકાય વૃષભ ઊભા હોય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ પણ પોતાને મહાકાય બનાવે છે અને એકબીજા પર અસ્ત્રોની વર્ષા કરે છે. ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલે છે અને અંતે થાકી હારી બંને દેવો પોતપોતાના શ્રેષ્ઠ અસ્ત્ર એટલે શ્રીહરિ વિષ્ણુ નારાયણાસ્ત્ર અને ભગવાન શિવ પશુપતાસ્ત્ર એક બીજા પર છોડે છે. આ અસ્ત્રથી બંને દેવો બંધાઈ જાય છે કોઈ કંઈ કરી શકતું નથી.
આ પરિસ્થિતિમાં માતા લક્ષ્મી, માતા પાર્વતી અને ભગવાન ગણેશ ત્યાં પધારે છે. ભગવાન ગણેશ બંને વચ્ચે પહોંચી બંનેને નમસ્કાર કરે છે અને બંને દેવોનો પોત-પોતાના અસ્ત્રપાશથી છુટકારો અપાવે છે.
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: બાળક તું કોણ છે અને અમારા પાશથી કઈ રીતે મુક્ત કર્યાં.’ ભગવાન ગણેશ:મામાજી હું ગણેશ અને વૃષભ વેશમાં માતા પિતા અને તમારા આરાધ્ય ભગવાન શિવ છે અને મારી બાજુમાં આ મારી માતા પાર્વતી અને આ માતા લક્ષ્મી જે તમારી પત્ની છે.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: હું તમને કોઈને ઓળખતો નથી.’ ભગવાન ગણેશ:મામાજી તમે પોતાને પણ ક્યાં ઓળખો છો, બોલો તમે કોણ છો?’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: `હું સ્વામી કે નારાયણ છું.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ ફરી ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા માંડે છે.
ભગવાન ગણેશ યુક્તિ કરે છે અને તેઓ માતા લક્ષ્મીની બહેનો સુવેશા, સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતા પાસે પહોંચે છે અને કહે છે કે તમારી સ્વાર્થવૃત્તિથી શ્રીહરિ વિષ્ણુને સંસારના પણ ન રહ્યા અને તમારા પણ ન રહ્યા. મારા માતા-પિતા પર એકબીજાથી દૂર થઈ ગયા છે તમારા લીધે, કેમકે આ યુદ્ધ હંમેશાં ચાલતું જ રહેશે. હવે આ યુદ્ધને તમે જ અટકાવી શકશો જ્યારે તમે ભગવાન શ્રીહરિ વિષ્ણુને તેમની સ્મૃતિ પરત આપશો. સંસારના સંચાલન માટે યુદ્ધ અટકાવી ભગવાન શ્રીહરિ વિષ્ણુને પરત વૈકુંઠલોક મોકલવા જરૂરી છે.
સુવેશા, સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતા વાતની ગંભીરતાને સમજી યુદ્ધભૂમિમાં આવે છે. પોતાની પાંચેય પત્નીઓને જોઈ ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે, દેવીઓ બધુ બરાબર છે ને, તમે અહીં કેમ આવ્યાં છો.’ સુવેશા:સ્વામી અમે સ્વાર્થવૃત્તિમાં તણાઈ ગયા હતા અને તમારી પાસે વરદાન મેળવ્યું હતું કે તમે સમસ્ત સંસારને ભૂલી પતિ તરીકે અમારી સાથે રહો, આજ ક્ષણથી અમે તમને અમારા વરદાનથી મુક્ત કરીએ છીએ. તમારી સ્મૃતિ પરત આવે.’
આટલું બોલતાં જ ભગવાન શ્રીહરિ વિષ્ણુ પોતાના વાસ્તવિક રૂપને ધારણ કરે છે અને તેમની સ્મૃતિ પરત આવે છે.
દેવી લક્ષ્મી ભગવાન શ્રીહરિ વિષ્ણુને પોતાની તરફ આવતાં જોઈ હર્ષ અનુભવે છે અને તેમના આશીર્વાદ લે છે.
માતા લક્ષ્મી: `સ્વામી તમારા હૃદયમાં મારું જેટલું પણ સ્થાન છે એ મારા માટે વિશેષ છે, આથી વધુ મને કંઈ ખપતું નથી.’
આકાશમાર્ગેથી બ્રહ્માજી, માતા સરસ્વતી, દેવર્ષિ નારદ અને સમસ્ત દેવગણ ત્યાં પધારે