મનોરંજન

આ 48 વર્ષીય એક્ટ્રેસે કર્યું બોયફ્રેન્ડ સાથે પેચ અપ, બોન્ડ જોઈ ફેન્સે કહ્યું…

બોલીવુડમાં પેચ અપ અને બ્રેકઅપ એકદમ સામાન્ય બાબત છે અને એક્ટર એક્ટ્રેસ સવારે બ્રેકઅપ અને સાંજે પેચઅપ થતાં જ હોય છે. હાલમાં જ બોલીવુડની 48 વર્ષીય એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાના એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુશ અને રોહમન વચ્ચે બ્રેકઅપની વાતો થઈ રહી હતી. પણ હવે બંને સાથે જોઈને ફેન્સ એકદમ ખુશ થઈ ગયા છે. આવો જોઈએ શું છે આખો માંઝરો…

વાત જાણે એમ છે કે સુષ્મિતા સેન હાલમાં જ ડિઝાઈનર નીતા લુલાની પાર્ટીમાં જોવા મળી હતી અને આ સમયે તેની સાથે તેનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ પણ જોવા મળ્યો હતો. ફેન્સ બંને સાથે જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા.

બંનેને સાથે જોઈને ફેન્સે કહ્યું કે બંને જણે ફરી પાછું પેચઅપ કરી લીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા બંને જણે બ્રેકઅપની જાહેરાત કરી હતી. વ્હાઈટ મરુન શિમરી ગાઉનમાં સુશ હંમેશની જેમ બ્યુટીફૂલ લાગી રહી હતી જ્યારે બ્લેક સુટમાં રોહમન પણ એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. દાદરા ચઢતી વખતે રોહમન સુશને સાંભળતો પણ જોવા મળ્યો હતો.


એટલું જ નહીં પણ રોહમને સુશને ગાડીમાં બેસાડીને ત્યાર બાદમાં એને મોબાઇલ ફોન આપતો અને એનું પર્સ બંધ કરતાં પણ જોવા મળ્યો હતો.

ફેન્સ બંનેએ સાથે જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા અને કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે બંને જણે એકબીજાને સાચો પ્રેમ કર્યો છે. અલગ થયા બાદ પણ બંને વચ્ચે જોવા મળી રહેલી બોન્ડિંગ એકદમ જોરદાર છે. તમારી જાણ માટે જે બ્રેકઅપ પહેલાં તો સુશ અને રોહમન બંને જણ લગ્ન કરવાના છે એવા સમાચાર પણ આવી રહ્યા હતા, એટલું જ નહીં પણ રોહમનનું સુશની બંને દીકરી સાથે સારું બોન્ડ જોવા મળ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button