ધર્મતેજ

બા2ોટના ચોપડે-વહી વંશાવળીમાં સચવાયેલ માનવ વંશોનો ઈતિહાસ

અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

લોક્સમુદાયમાં – લોક્સંસ્કૃતિમાં લગભગ તમામ જાતિઓની વંશાવળીઓ વહીવંચા બા2ોટની વહીઓમાં સચવાતી આવી છે. જેમ 2ામાયણ, શ્રીમદ્દ ભાગવત કે ભગવદ્ગીતાને આપણા જીવનમાં પવિત્ર ધર્મગ્રંથ ત2ીકે સ્થાપ્યા છે તેમ વંશાવળીનો ચોપડો પણ લોકજીવનમાં પવિત્ર ધર્મગ્રંથ ત2ીકે પૂજનિય મનાય છે. ચોપડે નામ મંડાવવું એ જન્મ, યજ્ઞોપવિત, વિવાહ કે અન્ય માંગલિક પ્રસંગ જેવો જ – બલ્કે તેનાથીયે વિશેષ એવો અવસ2 મનાય છે. બાજોઠ ઉપ2 નવી આણાંત વહુવા2ુની 2ેશમી 2જાઈ પાથ2ી બા2ોટજી એની ઉપ2 પોતાનો ચોપડો પધ2ાવે. બાજોઠ સામે બા2ોટજીનું વિશિષ્ટ આસન હોય. ધી2ે ધી2ે યજમાનના સૌ કુટુંબીજનો એકઠાં થાય ને બેસી જાય. 2ેશમી વસ્ત્રમાં બાંધેલ ચોપડો છોડતાં પહેલાં યજમાન પાસે ચોપડાના પોટલાંનું પૂજન ક2ાવે, યજમાન પગે લાગે ને ચોપડા ઉપ2 શીખ મૂકે.


આ સમયે બા2ોટજી સ્વસ્તિવચનો સંભળાવતા હોય : સદા ભવાની સાહ 2ે, સન્મુખ 2હો ગુણેશ ; પાંચ દેવ 2ક્ષા ક2ે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. કળગ2 પોથાં કંધ ક2, વિધ વિધ ક2ે વખાણ ; જે ઘ2 પ2િયાં ન સાંચ2ે સો ઘ2 જાણ મસાણ. આમ સ્વસ્તિવાચન થયા બાદ ઘ2ની સૌભાગ્યવંતી વહુવા2ુઓ આવીને ચોપડાને કંકુચોખાથી વધાવે, ચોપડા સામે ધૂપ દીપ થાય. યજમાન ઘ2નાં સૌ સભ્યો વા2ાફ2તી ચોપડાને અને બા2ોટજીને વંદન ક2ે ને બા2ોટજી સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ તેના વિશેની આદ્ય વંશાવળીના કવિત-છપ્પય બોલે.આ મૂળા2ંભ – વિશ્વ ઉત્પત્તિની કથા જેને ભોગલ પુ2ાણ' કેભુગોળ પુ2ાણ – ભોગલ પ્રાંણ’ ત2ીકે ઓળખાવવામાં આવે છે અને જે માત્ર બા2ોટી સાહિત્ય ધ2ાવતી હસ્તપ્રતોમાં જ સચવાયું છે તેની 2જૂઆત થાય. કમળમાંથી મનસાદેવી ઉત્પન્ન થયાં, હથેળી ચોળી ત્રણ દેવ ઉત્પન્ન ર્ક્યા, બ્રહ્મા વિષ્ણુએ વિવાહની ના પાડી, શિવે કહ્યા મુજબ ઉમિયાએ અગ્નિમાં પ્રજળી પ્રજળીને પા-2તી – પા2વતી પ ધા2ણ ર્ક્યું ને શિવ-શક્તિના વિવાહ થયા – આ ધ2તી – જીવ, પશુ, પક્ષી, વૃક્ષો, દેવી-દેવતાઓ એમ સૃષ્ટિની ઉત્પત્તિ શ થઈ એની વાત માંડીને બા2ોટજીએ પોતાના યજમાનની પેઢી ક્યા2થી શ થઈ તેની વાત ઉપ2 આવે. એમાં બ્રહ્મા, વિષ્ણુના ચોવીશ અવતા2ો, શિવજી કે પૌ2ાણિક દેવી-દેવતાનો – ૠષિમુુનિઓ અને 2ાજાઓ સામે તમામ વંશોની ઉત્પત્તિ કડીઓ જોડાયેલી જોવા મળે.


પછી યજમાનના વંશના મૂળ પુ2ુષથી વંશાવળીનું વાંચન શ થાય. જે તે વંશમાં થયેલા દાનવી2ો, શૂ2વી2ો, સતી, શૂ2ાપુ2ા વગે2ેની કથાઓ પણ બા2ોટજી દ્વા2ા 2જૂ થાય. અને છેલ્લે જેમના નામ માંડવાના હોય તેને સામે બેસાડી બા2ોટજી ચાંદલો ક2ે, ને ચોપડામાં નામ માંડે. બાળકના નામ સાથે પિતાનું નામ, માતાનું નામ, માતામહનું નામ, કુળ, શાખા, ગોત્ર, ગામ ને સ્થળ-કાળ-સમય નોંધાય, આ સમયે જે તે ગામના અધિપતિ ગામધણી, પોલીસ પટેલ, નગ2શેઠ ને ગામના આગેવાનોની હાજ2ી પણ નોંધાય ને ચોપડામાં લખવામાં આવે. આજે ઈતિહાસના પ્રમાણભૂત સાધનોની ખોજ ક2તી વેળા બા2ોટના ચોપડાઓમાંથી મળતી આવી નોંધ ખૂબ જ ઉપયોગી થઈ પડે.


આજના જમાનામાં યજમાનો ત2ફથી પણ પોતાના વહીવંચા બા2ોટને યોગ્ય 2ીતે જીવનનિર્વાહ ચાલે એટલી દક્ષિણા નથી મળતી, માત્ર વહી' ઉપ2 જીવનનિર્વાહ ચલાવવો દુષ્ક2 છે એ પણ હકીક્ત છે. વિવિધ જ્ઞાતિના ભણેલા યુવાનોને પોતાના બાળકોના નામ બા2ોટના ચોપડે નોંધાવવામાં ય 2સ 2હ્યો નથી. આમ પ2સ્પ2 બંને છેડાઓ ધી2ે ધી2ે ઘસાતા 2હ્યા છે. લોકોને એની મહત્તા સમજાય તો જ સાહિત્ય, ભાષા, લિપિ, ઈતિહાસ, સંસ્કૃતિ, માનવવંશ ઈતિહાસ જેવા વિષયો પ2 પૂર્ણ પ્રમાણભૂત હકીક્તો સાંપડે. પંદ2ેક વર્ષ્ા પહેલા વંશાવલી સ2ંક્ષ્ાણ અને સંવર્ધન સંસ્થાન દ્બા2ા વંશાવલી લખવાનું કામ ક2તા વહીવંચા બા2ોટ સમાજનું અમદાવાદમાં તૃતિય સંમેલન યોજાયું હતું. એમાં 4પ0 થી પ00 જેટલા વહીવંચા બા2ોટો હાજ2 2હ્યાં હતા. આ પસંગે વહી અને વહીવંચા પ2 વિચા2ભા2તીનો વિશેષ્ાાંક પણ પગટ ક2વામાં આવ્યો હતો. (વિશેષ્ા જાણકા2ી માટે જુઓ સંદર્ભ -ગુજ2ાતનો સમૃદ્ઘ વાંઙ્મય વા2સો’ લે. ડૉ. નિ2ંજન 2ાજ્યગુ પકા. ગુ.સા.અકાદમી,ગાંધીનગ2, 2011, સંજય દ્રષ્ટિ' ન2ોત્તમ પલાણ પો2બંદ2 ઈ.સ.1991,વહીવંચા બા2ોટ : પ2િચય અને પદાન’ સં. 2તુદાન 2ોહડિયા અને બળવંત જાની ગુ.સા.અકાદમી ગાંધીનગ21998, બા2ોટ અને બા2ોટી સાહિત્ય' સં. ન2ોત્તમ પલાણ ગુ.સા.અકાદમી ગાંધીનગ2 2001(સોમનાથ મુકામે યોજાયેલા પ2િસંવાદમાં 2જુ થયેલા અભ્યાસ નિબંધોનું સંકલન),બા2ોટની અસ્મિતા’ કેશુભાઈ બા2ોટ,જૂનાગઢ દ્વા2ા પકાશિત મહાસંદર્ભગ્રંથ.) ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?