ઉત્સવ

ચંદ્રયાનનું કાઉન્ટડાઉન સંભળાવનાર વૈજ્ઞાનિકનો સ્વર થયો હંમેશ માટે શાંત

સાંપ્રત -રાજેશ યાજ્ઞિક

૩, ૨, ૧ ચંદ્રયાન-૩ ચંદ્ર પર ઉતરતા પહેલા દેશે રાહ જોવાના કલાકો ગણ્યા. ભારતના ત્રીજા ચંદ્ર મિશન પર સમગ્ર વિશ્વની નજર હતી. છેલ્લી ૨૩ ઓગસ્ટની સાંજની શ્ર્વાસ અધ્ધર કરી દેતી ક્ષણમાં, ઉદ્ઘોષક અને ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ના વૈજ્ઞાનિક એન વાલર્મથી, રોકેટ પ્રક્ષેપણ કાઉન્ટડાઉનનો પ્રતિષ્ઠિત અવાજ, શનિવારે મૃત્યુ પામ્યા. તેમની છેલ્લી ઉદ્દઘોષણા – ચંદ્રયાન-૩ ચંદ્ર મિશન લોન્ચના લગભગ બે મહિના પછી. અહેવાલો અનુસાર, ૬૪ વર્ષીય વલર્મથીને હૃદયરોગનો હુમલો આવ્યો અને શનિવારે સાંજે ચેન્નાઈમાં તેમનું અવસાન થયું. ભારતના યાનને અવકાશમાં મોકલવાની મહત્વની ઘોષણાનો અવાજ સ્વયં બ્રહ્માંડમાં ભળી ગયો. ૨૩ ઓગસ્ટના રોજ, લેન્ડર વિક્રમના ચંદ્રની સપાટી પર પક્ષીના પીછાની જેમ ઉતરાણ (સોફ્ટ લેન્ડિંગ) સુધી – વાલર્મથી કવાયતના કેન્દ્રમાં હતા, જે સમગ્ર વિશ્વને ચંદ્રયાનની તમામ હિલચાલની વિગતવાર જાણકારી આપી રહ્યા હતા. વાલર્મથીના નિધન પર શોક વ્યક્ત કરતા, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર પીવી વેંકટક્રિષ્નને એક્સ (ભૂતપૂર્વ ટ્વિટર) હેન્ડલ પર લખ્યું, જ્યારે ઇસરોના આગામી મિશનનું કાઉન્ટડાઉન શ્રીહરિકોટામાં ચાલુ હશે, ત્યારે મેડમ વાલર્મથીનો અવાજ હવે સંભળાશે નહીં. અત્યંત દુ:ખ સાથે નમન.”
વાલર્મથીનો જન્મ ૩૧ જુલાઈ, ૧૯૫૯ના રોજ તમિલનાડુના અરિયાલુર ગામમાં થયો હતો.તેમણે ગવર્નમેન્ટ કોલેજ ઓફ ટેક્નોલોજી, કોઇમ્બતુરમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને અન્ના યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સમાં માસ્ટર ડિગ્રી સાથે સ્નાતક થયા હતા. તેઓ ૧૯૮૪ માં ઇસરોમાં જોડાયા. સતત ૩૯ વર્ષથી તેઓ ઇસરોમાં કાર્યરત હતાં. ઈસરોના પીઆરઓના જણાવ્યા મુજબ વાલર્મથી સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે રેન્જ ઓપરેશન્સ પ્રોગ્રામ ઓફિસનો ભાગ હતા. ભારતનો પ્રથમ સ્વદેશી વિકસિત રડાર સેટેલાઇટ (આરઆઇએસ) સફળતાપૂર્વક ૨૦૧૨ માં લોન્ચ કરવામાં આવ્યો હતો. વાલર્મથી આ અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. આ સિવાય તેમને ઈસરોના અનેક મિશન પર ટિપ્પણી કરતા પણ સાંભળવામાં આવ્યા છે. વિજ્ઞાન અને સંશોધનમાં તેમના વિશેષ યોગદાન બદલ તમિલનાડુ સરકાર દ્વારા તેમને અબ્દુલ કલામ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે છેલ્લા ૬ વર્ષથી ઈસરોના તમામ લોન્ચ માટે કાઉન્ટડાઉન જાહેરાતો કરતા હતા. હવે આગામી મિશનના કાઉન્ટડાઉન વખતે ઇસરોના તેમના સાથીઓને તો તેમની કમી સાલશે જ, પણ ભારતવાસીઓ પણ આ શૂન્ય થઇ ગયેલા અવાજના પડઘા અવશ્ય યાદ કરશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત