ધર્મતેજ

પાંચ જણા જો સ્વસ્થ અને સ્વચ્છ હોય તો તેઓ દેશનું પંચામૃત છે

માનસ મંથન – મોરારિબાપુ

બોલવાનું ચાર પ્રકારે હોય છે. ક્યાંક માણસો મનથી બોલે. ક્યાંક માણસો બુદ્ધિથી બોલે. ક્યારેક માણસો ચૈતસિક એકાગ્રતાથી બોલે. એક વર્ગ એવો છે કે ખાલી અધિકારથી જ બોલે.
આપ સૌ શિક્ષક ભાઈ-બહેનો, આદરણીય ભુપેન્દ્રસિંહ સરપંચ અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છો ત્યારે ભગવદ્દ કૃપાથી કોઈ મનથી બોલ્યું, કોઈ બુદ્ધિથી બોલ્યું, કોઈ પતંજલિની ચૈતસિક એકાગ્રતાથી બોલ્યું પણ કોઈ અધિકારથી નથી બોલ્યું. મારાં શ્રોતા ભાઈ-બહેનો, હું પણ એક શિક્ષક રહ્યો છું. આપને મળવાનો આનંદ છે. શિક્ષકમાં પંચશીલ હોવાં જોઈએ. શિક્ષકમાં ચોકસાઈ હોવી જોઈએ. શિક્ષકની ચોકસાઈ એ તેનું પહેલું શીલ છે. એક શીલ છે લાયકાત. ડીગ્રી મળે એટલે લાયકાત મળી ગઈ એમ ન માનવું. પાંડુરંગ દાદા કહેતા કે, ડીગ્રી મહત્વની નથી, વૃત્તિ મહત્વની છે.
એક મહાત્મા બેઠા હતા તેમની પાસે એક માણસ ગયો. તેણે કહ્યું, આપ જે કોઈ આપની પાસે કંઈ પણ માંગે છે તો બધું જ આપો છો. તે માણસે કહ્યું મને સ્વર્ગમાંથી સફરજન લાવી આપો. બન્યું એવું કે તે મહાત્મા પાસે કુદરતી જ એક સફરજન પડ્યું હતું. તે આપ્યું. પેલો માણસ કહે આ તો અડધું બગડેલું છે. ત્યારે મહાત્માએ કહ્યું, ઈશ્વર માંગણી મુજબ નથી આપતો., લાયકાત મુજબ આપે છે. શિક્ષક નિવૃત્ત થતો જ નથી. તે પોતાનાં અનુભવોને વહેંચતો રહે છે.આપણી લાયકાતની ત્યારે કસોટી થાય છે.
વિશ્વની વાત છોડી દઈએ, યધ્યપિ વિશ્વ આપણો પરિવાર છે. આજે મોટામાં મોટી ક્રાઇસિસ હોય તો પણું' છે એપણું’ગુમાવી દીધું છે. શિક્ષક છે, શિક્ષકપણું ગુમાવી દીધું છે. આ પણું’ બે અક્ષરનું છે તે ગુમાવી દીધું છે! શિક્ષકો કેટલાં બધા છે ? હોવા જોઈએ. પણ શિક્ષકપણું નથી ! હું ઠપકો નથી આપતો. ભૂલ કાઢવા નથી ઉભો થયો. બીજા પ્રાંતો કરતાં ગુજરાતમાં શિક્ષકપણું વધારે સાં છે. બીજા પ્રાંતો કરતાં ગુજરાતની શાળાઓ સારી છે. શિક્ષણ પણ ગુણવત્તાભરેલું છે. આપણે ત્યાં દાતાઓ પણ શું દાન આપે છે ! હવે એમાં આપણે રંગ પૂરવાનો છે. આપને વધુ પૂરવાનો છે. એટલે `પણું’ બાકી છે. દેશની પાસે ઘણા સાધુઓ છે.
સાધુપણું બરાબર અને બરકરાર નથી. દેશ પાસે ઘણા નેતા છે. નેતાપણું બાથી. વાલીપણું બરકરાર રાખવાનું છે.
પાંચ જણા સ્વસ્થ અને સ્વચ્છ હોય તો તેઓ દેશનું પંચામૃત છે.પહેલું તો દેશની સરકાર સ્વચ્છ અને સ્વસ્થ હોય. પહેલું આપણું ગુજરાત અને તેનો વિકાસ. અમુક વસ્તુઓ તો એવી હોય કે વેરીઓને પણ વખાણ કરવા પડે. હું તો આખા દેશમાં ફરતો હોઉં છું. તમે ગુજરાત જુઓ. તમારી બહેન કે દીકરી રાત્રે બે વાગ્યે નીકળે. તમે બતાવો. અપવાદ હોય. રીક્ષા એમને બે વાગ્યે ઘેર મૂકી આવે. આવી સમરસતા. કેટલાકમાં જે પણું’ ખૂટે છે તે જ ગરબડ કરતા હોય છે.
સાહેબ ! જે દેશની સરકાર સ્વચ્છ અને સ્વ્સ્થ હોય એના ચહેરા તેજસ્વી હોય. જે અધિકારીઓ સ્વચ્છ અને સ્વસ્થ નથી હોતા તેના ચહેરા પર તેજ નથી હોતું. જગતમાં તમે ગમે ત્યાં જુઓ. જે સાધુ સ્વચ્છ અને સ્વસ્થ નથી તેનામાં તેજ નથી, કારણ કે તપ વગર તેજ ન આવે.આ તેજ ટકાવવાનું છે. મારા દેશના દરેક ચહેરા પર તેજ હોવું જોઈએ અને આંખોમાં ભેજ હોવો જોઈએ. સંવેદના ખતમ થઇ ગઈ છે ! એક શે’ર સંભળાવું શિક્ષકો. સંવેદના કોને કહેવાય ?

मै खुद को धुप से कैसे हटाऊँ ?
मेरे साये में एक आदमी सोया है ।


સરકારના તમામ વિભાગો સ્વચ્છ અને સ્વસ્થ હોવા જોઈએ. આ એક સુંદર સત્સંગ હતો. આ શિક્ષક સંમેલન નહોતું, હું શબ્દોનો માણસ છું. જેમતેમ ન વાપં. બીજું, શિક્ષકનો પહેરવેશ સ્વચ્છ અને સ્વસ્થ હોવો જોઈએ. બને ત્યાં સુધી સાદો હોવો જોઈએ. બાપુએ કહ્યું હતું કે સપ્તાહમાં એક વખત ખાદી પહેરો. હું ખાદી પહેં છું પણ મારી ખાદી ચીકણી નથી ! શિક્ષક વાણી, વર્તન અને વેશનો સ્વચ્છ અને સ્વસ્થ હોવો જોઈએ. સાફો બાંધીને આવો, કોઈ વાંધો નહીં પણ એ રજોગુણી ન હોવું જોઈએ. એ તમોગુણી ન હોવું જોઈએ. મારી ટેવ છે, ભારતમાં ગમે ત્યાં જાઉં. સમય હોય તો શાળા ચાલતી હોય ત્યાં જાઉં. એક તો એ લોકો પણ રાજી થઇ જાય; પછી એના બ્લેકબોર્ડ પર લખું પણ ખરો. મેં શિક્ષકપણું ગુમાવ્યું નથી. ખાલી મને ઇન્ક્રીમેન્ટ મળ્યા નથી ! ઘણી વખત એમ થાય કે આપણે જો અત્યારે શિક્ષક હોત તો કેટલું પેન્શન મળતું હોત !
ત્રીજું, ગામની પંચાયત સ્વચ્છ અને સ્વસ્થ હોવી જોઈએ. એના બધા સભ્યોથી માંડીને તલાટી સુધી. અને એમાં પ્રમુખ તો ખાસ. એ સ્વસ્થ અને સ્વચ્છ હોવો જોઈએ.એમણે અઠવાડિયામાં એક વખત ગામની શાળામાં જઈ શિક્ષકોને ઠપકો નહીં પણ શિક્ષણની ચિંતા વ્યક્ત કરવી જોઈએ. વાલીઓએ પણ
બાળકોનું ધ્યાન રાખવાનું છે. એટલે શિક્ષકના ઉપકરણો, શિક્ષકો, ગામની પંચાયત, આરોગ્ય સ્વસ્થ હોવું જોઈએ.
ચોથું, દેશનું ધાર્મિક જગત સ્વચ્છ અને સ્વસ્થ હોવું જોઈએ. આ લોકો શું કામ આટલો બધો આદર આપે છે ? શું કામ પોતાના પ્રોટોકોલ તોડે છે ? શું કામ ધર્મજગતને માન આપે છે ? અને આ વર્ણ. ધર્મ ને એ બધા ભેદો મટે. એમાં સ્વચ્છતા અને સ્વસ્થતા આવે. આવાં અમૃતો મારે ને તમારે ઉભા કરવા પડશે. પાંચમું, આપણા અધિકારીઓ, પદાધિકારીઓ સ્વચ્છ અને સ્વસ્થ હોય.
બીજાની તુલનામાં આપણા અધિકારીઓ સાં જ કામ કરે છે, એ મારે એક સાધુ તરીકે કહેવું જ પડે. માનપત્ર નથી, પ્રેમપત્ર છે. પ્રમાણપત્ર આપનારો હું કોણ ? પણ જયારે મલિનતા જોઉં ત્યારે એમ થાય કે કંઇક ખૂટે છે.
શક્ષકો છે, શિક્ષકપણું ખતમ ન થઇ જાય. નેતાઓ છે, નેતાપણું ખતમ ન થઇ જાય. માનવો છે, માનવપણું ખતમ ન થઈ જાય. ધર્મો છે, અનેક ધર્મોને સન્માન પણ ધર્મપણું ખતમ ન થઈ જાય. આ રાષ્ટ્રની તોલે કોઈ આવી શકે તેમ નથી. હું એક વિનંતી કં મારાં શિક્ષક ભાઈ-બહેનો, ઈશ્વર તમને ગમે તેટલી પ્રગતિ અને ઉચ્ચત્તમ શિખર પર ચઢાવે પણ તમારા સ્વભાવનું રાંકપણું કોઈ દિવસ છોડતા નહીં. આ જે રાંકપણું છે તે મા ગંગાસતી, સમઢિયાળાએ આપણને શીખવાડ્યું છે કે ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું’ આ રાંકપણું છે તે સચવાયેલું રહેવું જોઈએ.
સંકલન: જયદેવ માંકડ ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત