નેશનલ

NEET પરીક્ષા માટે અરજી કરવાની મુદત લંબાવાઇ : વિદ્યાર્થીઓને રાહત

પુણે: મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ફરજિયાત નેશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) પરીક્ષા પાંચ મેથી શરૂ થવાની છે. આ પરીક્ષા માટે અરજીની તારીખ આગળ ધકેલીને 16 માર્ચ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ આ તારીખ સુધી પરીક્ષા માટે અરજી કરી શકશે એવી માહિતી અધિકારીએ આપી હતી.

નેશનલ એક્ઝામિનેશન ઓથોરિટી (એનટીએ) દ્વારા નીટ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ માટે નવ ફેબ્રુઆરી છેલ્લી તારીખ આપવામાં આવી હતી, જોકે તેને વધારીને હવે 16 માર્ચ કરવામાં આવતા ફોર્મ ન ભરી શકનારા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.

પાંચ માર્ચે શરૂ થનારી નીટ પ્રવેશ પરીક્ષાનું પરિણામ 14 જૂને જાહેર કરવામાં આવશે. મરાઠી સાથે 13 ભાષાઓમાં આ પરીક્ષા લેવામાં આવે છે જેથી ઇચ્છુક વિદ્યાર્થીઓને એનટીએની વેબસાઇટ પર પરીક્ષા માટેનો અભ્યાસક્રમ અને ફી બાબતની માહિતી મળશે એવી, જાહેરાત કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…